વાઘ મારો ભાગ !

વાઘ મારો ભાગ !

(નોંધ: આ લેખ મેં કતારમાં તાજેતરમાં બનેલ બનાવમાંથી પ્રેરિત લખ્યો છે. ફક્ત ને ફક્ત મારા શોખ માટે લખ્યો છે; આશા રાખું કે આપને ગમશે.)

કોઈ પણ ગામનો મહેલ્લો હોય ત્યાં કુતરા તો હોય જ. એમના કોઈ માલિક ના હોય. અને મહેલ્લા વાસીઓ ને કુતરા પાળવાના કે ઘરે બાંધી રાખવાના શોખીન નહિ. કોઈ કોઈના ઘરે બિલાડીઓ પાળેલી હોય. જો કે એ શોખથી નહિ પણ બિલાડી ઘરમાં રહેતી હોય એટલે લાગણી બંધાઈ જાય. એ ધોરણે અમે લોકો એવું કહેતા કે બિલાડી પાળેલી છે. લોકો બિલાડીને વધુ તો એટલે પાળતા કે, ઉંદરોના ત્રાસથી બચાવે. હવે થોડો ખયાલ આવી ગયો ને કે કુતરા પાળવા સહેલા નહોતા. કુતરા પાળે તો બિલાડી જાય અને બિલાડી જાય તો ઉંદરો રહે. મહેલ્લા વાળા ગ્રંથોમાં પણ માને, એક ઘરમાં બે પ્રાણી ના પળાય ! મહેલ્લામાં કૂતરીના ગલુડિયા એટલે અમારા માટે ટાઈમ પાસ પણ ખરું. અમે ગલુડિયા બહુ રમાડતા. એ લોકોને ગમતું કે કેમ ? તે આજ સુધી સમજાયું નથી.
થોડા દિવસથી દલો દેખાતો નહોતો. ક્રિકેટનો તો એ ગાંડો શોખીન પણ, બે મેચ રાખી તોયે એકે ય વાર નહિ. બીજા બધાને તો ઠીક પણ જીલાને ખટક્યું. વાત એણે છેડી પણ કોઈએ એમાં બહુ રસ ના લીધો. તળાવની પાળે બે ત્રણ વાર બધા મળ્યા પણ ખરાં. દલાની ગેરહાજરીની નોંધ નરીયા એ લીધી; ગયો એના ઘરે. જોયું તો દલો તો ગલુડિયા સાથે રમે.
આ દલાની એક ખાસીયત જે અત્યાર સુધી ટીવી, રેડીઓ કે એકેય સોશિયલ સાઈટ પર નથી આવી તે એ હતી કે; તેની અમારાથી છુટો પડયા પછીની પ્રવૃત્તિ ખયાલ નહોતો. અમારાથી છુટો પડે એટલે એન્જીનથી વેગન છુટું પડ્યું. ક્યાં ડબ્બા સાથે લાગે કોઈને ખબર ના હોય ! નરીયો થોડો ઘણો પ્રાણી પ્રેમી ખરો. પણ એનો પ્રેમ જરી ઉલટો હતો. લોકો પ્રાણીને પ્રેમ કરે એટલે બે ને મજા આવે. એક તો પોતાને અને પ્રાણી ને. જયારે એના કિસ્સામાં એવું હતું કે, એના પ્રેમથી પોતાને મજા આવતી અને લોકોને મજા આવતી. પણ પ્રાણીનો જીવ નીકળતો.
ખાસ કરીને એને બીજા પ્રાણી કરતા, સાપ પર વધુ પ્રેમ. અગાઉ ઘણી વાર લખી ગયો છું કે સાપ સાથે તે પ્રેમ કરે એટલે સાપ તો ગયો કામ થી ! આથી નરીયો તો દલાને ગલુડિયા સાથે રમતો મુકીને પાછો આવી ગયેલો. એમ પાછા અમે લોકો બહુ બબાલો ના કરીએ.
ઘણા સમય પછી મારે એક વાર દલાના ઘર બાજુ જવાનું થયું. મારી સાથે હકો પણ હતો. બેય મસ્તી તોફાનમાં મશગુલ થઈને જતા હતા. મહેલ્લામાં એકદમ શાંતિ હતી. કર્ફ્યું જેવા માહોલમાં હું અને હકો બેય જતા હતા. સુરજ દાદાની સવારી ધીરે ધીરે પેટાળમાં ઉતરી ગઈ. સંધ્યાએ આકાશમાં રંગોળી પુરવાનું કામ ચાલુ કર્યું અને અમે લોકોએ ચાલવાનું ચાલુ રાખ્યું. થોડા આગળ ગયા કે હું હવા સાથે વાતો કરતો હોય તેવું લાગ્યું. આગળ પાછળ જોયું પણ હકો દેખાય નહિ. મેં જોરથી બુમ પાડી. “ હકાઆ.. ”
મેં દુર નજર કરી તો હકો બોલતો હતો પણ તેનો અવાજ મારા સુધી આવતો નહોતો. મેં ફરી બુમ પાડી તો યે, એજ હાલત. એ બોલી રહ્યો હતો તે મને સ્પષ્ટ દેખાયું. પણ એનો અવાજ તો બહુ મોટો છે એની મને ખબર. બાઉન્ડ્રી પર ઉભો ઉભો એલ.બી. એવી જોરથી આઉટ કરવાની અપીલ કરતી બુમ પાડે કે જાણે સ્લીપમાં જ ઉભો હોય. મને ઈશારો કરીને બોલાવ્યો. હું એની પાસે ગયો;તો પણ એ બે મિનીટ તો બોલી ના શક્યો. મેં એની પીઠ પાછળ હાથ ફેરવ્યો.
“ અરે મને કશું નથી થયું… ”
“ તો કોને થયું છે ભસ ને ? ”
“ અરે યાર ભાગો…મેં દલાના ઘરમાં વાઘને જતા જોયો. ”
“ વાઘ …..? હું માનું છું કે રાજાશાહીમાં આપણા વીડમાં જંગલી પ્રાણીઓ હતા. પણ અત્યારે ?? આઈ ડુ નોટ બીલીવ ”
“ તું બીલીવ કે નો બીલીવ, મેં નજરો નજર જોયો એનું શું ? ”
