મ ન ગમતાં સંવાદો-૫

ગમતાં સંવાદો

“ હજી તું શર્ટ અને દેશી પેન્ટ જ પહેરે છે ? ”

“ કેમ ? હું જોકર જેવો તો નથી લાગતો ને ? ”

“ તારો જવાબ હું આપું તો, ના જોકર જેવો બિલકુલ નથી લાગતો. ”

“ મારો જવાબ પણ એજ કે, આ કપડા પહેરું કે તારા જેવા પહેરું, એમાં ઓળખ તો એજ રહેવાની ”

“ ઓહ ઠીક છે જવા દે, પણ હજી તારી બોલવાની સ્ટાઈલ પણ એજ છે ”

“ ગામ માં બધા બોલે એવું જ તો હું પણ બોલું છું. અને હું કોઈ નાટક કે ફિલ્મોમાં કામ નથી કરતો કે અલગ દેખાવા માટે સ્ટાઈલ બદલવી પડે. ”

“ એ તો બરાબર પણ થોડું પરિવર્તન આપણામાં થાય તો નુકસાની નથી ! ”

“ અને ફાયદો પણ નથી રાઈટ ? ”

“ ઓહ, તું કેમ આવું વિચારે છે ? ”

“ હું તો ફક્ત તારા પ્રશ્નોને અનુસરું છું અને જવાબો આપું છું ”

“ ખરું, પણ મારી વાત તને સમજાય છે ખરી ? ”

“ ચોક્કસ સમજાય છે. તારું એજ કહેવાનું થાય છે ને કે; મારામાં કોઈ પરિવર્તન ના આવ્યું ? ”

“ સમજે છે તો પછી કેમ……? ”

“ તું પણ થોડા વર્ષો પહેલા મારી જેમ રહેતો હતો. મારા જેવા કપડા પહેરતો હતો. મારી જેમ બોલતો હતો. ”

“ હા, જો હવે તારામાં ને મારામાં કેટલો ફરક છે ? ”

“ તને કદાચ ખોટું લાગશે પણ, જો તું અહીંજ રહેતો હોત તો ? તારા માં ને મારામાં કોઈ ફરક હોત ? ”

“ ચલ જવા દે, ઘણા ટાઈમે મળ્યા છીએ તો કોઈ બીજી વાતો કરીએ ”

“ હમ્મ્મ્મ ”

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

13 Responses to મ ન ગમતાં સંવાદો-૫

 1. Vimala Gohil કહે છે:

  “ મારો જવાબ પણ એજ કે, આ કપડા પહેરું કે તારા જેવા પહેરું, એમાં ઓળખ તો એજ રહેવાની ”
  આપણી ઓળખ આપણે પોતે જ…વાહ, સરસ.

 2. Ritesh Nishar કહે છે:

  બહુજ સરસ…કેમ કરીને લોકો પોતાની ઓળખ ભૂલી જાય છે એ ખબર પણ નથી પડતી.

 3. ekvablogger કહે છે:

  આપણી ઓળખ આપણા વિચારોથી થાય….!…
  સરસ રજૂઆત. …

 4. Jason કહે છે:

  I wanted to thank you for this great read!!
  I absolutely enjoyed every bit of it. I’ve got you bookmarked to
  check out new stuff you post…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s