India Trip

India trip

એક મહિના બાદ આજે પોસ્ટ મૂકી રહ્યો છું. એક મહિનો ઇન્ડિયામાં વેકેશન મનાવી ને ફરી કતારમાં આવી ગયો. મેં પહેલા મારા બીજા ગુજરાતી ફિલ્મ વિષે લખેલું. બીજી ફિલ્મ વિષે લખતા પહેલા, પહેલી ફિલ્મ વિષે થોડું લખું. પહેલી ગુજરાતી ફિલ્મ ઓલવેય્ઝ રહીશું સાથે ઇન્ડિયા સાથે બહારના દેશોમાં પણ રિલીઝ કરવાનો આનંદ માણ્યો. વર્ષ પૂરું થાય એટલે સૌ ફિલ્મ સર્જક એવોર્ડ માટે ઇંતેજાર હોય ! હું પણ મારી ફિલ્મને કોઈ એવોર્ડ મળે તે માટે ઉત્સાહિત હતો. પહેલી ફિલ્મ હતી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં બહુ નામના નહિ. અને છતાં પણ મારી ફિલ્મને ચાર નોમિનેશન મળ્યા. આનાથી વધુ બીજી ખુશી કેવી હોય ! GIFA-2016 ના એવોર્ડ ફંક્શનમાં મને ઇન્વિટેશન મળેલું અને ગયો પણ ખરો.

Image may contain: 5 people, text

Image may contain: 5 people, people smiling, text

Image may contain: 7 people, people smiling, text

Image may contain: 1 person

મારી બીજી ફિલ્મ માટે મારે ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર નરેશ કનોડિયા અને તેમના પુત્ર હિતુ કનોડિયા સાથે મુલાકાત થઇ. એવોર્ડમાં એમનું બહુમના થવાનું હતું છતાં પણ મને વિસ મિનિટ આપી. ખાસ્સી વાતો થઇ. કોલેજ કરતો ત્યારે એમનાં ઘણાં મુવી મેં જોયેલા, તે વિષે પણ જણાવ્યું. તેઓ ખુબ ખુશ હતા, જેની ઝલક ચિત્રમાં દેખાશે.

20161217_193116

મારી બીજી ફિલ્મ બોસ હવે તો ધમાલ અત્યરે ફ્લોર પર છે. શૂટિંગ દરમ્યાન હું હાજર રહ્યો. અને ખાસ તો એક સિક્રેટ વાત કહી દઉં તો મેં પણ આ ફિલ્મમાં એક નાનો કેમિયો કર્યો છે. મારો સન કલ્પ પણ આપને ફિલ્મના એક દ્રશ્યમાં જોવા મળશે. મુવી વિષે ત્યારે કઈ પણ કહેવું યોગ્ય નથી. મુવી  વિષે એક અલગ લેખ લખીશ. આ મુવીમાં એક અગત્યના પાત્રમાં શ્રી જીતેન્દ્ર ઠક્કર છે. તેમેને હું પહેલી વાર મળ્યો. એમનાં વિષે લખવાની જરૂર નથી…એમનો અભિનય જ કહેશે.

20161229_113628

20161228_095422

સૌથી વધુ મજા આવી મનાલી ટ્રીપની…વધુ ના કહેતા એક વાર તો -3 ડિગ્રી ટેમ્પરેચરનો ઇન્ડિયામાં અનુભવ લીધો. નસીબજોગે ઠંડો પવન નહોતો એટલે સહન કરીને આનંદ માણ્યો.

20161224_113000

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

8 Responses to India Trip

 1. પ્રિય મિત્ર રીતેશભાઈ,
  અભિનંદન. આપ યુવાન વયે ફિલ્મ ક્ષેત્રે નામના મેળવી રહ્યા છો તે અમારા માટે આનંદની વાત છે. અંગત રીતે , મારા એક બ્લૉગર મિત્ર આવી સિદ્ધિ મેળવે અને નવી ઊંચાઈને આંબે તે મારા માટે તો વિશેષ ગૌરવની વાત.
  અહીં હતા ત્યારે કોઈક રીતે મળી શકાયું હોત તો પરિચય ગાઢ થાત. ખેર. ફરી વાર.
  આપ ફિલ્મસર્જન ક્ષેત્રે વિશેષ પ્રગતિ કરી સફળતાનાં નવાં શિખરો સર કરો તેવી શુભેચ્છાઓ …. અને એક વડીલ તરીકે આશીર્વાદ પણ.

 2. jugalkishor કહે છે:

  વાહ રીતેશ ! મને તો જાણે નવું જ જાણવા (ને માણવા પણ) મળ્યું…..મારે પણ તમારાં લખાણોની કતારમાં રહેવું પડશે ! વાચક તરીકે તો ખરું જ પણ એક બ્લૉગના સંપાદક તરીકે પણ…..તમારી પાસેથી કેટલાંક લખાણો ખંખેરી શકીશ તો મારી જ પીઠ હું થાબડીશ ! સમજી ગયા ને ?

  • જુગલકિશોર જી, ધન્યવાદ…મારા કોઈ પણ જાતના લેખ ને તમે તમારા બ્લોગમાં સમાવશો તો ખુબ ગમશે. ફિલ્મ અને ફિલ્મ સ્ક્રીપટ લખતો હોઈ બીજા લેખો લખવાનો અવકાશ સહેજ ઓછો છે. આપ કહો તે મુજબ સ્યોર સમય ફાળવીશ….મેં તો વેગુમાં પણ મારા લેખ આપેલા છે.

 3. aataawaani કહે છે:

  પ્રિય રિતેશ
  સફળતા તારા ચરણોમાં આળોટવાની છેજ મેં પહેલા તુને આશીર્વાદ આપ્યા છે . તે હ્ર્દયથી નીકળેલા છે . એ ખોટા નથી પડવાના તું ખુબ નામના મેળવીશ . અને તારા જેવા ઉત્સાહી સાહસિક યુવક મારા મિત્ર છે . એ બદલ હું ગર્વ અનુભવું છું .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s