આપજે

                           આપજે

કંટક વેરાણા રાહ પર જે બની જશે એ આકરાં

વીણવા રહીશું તો બની જવાશે ઘડી બહાવરા

તું મારો હાથ પકડી રાખજે બની મારો છાંયડો

હું સથવારે ચાલીશ ને અડગ રહી બંક ભાયડો

બેઘડી સાથે ચાલી ને વાતોની આપલે કરીશું

દિલને ખાલી કરી મનનો ભાર હળવો કરીશું

થોડું સ્મિત તું આપજે ને હું ય થોડું હસી લઈશ

થોડો સાથ તું આપજે હું તને વિશ્વાસ આપીશ

 

 

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

2 Responses to આપજે

  1. Vimala Gohil કહે છે:

    ઇશ્વરને અરજ કરતું સુંદર કાવ્ય. પ્રભુની સહાય માંગણી સાથે સ્વના પુરૂસાર્થનું મહત્વ પણ જરૂરી હોય છે નો સરસ સંદેશ ગમ્યો.
    આ સાથે ૨-૩ ધોરણના અમારા વર્ગ શિક્ષિકા બેન ગાતા તે બન્ને ભજનો યાદ આવ્યા…
    “મારી નાળ તમારે હાથે હરિ સંભાળશો રે,મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે…
    અને
    “દીનાનાથ દયાળ હાથ મરો મૂકશોમા….”
    આબન્ને ભજનોના કવિ(જો હું ભુલ ના કરતી હોવ તો.) સંત કેશવ છે.

  2. અતીત હંમેશા યાદો સાથે વણાયેલો હોય છે.મેં તો એટલી બધી સ્કૂલો બદલી છે કે બધી પ્રાર્થનાઓ પણ યાદ નથી. મંગલ મંદિર ખોલો અને પ્રેમલ જ્યોતિ તારો દાખવી….. મારા પ્રિય 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s