ઝરમર વરસ રે તું ઝરમર વરસ રે

ઝરમર વરસ રે તું ઝરમર વરસ રે

ઝરમર વરસ રે તું ઝરમર વરસ રે

લળી લળી ને વનરાયું ય ઝૂલે  રે

કચ કચ કરતા કાગડા ય ચૂપ રે

ધરા ધરણી સાદ કરી પોકારે રે

ઝરમર વરસ રે તું ઝરમર વરસ રે

મનભરી તારા રૂડા ગીતડાં ગાયા

તન તરબોળી આજ દીધી રે કાયા

રાખીશ ના કોરા પલાળ જ્યા જોયા

ઝરમર વરસ રે તું ઝરમર વરસ રે

કોઈના ભેદ નથી તારે ભાંગવા રે

કાળા વાલા ય હવે બહુ થયા રે

આડો ને અવળો મેઘ તું વરસ રે

ઝરમર વરસ રે તું ઝરમર વરસ રે

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

7 Responses to ઝરમર વરસ રે તું ઝરમર વરસ રે

  1. Vimala Gohil કહે છે:

    સરસ મજાનું વર્ષા ગીત ગમ્યું.
    “ઝરમર વરસ રે તું ઝરમર વરસ રે”
    પંક્તિથી જ નજર સમક્ષ એક દ્રુશ્ય છવાય ગયું . પછી પુરો વરસાદી માહોલ…..
    વાહ!!

  2. Vimala Gohil કહે છે:

    રિતેશભાઈ, ગઈ કાલે એક સરસ યોગ સર્જાયો!!!આપનું વર્ષાગીત મે મિત્ર શ્રી ચમન ભાઈને મોકલ્યુ ને એમણે મને એક બીજું વર્ષા ગીત મોકલ્યું, અને સાથે આપની સાથેનો ઈ-મેઇલ સંવાદ મને મોકલ્યો!!!!!
    થયું કે દુનિયા કેવી સરસ નાની થઈ ગઈ છે?? કતારથી હ્યુસ્ટન અને હ્યુસ્ટનથી હ્યુસ્ટન ,ને જવાબમાં ફરી હુસ્ટનથી કતારની વાત મારી પાસે આવી!!
    ખુશી ભર્યો સુખદ દિવસ રહ્યો.

    • વાહ, આતો ગજબ જેવી વાત છે ! ચીમનભાઈએ મારી સાથે નવી ઓળખાણ કાઢી એમાં એક ત્રિકોણ રચાઈ ગયો. હું તો હંમેશા ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા દરેક મિત્રો ને સ્નેહીઓ ખુશ રહે. તમે ખુશ ને મારુ દિલખુશ !! 🙂

  3. aataawaani કહે છે:

    પ્રિય રિતેશ
    બહુ સુંદર ગીત ઝરમર વર્ષે, પણ હવે તો કોઈ વખત ગાંડોતુર થઈને ત્રાટકે છે.

  4. aataawaani કહે છે:

    પ્રિય રિતેશ
    અભિપ્રાય અપાઈ ગયો છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s