મ ન ગમતાં સંવાદ-૧

મિત્રો,
નમસ્કાર !! કુશળ હશો.
ઘમ્મર વલોણુંના અદભુત પ્રતિસાદ બાદ એક નવી સીરીઝ ચાલુ કરવાનો વિચાર આવ્યો. ચાર પાંચ દિવસ તો એમજ નીકળી ગયા કે કયા ટોપિક પર લખું ? યા તો એવું શું લખું કે જે જુનું અને જાણીતું, પણ વાંચવાનું ગમે ? મનમાં વિચાર આવે એટલે એક વાર તો લખીશ જ, આપ લોકોનો આવકાર નહિ મળે તો બંધ કરી દઈશ.( ઘરની જ ખેતી છે ને ! ) અંતે એક નવું ટાઈટલ મળ્યું છે જેનું નામ છે  મ ન ગમતાં સંવાદ  તમને ગમે તો અને ને ભેગું વાંચજો બાકી તો જે છે તે બરાબર લાગશે. ઘમ્મર વલોણું સીરીઝ પણ ચાલુ રાખીશ. ફરી એકવાર આપ સૌનો દિલથી આભાર.

ગમતાં સંવાદો

“ બહુ ઉદાસ જણાય છે ? ”

“ હમમ… ”

“ તારા ચહેરા પર કોઈ ટેન્શન હોય એવું લાગે છે ! ”

“ હા યાર કંઈક એવું જ છે ”

“ મિત્ર પાસે દિલ ખોલવાથી ભાર હળવો કરવાનું તો શાસ્ત્રોમાં પણ લખ્યું છે. ”

“ સાચી વાત છે પણ , મિત્રને બોજારૂપ બનવું નથી ગમતું ”

“ ઠીક છે, પણ કોઈને તો તારે કહેવું જ પડશે. એનાથી મને જ કહી દે. ”

“ વ્યવહારિક કામો, ઘરની જવાદારી અને માંદગીઓને લઇ થોડી આર્થિક સંકડામણ અનુભવુ છું.  ”

“ અરે યાર બહુ સેડ વાત છે. ”

“ એટેલે જ તો, પણ શું કરું ? મને કોઈ પાસે પૈસા લેવાની આદત નહિ ને ! ”

“ અરે ગાંડા, હું છું ને, જરા પણ ચિંતા ના કરીશ ”

“ થેંક યુ દોસ્ત, તેં મારું અડધું ટેન્શન દુર કરી દીધું. ”

થોડા દિવસો પછી

“ આપણે થોડા દિવસ પહેલા વાત થયેલી..યાદ છે ? ”

“ અરે હા બિલકુ યાદ છે કહે, હું છું ને ! તને કોઈ પાસે પૈસા લેવાની આદત નથી; તો તારે કયા માંગવા છે, હું તારી જોડે આવીશ. હું માંગીશ; મિત્ર જો છું તારો ”

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

12 Responses to મ ન ગમતાં સંવાદ-૧

 1. Maulik Zaveri કહે છે:

  Har ek friend kamina hota he 😁😁😂 par jaruri hota he

 2. Vimala Gohil કહે છે:

  સંવાદ તો મનગમતો , અને રમુજી .
  “હું છું ને, જરા પણ ચિંતા ના કરીશ ”
  એટ્લું કહેનાર મિત્ર હોય પછી શું જોઇએ?

 3. aataawaani કહે છે:

  બે મિત્રો બેઠા હતા , અને વાતોએ વળગ્યા હતા એટલામાં એક મિત્રનો કોઈ દુશમન આવ્યો અને તેને મારવા માંડ્યો મારનારો માર ખાનારથી બળીયો હતો એટલે સામનો કર્યા વગર માર ખાધા કર્યો . એટલે એની સાથે બેઠોતો એ મિત્ર બોલ્યો એલા શા માટે માર ખાધા કર્યો એને તે કેમ ન માર્યો મિત્ર બોલ્યો હું એને પહોંચી શકું એમ ન હતો એટલે મેં તેનો સામનો ન કર્યો . એની વાત સાંભળી મિત્ર બોલ્યો જા જા માર માર હું બેઠો છુને ?
  એ મારવા ગયો એટલે ફરીથી પેલાનો માર ખાધો . માર કમીને આવ્યા પછી તે ણે એના મિત્રને કીધું તું કહેતો હતોને હું બેઠો છું . તે બોલ્યો હું હ્જોય બેથોજ છુને .

 4. aataawaani કહે છે:

  ઘમ્મર વલોણું બરાબર ગાજતું રહેશે .અને સમય આવ્યે માખણ નીકળી આવશે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s