નહોતું માંગ્યું

                        નહોતું માંગ્યું

બે હાથ જોડીને તારી સન્મુખ ઉભો રહી ગયો દ્વારે

સજળ નેત્રે જોયા કરેલું તારા ગર્ભગૃહ વચ્ચે રહી

તારા દર્શનની એક ઝાંખી પણ જો થઇ જાય એવી

અમી દ્રષ્ટિ ફેંકવાની અરજ કરી જોઈ પણ જે તેવી

કોને ખબર પળો થંભી જશે કે જશે ધપતી આગળે

જંપી જશે એ ગમગીની છતાં હૈયે ધરબાશે વેગળી

કરકમર જોડી  ઉભાય રહેવાની હામ અકબંધ હજી

દ્વારો તો છે નહિ છતાં દ્વારપાળોને કેવી હુકમબાજી ?

નફફટ થઈને આવું છું ને વણ જોઈતું બકી જાઉં છું

હૈયે તો ધરપત તને ઘણી એ અકળતા હું જાણું છું

વાહ રે પ્રભુ, સંતૃપ્ત થઇ ગયો શું આજ પહેલા દીઠું

આવું નહોતું  માંગ્યું  છતાં મળી ગયું જે લાગ્યું મીઠું

મુખવાસ : નમ્ર બનવાથી માન અને મોભો જળવાઈ રહે છે.

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

4 Responses to નહોતું માંગ્યું

  1. NAREN કહે છે:

    ખુબ સુંદર રચના

  2. Vimala Gohil કહે છે:

    “વાહ રે પ્રભુ, સંતૃપ્ત થઇ ગયો શું આજ પહેલા દીઠું
    આવું નહોતું માંગ્યું છતાં મળી ગયું જે લાગ્યું મીઠું”—
    પ્રભુની ક્રુપા સાથેનો મુખવાસ પણ મીઠો-મીઠો..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s