વજો અશ્કો ગોવા ગયા

વજો અશ્કો ગોવા ગયા

અમારી ટીખળ ટોળીમાં એકમાત્ર વજો એવો કે જેણે સ્કૂલમાં ફક્ત પતંગ લેવા જવા માટે પગ મુકેલો છે. ભણવા જવાનું એને નાનપણથી ફાવેલું નહિ. વજો એમ કોઈ માથાભારે નહોતો કે કોઈ માસ્તરનું માથું ભાંગીને આવે; કે માસ્તર એનો દાખલો સ્કૂલમાંથી કાઢી નાખે. જોકે એવું બન્યું હોય તો પણ વજા માટે સ્કોપ ખુલ્લા હતા. અમે લોકો તાલુકા શાળા નંબર એકમાં ભણતા. અને ગામમાં એ સિવાયની બીજી ત્રણ તાલુકા શાળા હતી. મને ઘણી વાર એવા વિચાર આવે કે ગામડામાં અભણ લોકો મળે પણ મારા ગામ જેવા નાના શહેરમાં પણ અભણ !! અને એપણ અમારી ટોળીનો ??
ભગવાને અમારી ટોળી પર આવડો મોટો અન્યાય કરેલો છે બોલો. આજ સુધી અમે કરોડો વાર મંદિરે ગયા હઈશું, પણ કોઈ એ કદી વજા વિશેના અન્યાયની કમ્પ્લેન નથી કરી. એક દિવસ વજો એના ખેતરમાં કામ કરતો હતો અને અમારી મિટિંગમાં આ સવાલ ઉભો થયો; વજો ભણ્યો કેમ નહિ ?
જેમ્સ બોન્ડ જીગાને કેશ સોંપાયો.
જીગાએ પંદર દિવસ સુધી મરણતોલ તપાસ કરી; અને અંતે વીલા મોઢે શરણાગતિ સ્વીકારી લીધી. જો કે અમે લોકો પાછા એમ સમજીએ ખરાં ! જોકે જીગો અમારી ટોળી પાસેથી કોઈ જાતની ફી નહોતો લેતો. ટીનો તો લાઈબ્રેરીમાં જઈને અંબાલાલને પણ પૂછી આવ્યો. હરામ કોઈ રેકોર્ડ મળે તો ! બધાએ નક્કી કર્યું કે વજાને જ પૂછી લઈએ. આમેય દિવાળીની મિટિંગ હતી જ !
“ વજા..?? ”
“ તું ”
“ આજ સુધી”
“ ભણવા”
“ કેમ ના ગયો ? ”
આમ દરેકે થોડું થોડું બોલીને વજાને પૂછ્યું. એટલે વજાએ તો બાજુમાં પડેલ એક લાકડું ઉપાડ્યું અને માઈકમાં બોલતો હોય તેમ બોલવા લાગ્યો.
“મિત્રો, આપ સૌ લોકોની લાગણી અને મારા તરફની ચિંતાને માન આપીને તમને જવાબ આપું છું. ”
“અલ્યા ફેંકુ વજલા….તું અને સ્પીચ ? ” દિલો અકળાયો
“એને બોલવા દો; આજ માંડ માઈક હાથમાં આવ્યું છે ” જીલાએ દિલાને શાંત પાડ્યો.
“જો દિલયા…..હમણાંથી ટીવીમાં આ પેલી સર્જીકલ સર્જીકલ આવે છે ને તો જરા…સમજી જા ને ”
“તું આગળ ભસ ને …. ” હકાએ બૂમ પાડી કે ઝાડ પરથી ચકલા ય ઉડી ગયા.
“એજ કે હું કોઈ દિવસ ભણવા ગયો જ નથી…મારા ફાધર તો નાનપણમાં ગુજરી ગયેલા….મોટાની તબિયત જરા વીક રેતી…..હું ભણવા જાઉં તો ખેતર કોણ ખેડે ? મારી ગાય ભેંસોને કોણ ચરાવે ? ”
જોકે મિટિંગમાં વજાનો ભણવા વાળો મુદ્દો તો સામાન્ય હતો. અમે લોકો બીજા એજેન્ડાને લઈને મળેલા.
દિવાળીને અઠવાડિયાની વાર હતી અને મિટિંગ પણ અત્યારે રાખવાનો પ્લાન પણ વ્યાજબી હતો. આજે તો અશ્કો અને વજો બેઉ કમબાઈન્ડ કોમ્બો પેક લાવ્યા હતા.
“અશોક આજે તો વટ છે તારો ”
“કેમ, એમાં શેનો વટ હકા ? ”
“હકા એ લોકોને રજૂઆત કરી લેવા દે;પછી આપણે છીએ જ ને. વાત સારી હશે તો વધાવશું નહીતો બરાબરના ધોશું ”
“હા બોલો મિત્રો ” દલાએ બધાને શાંતિ જાળવવા બે હાથ જોડ્યા.
