સઘળું હટાઇ

                   સઘળું હટાઇ

દીવાલો પણ ઓશિયાળી થઇ ને ઉભી રહી

છત પણ સુનમુન બની ને હાજરી પુરી રહી

વળગણ કેવું  જો ખુદની તસવીરો હસી રહી

દિલ કેરી ડેલીઓ સુની બની જાય અવળાઈ

મન કેરા મંડપ વિખાઈ કરે જુઓ અવળચંડાઇ

યાદો ભૂંસાઈ જશે કે સમીપ આવશે તે જુદાઈ

દૂર કાંગરે ઝગમગતો દીવડો જશે હોલવાઈ

રે હરિ ! સુન, કોઈની નથી આ દિલની દુહાઈ

એક ચિનગારી કાફી છે જીવનમાં આગ લગાઈ

એક ફક્ત જ તારી ઝાંખી કાફી છે સઘળું હટાઇ

 

મુખવાસ : બેશૂરા રાગમાં પણ શૂર સંભળાય ખરા !

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

10 Responses to સઘળું હટાઇ

  1. Vimala Gohil કહે છે:

    “એક ચિનગારી કાફી છે જીવનમાં આગ લગાઈ
    એક ફક્ત જ તારી ઝાંખી કાફી છે સઘળું હટાઇ”
    આપની આ પંક્તિએ યાદ અપાવી શાળા જીવનના પ્રર્થનાગીતોની.
    “એક જ દે ચીનગારી મહાનલ એક જ દે ચીનગારી..”.
    અને
    “પ્રેમળ જ્યોતિ તારો દાખવી,મુજ જીવન પંથ ઉજાળ”.
    શાંત સુખદ પળોની સ્મ્રુતિઓ તાજી કરાવવા માટે શબ્દ નમન.

    • વિમલાજી,
      નમન તો આપ ને કરવાનું હોય, આપને નહિ ! આપને મારી દરેક રચનાઓ ગમે છે તે મારા સૌભગ્યની વાત.ધન્યવાદ સાથે પ્રણામ !!

      • Vimala Gohil કહે છે:

        આપની દરેક રચના ગમે છે ,કારણ એ ગમાડી શકાય તેવી જ હોય છે.
        એક વાત પુછું??? આ “પ્રણામ”, “વંદન” જેવા શબ્દો આપના “તકિયા કલામ”છે? શું?????
        ખેર, એ સહજ સંવાદ-વ્યવહારના આવિર્ભાવ માટેના હાથવગા પ્રતિકો હોય છે; છતા સહજ પુછી લીધું!
        ઉત્તર આપવાનું ફરજિયાત નથી..!!!

      • આપનો ખુબ ખુબ આભાર. વડીલોને વંદન કે પ્રણામ કરવાથી આયુષ્ય વધે છે એવું કોઈક ગ્રંથમાં લખેલ છે.

  2. Mamta Sharma કહે છે:

    Sorry Ritesh could not read Gujarati!

  3. aataawaani કહે છે:

    એક ચિનગારી તો બહુ થઇ પડે .

  4. aataawaani કહે છે:

    પ્રિય રિતેશ તારું સરસ સમજણવાળું ગીત છે . મને ગમ્યું . તારી ગીત બનાવવાની આવડત ઝિંદાબાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s