“ અરે હવેનાં બિલાડા ઘણા બધા મોટા હોય છે. ”
અને પછી હકાએ જે વર્ણન કર્યું તે બહુ ડરામણું કર્યું. મને પણ બીક લાગી. વાઘની બીક તો કોને ના લાગે ? હકો તો તે રાત્રે શાંતિથી સુઈ ગયો હશે. પણ મને એ વાઘની વાત સુવા નહોતી દેતી. ચાર પાંચ દિવસ થયાં, કે મેં એવું માની લીધું કે વાઘ હવે તો જતો રહ્યો હશે. હવે એના ઘરે જઈને ખાતરી તો કરવી જ રહી; એમ માનીને હું એકલો જ ઉપડયો એના ઘરે. પણ જેવો હું અંદર જવા ગયો કે એવો ભાગ્યો કે સીધો તળાવે. પાળે જઈને મોટા પીપરના ઝાડ પર ચઢી ગયો. શરીર મારું ધ્રુજતું હતું, ડાળીને મજબુતીથી પકડી રાખી અને મનોમન બબડ્યો.
“ સાલું, હકો સાચો હતો, એ વાઘ જ હતો. જેવું હકાએ વર્ણન કરેલું અસલ એવોજ ! ”
આંખો બંધ કરીને હું મનમાં હનુમાન ચાલીસા બોલતો હતો. ભૂતથી બચવા હનીમાન ચાલીસા બોલાય, એવું ગ્રંથોમાં લખેલું છે. પ્રાણીઓથી બચવા માટે પણ મેં હનુમાન ચાલીસા નહોતી આવડતી તોયે બોલવા લાગ્યો. થોડી વાર પછી આંખ ખોલીને નીચે જોયું તો દલો. હતી એટલી તાકાત કરીને મેં દલાને બુમ પાડી. “ અલ્યા ભાગ તારા ઘરમાં વાઘ ”
એ તો નીચે કોઈને શોધતો હોય તેમ લાગ્યું. ધીરેથી હું નીચે ઉતર્યો. મને જોઈ ને તે હરખાઈને બોલ્યો ” હમણા મારા ઘરે આવેલો ? ”
“ હા, પણ …. ” એટલું જ બોલી શક્યો.
“ હવે સમજાયું….ચાલ મારી સાથે. ”
કહીને તે મને તેની સાથે લઇ ગયો.મેં એનો હાથ હતી એટલી તાકાતે પકડી રાખેલો. ત્યાતો વાઘ અમારી બાજુ આવે.
“ રીતુ બીતો નહિ, તે કશું નહિ કરે. ” મને એની પાછળ રાખીને તેણે વાઘને અંદર મોકલી આપ્યો. પછી તેણે મને વાત કરી. ટૂંકમાં વાત કહી દઉં.
અમદાવાદ કાંકરીયા ઝૂમાં દલો ગયેલો, એ ટાઈમે વાઘણે ઘણા બચ્ચાને જનમ આપેલો. એમાંથી એક બચ્ચું છુટું પડી ગયેલું જે દલાના હાથમાં આવ્યું. દલાએ એમ માન્યું કે બિલાડીનું બચ્ચું ભૂલું પડી ગયું છે, એમ માનીને ઘરે લઇ આવ્યો. એનો ઉછેર પણ બિલાડી સાથે થયો. બિલાડીના બચ્ચા સાથે રમે અને બિલાડીનું દૂધ પીવે. આથી તે દેખાવે વાઘ હતો સ્વભાવે બિલાડો હતો. તેનો ઉછેર બિલાડા સાથે થયેલો. કોઈ કુતરાને જોઇને બિલાડી ભાગે એમાં આ વાઘ પણ કોઈ કુતરાને જોઇને ઘરમાં ભરાઈ જતો. દૂધ અને શાક રોટલી દાળ-ભાત ખાઈને મોટો થયો. માંસ કદી ચાખેલું નહિ. ક્યારેક કોઈ ઉંદર દેખાય તે બિલાડી ઓહિયા કરી જાય. આમ તે દેખાવનો જ વાઘ બાકી તો બિલાડી જેવો સીધો.
વાત સાંભળીને મને પણ હિંમત આવી ગઈ. અને હું પણ વાઘ બિલાડી સાથે રમવા લાગ્યો. આ દિવસ પછી ઘણી વાર હું દલાના ઘરે જતો. આની જાણ મારા પરમ કરમ મિત્ર એવા શ્રી હકેશ્વરને થઇ. પછી તો એ પણ આવવા લાગ્યો. પછી અમારી તોફાની ટોળી થોડી બાકી રહે. એમાં ટીનો એટલો વાત જવા દ્યો.
“ દલા, તને ખબર છે કે એ બિલાડી જેવો છે. અમને ખબર છે બિલાડી જેવો છે પણ ગામ લોકોને થોડી ખબર છે કે આ બિલાડી જેવો છે ? ”
“ ટીના તું શું કહે છે ? ” દીલાએ બુમ પાડી.
“ એક કામ કરીએ ચાલો તળાવની પાળે એને ફરવા લઇ જઈએ. લોકો એને જોઇને ભાગશે અને આપણા ને ગમ્મત થશે  ”
આ વાત સૌને ગમી. દલો અને ટોળી છાનીમાની વાઘને લઈને પહોંચી તળાવે. વાઘને એકલો દેખાય તે રીતે રાખીને બધા ઝાડ પાછળ લપાઈ ગયા. જે કોઈ વાઘને જુએ તો તે તો મુઠીઓ વાળી ને ભાગી જાય છે. જે જુએ તે એવા ભાગે કે વાત જવા દ્યો. થોડી વારમાં તો આખા ગામમાં ખબર પડી ગઈ કે તળાવની પાળે વાઘ આવ્યો છે. અમે બધાં ઝાડ પાછળ લપાઈને ખેલ જોઇ અને મજા લુંટીએ.
પણ એ મજા લાંબો ટાઈમ ના ચાલી. અતિ ની કોઈ ગતિ નહિના ધોરણે
જેમ્સ બોન્ડ જીગો ખબર લાવ્યો કે ઝૂ વાળા આવીને વાઘને લઇ ગયા.

