ઘમ્મર વલોણું-૨૬

ઘમ્મર વલોણું-૨૬

થોડી હળવાશની પળો માણવા માટે સજાગ થયો. મનને મુક્ત રીતે વિહરવાના સંકેત આપ્યા. એક મોટો હાશ કારો લઈને મનમાં બોલ્યો કે “ સમય સારો તો બધું સારું ! ”

હજી તો હું પ્રુરુ બોલી પણ નહિ રહ્યો હોય કે એક વાક ઝપટે મને હલાવી દીધો.

“તમે લોકો મને બસ કોઈ પણ જાતના પુરાવા વગર કે આધાર વગર બદનામ કરો છો. મારા પર વાહિયાત આરોપ મુકો છો. સમય બદલાઈ ગયો, સમય બદલાઈ ગયો”

“ પણ…..”

“એક પણ શબ્દની દલીલ કર્યા વગર મારી વાત સાંભળ ”  સમયે મને ચુપ કરી દીધો.

“સૂર્યોદય, મધ્યાહ્ન અને સુર્યાસ્ત ત્યાર બાદ રાત્રી; એ મારું ચક્ર છે. આજ સુધી કદી આ ચક્રમાં ફેરફાર થયો છે ? લોકો વહેલા ઉઠી ને, ભક્તિ કર્યા બાદ થોડું ખાઈને કામે લાગી જતા. વળી રાત્રે સુઈને ફરી એજ ક્રમ. તમે લોકો એ કામે જવાનો ક્રમ બદલ્યો અને મોડા ઉઠીને બીજા ક્રમ પણ પાછા ધકેલ્યા. એનાથી વધુ આગળ જઈને, રાત્રે પણ કામ શરુ કર્યા અને દિવસે ઊંઘવાનું. પછી કહો છો કે સમય બદલાઈ ગયો. લોકોને બે પત્થર ઘસીને અગ્નિ પેદા કરતા, મેં જોયા છે. અગ્નિથી એમને ખોરાક શેક્યો અને તનની ભૂખ મિટાવી. અત્યારે તો માણસ બોમ્બ ફોડીને અગ્નિ ઉડાડીને મનની ભૂખ મીટાવે છે.

પાષણ યુદ્ધ, કલિંગ યુદ્ધ, કુરુક્ષેત્ર યુદ્ધ, લંકા યુદ્ધ, સમ્રાટ અશોક, વીર વિક્રમથી લઈને નેપોલિયન, હિટલર જેવાના યુદ્ધ મેં જોયા છે. જર્મન ખાડી હોય, ગલ્ફનો અખાત કે ખંભાતનો અખાત બધા પ્રકારનાં યુદ્ધ મેં જોયા છે. પછી ભલે લોકોએ મહા ઈમારતો પાડી ને નરસંહાર કર્યો. આ પરિવર્તન કોણ લાવ્યું ? પછી કહેશે સમય બદલાઈ ગયો !

પહેલા માણસો જાનવર મારીને સંતોષ પામતા; હવે માણસો જ માણસોને મારીને સંતોષ પામે છે. પછી કહો છો સમય બદલાઈ ગયો. પહેલાના લોકો અહી તહી ભટકી ને ગુજરાન ચલાવતા. હવે ગુજરાન ચલાવવા માટે ભટકે છે; અને કહો છો સમય બદલાઈ ગયો ! મને કહે, આમાંથી એક પણ વાત આધાર વિનાની હોય ? કહે, આમાંથી એક વાત પણ આરોપ વાળી હોય ? સિવાઈ ગયું મોઢું ? ”

સમયે આજે પહેલી વાર મારા પર એટલી વરાળ વર્ષા કરી કે; હું તાપ જીલી ના શક્યો. ભીડ પડી કે ભગવાન ! નીતિ અનુસાર ઉપડ્યો મંદિરે.

હજી તો હું બે હાથ જોડીને હરિ સન્મુખ ઉભો રહ્યો, ત્યાર પહેલા જ તેઓ બોલી ઉઠયા. “કંઈ કસમયે આવી ગયો ? ”

“પ્રભો, સમયના સવાલો થી ભાગતો ભાગતો હું અહી તમારી પાસે આવ્યો છું. તમે જ જો વાગ્બાણ મારશો તો બીજે ક્યાં જવું એનું મને જ્ઞાન જ નથી. ” અને મેં સઘળો વૃતાંત એમની પાસે ગાઈ સંભળાવ્યો.

“વત્સ, સમય જ આ સંસારનું સૌથી મોટું એવું તત્વ છે જે મિથ્યા નથી. કોઈ સમાનતા નથી, કોઈ ગણના નથી. ”

“ મને પૂરે પૂરો ખયાલ છે પ્રભુ, પણ હું શું કરું ?? ”

મુખવાસ : સમયે સમય બળવાન, ના મનુષ્ય બળવાન
            સમયે સંયમ ગુમાવ્યો, ભાઈ સમયે સમજો શાન

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

3 Responses to ઘમ્મર વલોણું-૨૬

  1. Vimala Gohil કહે છે:

    સમય વિશે ઘણું લખાયેલ છે, એમાનું થોડું વાંચ્યું પણ છે,મગર સમય સાથેનો સરલ સંવાદ
    કરતાં-કરતાં પ્રભુને પણ કહી દીધું કેઃ “પ્રભો,સમયના સવાલો થી ભાગતો ભાગતો હું અહી તમારી પાસે આવ્યો છું. તમે જ જો વાગ્બાણ મારશો તો બીજે ક્યાં જવું એનું મને જ્ઞાન જ નથી. ”
    વાહ! પ્રભુ પ્રત્યે નમ્રતા ભરી શરણાગતિ. સહજ સુંદર.

  2. પિંગબેક: ઘમ્મર વલોણું-૨૬ – ગુજરાતી બ્લોગ જગત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s