“1965 માં ચીન સાથે આપણી લડાઈ થઇ. હિન્દી ચીની ભાઈ ભાઈ કરીને આપણ ને હરાવ્યા. આપણે બધું ભૂલીને હતા એવા ને એવા બની ગયા. હવે વજા તું કહે” એટલું બોલીને અશ્કાએ વજાને આગળ બોલવા કહ્યું
“હા, હમણાં હું કહેતો કે સર્જીકલ સર્જીકલ તો…આપણે પાકિસ્તાનને નાક દબાવ્યું તો ચીને એમને ઉછીનો ઓક્સિજનનો બાટલો આપ્યો. હું પૂરું બોલી રહું ત્યાં સધી કોઈ પૂછતાં નહિ. બીજી ભાષામાં ચીને પાકિસ્તાનને સાથ આપ્યો અને આપણો વિરોધ કર્યો ”
“ એ તો આખું જગ જાણે છે ”
“દલા એને બોલી લેવા દે… ” મેં દલાને શાંત પાડ્યો.
“હવે આગળ અશ્કો કહેશે.. ”
“એય તારી…લાંબી લાંબી સ્ટોરીયું કહ્યા વગર વાત કરોની ” નરીયો તાડૂક્યો
“ ટૂંકું ને ટચ આ વખતે કોઈ પણ ચીનની વસ્તુ નહિ વાપરવાની…આટલી વહેલી મિટિંગ એટલે રાખી કે, દિવાળીમાં બધીજ વસ્તુ સ્વદેશી. ”
“ હા જેમ ગાંધીજી એ પરદેશી કાપડ સળગાવીને હોળી કરી તેમ આપણે એમની એક પણ વસ્તુ વાપર્યા વગર ચીનાઓ ને દિવસે તારા દેખાડવાના છે ”
“ તે આપણે બધાએ તારામંડળ લઈને ચીનમાં જવાનું ? ” જગાએ ધીમેથી થોથવાતા જ કહ્યું.
“ તારી જાતનો જગલો…..ડોબા…આપણે આ સંદેશો આખા ઇન્ડિયામાં આપવાનો છે. તને ખબર છે ? ભરતા દેશમાં કેટલી ચીનની વસ્તુ વપરાય છે ? ”
“ ઘણી બધી !! ”
“ હા તો બસ….કાલે આપણે પહેલાની જેમ દેશી જ રંગોળી કરીશું. રોશની આપણી જ વાપરીશું. દેશી દીવડા વધારે કરીશું અને વીજળી બચાવીશું ”
“ જો એવું થયું તો ચીનીયા બધા ધૂળ ચાટતા થઇ જશે ” હકો એટલો ઉત્સાહમાં આવી ગયો કે વજાને ઊંચકી લીધો. અને આ બાજુ વજાનું બેલેન્સ ગયું. બેઉ એવા ગબડ્યા કે પાળ પર પીપડાની જેમ ગબડે.
“ ચીનીયાનું નામ લેવામાં પણ પાપ છે કેમ જીગા ? ”  ધૂળ ખંખેરતા હકો ઉભો થયો
“  જોજો પાછા કોઈ ચીનની વસ્તુ ના વપરાતા”
બીજા દિવસે અમારી પોળમાં દેશી વસ્તુઓ લેવા માટે પડાપડી. જીવાબાપાના દેશી દીવડા બધા વેચાઈ ગયા. અને રોશનીની લાઈટોનું રાતોરાત પ્રોડક્શન ચાલુ થયું.
પછીથી જેમ્સ બોન્ડ જીગો ખબર લઇ આવ્યો કે પેલા રોશની વાળાએ વજાને અને અશ્કાને ગોવાનું 5 દિવસ 4 રાત્રિનું પેકેજ આપેલું.
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

3 Responses to વજો અશ્કો ગોવા ગયા

 1. Vimala Gohil કહે છે:

  રીતેશભાઈ, તમે પણ શું દીધે રાખો છો? વાત શરૂં થાય “ટીખળ ટોળી”ની ને પહોંચે “સર્જિકલ સ્ટ્રાઈક” સુધી!!!!!!
  ત્યારે -ત્યાં આ સર્જિકલ!!!!ખેર હાસ્યલેખ છે તો…….
  anyway,
  સાંપ્રત બનાવો સાથે યાદોને જોડી દઈ અભિવ્યક્ત કરવાની આપની કલાની કદર કરું છું.
  .આવી સરળ-સહજ મજાની અભિવ્યક્તી કરતા રહો .
  અને હા, વજા-અશ્કાને ગોવા મોકલી દીધા તેમ સાહિત્યરસથાળ મોકલતા રહો.

 2. પિંગબેક: વજો અશ્કો ગોવા ગયા – ગુજરાતી બ્લોગ જગત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s