 

લાઈવ રેકોર્ડીંગ, કતાર

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

6 Responses to વાઘ મારો ભાગ !

 1. Vimala Gohil કહે છે:

  છેલ્લું દ્રશ્ય તો અદભુત….. સંતાઈને બધાને ભાગતા જોવાનૂં દ્રશ્ય તો જાણે સામે ભજવાય રહ્યુ હોય તેમ જોયું… ને અન્તે “કોથળામાંથી બિલાડૂં”……
  બાકી પુરો માહોલ મજા કરાવી ગયો…….

 2. કોથળામાંથી બિલાડું તો ખરું જ ! અરબી એ વાઘના નાના બચ્ચાને પાળીને ઉછેરેલું. વાઘ મોટો થઇ ગયેલો પણ એને બહારની દુનિયાની ખબર નહોતી. એને જયારે કારમાંથી બહાર કાઢ્યો ત્યારે તે ફરતો ફરતો એક કાર નીચે જઈને સુઈ ગયો. થોડી પળોમાંજ ખેલ બની ગયેલો. માલિકે આવીને એને કારમાં લઇ લીધેલો પણ લોકો ખુબ ડરી ગયેલા. મારા એક અરેબીક મિત્રના મિત્રએ નજરે નિહાળેલ વાત છે. ત્યાર બાદ કતાર ગવર્ન્મેન્ટ એ આખા દેશમાંથી આવા પાળેલા હિંસક પ્રાણીને કલેક્ટ કરવાનો હુકમ કરેલો. નીચે આપેલ વિડીઓ જુઓ.
  એ દિલધડક પળો તો જેણે જોઈ તે જ જાણે !!

  Video

 3. Vimala Gohil કહે છે:

  OMG!!!!! દિલધડક પળો વાસ્તવમાં જોઈ નથી પણ આ વીડિયો જોતાય લેપટોપ પોતાનાથી દૂર મુકાય ગયું!!!!! thanks.

 4. aataawaani કહે છે:

  બહુજ સરસ વાર્તા છે .
  મનેખુબ ગમી . વાર્તાના કસબી રીતેશ તારી વાર્તાની ગોઠવણ વખાણવા જેવી છે . તે વાઘ ને કતારના રોડ ઉપર હરતો ફરતો દેખાડ્યો . કારોની વચ્ચે
  મેં એક કવિતા બનાવી છે એમાં મેં વાઘની કડી આવી રીતે લખી છે .
  ભાઈચારો વધી જશે આ જગમાં ભાઈચારો વધી જાશે .. સિંહણના બચ્ચા hliહળીમળીને ગલુંળીયા ભેગા ખાશે અંબા માનો વાઘ પણ તરબૂચ ખાશે આજગમાં ભાઈ ચારો વધી જાશે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s