ઘમ્મર વલોણું-૨૫

ઘમ્મર વલોણું-૨૫

ઉભા થઈને બહાર જવાની ઈચ્છા વ્યક્ત કરું છું ત્યાંજ કોઈની સલાહ યાદ આવી; કે આળસ ખંખેરી લેવાથી સ્ફૂર્તીમંત બનાય છે. એ પ્રમાણે અનુસર્યો અને નક્કી કર્યું કે આળસ ખંખેરવી. વળી બેસી જવાનું મન થયું કે સામેજ પેલી સલાહ તરવરવા લાગી. પોતાનામાં આળસ છે ખરી ? એવો વિચાર કર્યો. મનમાંથી તીર આવ્યું કે આળસ ખંખેરીને ક્યાં જવાનું છે, તે તો નક્કી કર!

ડહાપણ તો ઘણું છે એવું માની લેવાથી સિદ્ધ નથી થતું. આ તો વિપરીત વાત થઇ. કોઈ પણ દિશામાં જવાનું નિર્ધાર કર્યા વગર, પગલાને ચાલવાનો હુકમ કરવો. અંધારામાં ફાંફા મારવાથી કશું ના મળે તેવું તો ઘણી વાર સાંભળ્યું છે. મન મક્કમ હશે તો આળસ નજીક નહિ આવે તેવું તો જાણમાં હતું. મક્કમતા તો હાથવગી હોવા છતાં પકડાય નહિ તેવી કઠોર !

મક્કમતાનો ડગલો પહેરીને ઉભો થયો અને નક્કી કરેલ નિર્ધારને પહોંચી વળવા આગળ વધ્યો. મક્કમતાનો ડગલો પહેર્યો એટલે આળસ તો દુર ભાગી ગઈ. નિરાશા અને નકારાત્મક વિચારો પણ નજીક ના આવી શકયા. આજે પહેલી વાર પોતાના પર ગર્વ થયો. નહિ, આ મારી જીતનું પરિણામ નથી. આ તો મક્કમ મનનું મનોવલણે સ્થપાયેલું સામ્રાજ્ય છે. મારે વાતને સ્વીકારવી જ પડી. વળી મનમાંથી હુંકાર આવ્યો કે;  “ નિર્ધાર ને પહોંચી વળવું તે જ મંઝીલ છે; તો પછી કોઈના પણ થકી ”

આવા તો ઘણી વાર મનોને મક્કમ કરેલા છે. શરૂઆતની ગતિ તો એટલી જડપી હોય કે મંઝીલ એકદમ સમીપે આવી જશે તેવી ભાસે. મધ્યે જતા તો મન ભાંગીને ભુક્કો થઇ જાય અને મંઝીલ દેખાતી બંધ ! પછી તો પામવું કેવું ને જીતની ખુશી કેવી !

આવા બધા સમીકરણો ને રચ્યા કે બનાવ્યા વગર જીવન જીવાય છે ખરું ? હજી તો બે ડગલાં આગળ ગયો કે પગલાં જમીન સાથે જડાઈ ગયા. સામેજ યમરાજ હાજર થઇ ગયા છે. હજી તો…..આગળ કશું વિચારું તે પહેલા જ મન સંમત થયું કે, યમરાજ નો હાજર થવાનો કોઈ માપદંડ નથી. માણસ જન્મે ત્યાર થી લઈને કોઈ પણ ઉંમરે તે આવી પહોંચે છે. કંપન સાથે મારાથી બોલાઈ જવાયું. “ મારી પાસે…. ”

“ એજ ને કે ખુબ પૈસા છે ? અરે એ બધા પૈસાના પાવર મનુષ્યોને બતાવજે. ”

“ યમરાજ, બીજું પણ કશું સંભળાવવાનું હોય તો કહી દો પછી મારી વાત પૂરી સાંભળો ! ”

“ ના, તું કહે. શું છે તારી પાસે ? ”

“ મારી પાસે હજી ઘણા લેખોને ન્યાય આપવાનો બાકી છે. ”

“ તું ન્યાયધીશ છે ? ”

“ ના જી, હું તો મારી લેખન પ્રવૃત્તિની વાત કરતો હતો, મારા અધૂરા સ્વપ્નોની વાત કરતો હતો. મારા લેખો ની વાત કરતો હતો. હું લેખ લખું છું. ”

“ અરે રે વિધાતા લેખ લખે ને આવો આ પણ લેખ લખે છે ? ” નવાઈ પામતાં તેઓ જતા રહ્યા.

આળસ ને લઈને જે બધા વિચાર કરેલા તે આળસ હજી હતી ત્યાં ને ત્યાંજ ડેરા તાણીને બિરાજી છે.

મુખવાસ : ફુલ કદી જાતે કદી ખીલી ના શકે
                 કરમાય ભલે મહેક છોડી ના શકે

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

5 Responses to ઘમ્મર વલોણું-૨૫

 1. Vimala Gohil કહે છે:

  “ નિર્ધાર ને પહોંચી વળવું તે જ મંઝીલ છે…..” ખૂબ સરસ મનોવિચાર.ને લેખન પ્રવ્રુતિના મક્કમ નિર્ધારે યમરાજને પણ પાછા વાળ્યા!!!!!
  યમરાજ્ને પાછા વાળવાનો સાવિત્રિનો ઈજારો આપે ઝુંટવી તો લીધોજ હં…

  • હાશ, ચાલો આજે નક્કી થયું કે હું થોડું ઘણું સાહિત્યક લખી શકું છું. તો ટૂંક સમયમાં બીજી એક વાર્તા મુકાવી પડશે. થોડું વધુ પાકું થઇ જાય.યમરાજને મેં પાછા વાળ્યાં? હા યાદ આવ્યું….તેઓ કન્ફ્યુઝ થઇ ગયેલા !

 2. amitmisra કહે છે:

  अहमदाबाद में 8 साल रहते हुए काफी गुजराती पढी और सुनी । बहुत मेहनत भी की जिसके फलस्वरूप आज आपके लिखे लेख पढ पा रहा हूँ । लगता है सारी मेहनत सफल हुई ।

 3. aataawaani કહે છે:

  પ્રિય રિતેશ
  મને પણ કેટલાક ભાઈઓ કહે છે કે આતા તમે અમેરિકા ગયા તોય ગામડિયાજ રહ્યા .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s