ઘમ્મર વલોણું-15

ઘમ્મર વલોણું-15

પથારીમાંથી ઉઠતાં જ આંખો ખોલી કે, સામે દીવ્યતમ રૂપી અજવાસ પથરાઈ ગયો. રાતનો થાક તો અંધારા સાથે ઓગળી ગયો લાગે છે. નવીનતમ દિવસની શરૂઆત એક તાજા શ્વાસના આશ્લેષ સાથે થઇ. ઘરની બહાર ચકલીઓનું વૃંદ ચી ચી ચી કરીને સંગીત રસ પીરસી રહી છે. તો ફૂલોની સોડમથી રૂમ મહેકી ઉઠ્યો છે.

આંખોથી આ રૂડું ઉજીયાળું જગ દેખાયું. નાકોથી એ ફૂલોની મહેકતી સોડમ લઈને ધન્ય બન્યો. મધુર સંગીત સાંભળીને મન સાથે તન પણ ડોલી ઉઠ્યું. એક તાજા શ્વાસનાં પમરાટે એય અનુભવ્યું કે મારું શરીર અલમસ્તાન છે, કોઈ તો તકલીફ નથી. ગઈ કાલે એક સ્વજનની તબિયત કુશળતા અર્થે હોસ્પીટલે ગયો તો દિલને ઘણું દુઃખ લાગેલું. પણ પરત ફર્યો ત્યારે ત્યારે મારા શરીર સામે જોયું તો ખુશી પણ થઇ કે, હાશ મારે કોઈ તકલીફ નથી. સવાર સવારમાં જે અનુભૂતિઓ થઇ તે અદ્વત છે !

રે પરમેશ્વર ! કાલે તો મારાથી ઘણું વધુ પડતું તને કહેવાઈ ગયું. મારા દુઃખનો ડુંગરો માથે મેલીને તારા ધામે આવેલો. મેં બહુ કકળાટ કરેલો કેમ ? રોડના એક ખુણામાં ટૂંટિયું વળીને પડેલ; જર્જરિત વસ્ત્રધારી વ્યક્તિને જોઇને મારા દેહ સામે જોયું તો મારી શંકાનું નિવારણ થઇ ગયું. મારો દેહ તો સંપૂર્ણ રીતે સાફસુથરા વસ્ત્રોથી સજ્જ છે. હોસ્પિટલમાં એક લાચાર વ્યક્તિ, ડોક્ટર પાસે પગમાં આળોટતો જોયેલો તે હજી મારી આંખો સમક્ષ તરવરે છે.

“ ડોકટર, તમે જોઈએ એટલા રૂપિયા લઈલો, પણ મારી પત્નીને બચાવી લો. ”

કોઈ તો એવું કહે છે કે રૂપિયામાં ઘણી તાકાત હોય છે. તો એ વ્યક્તિ રૂપિયાની તાકાત તો નહોતો જ લગાવતો, બે હાથ એના જોડેલા હતા. તેના ચહેરા પર પાવર નહોતો પણ પીડા હતી !

હે દીનાનાથ, મારી બધી પ્રાર્થનાઓ હવે મને બેબુનીયાદી લાગે છે. જે દુઃખના રોદણા હું તમારી પાસે રડી ગયો તેના માટે મને ખેદ છે. મને ખબર નથી કે તમારા દરબારમાં કરેલી ફરિયાદો અમારા સરકારી કોર્ટની જેમ પાછી ખેંચી શકાય ! હવે તમે મને એવું ના કહેતા કે મારે તો એ રોજનું થયું. થોડીક ભીડ પડીકે તારા દ્વાર ખખડાવું છું. એવું નથી વ્હાલા, મેં બીજા દ્વારો પણ ખખડાવી જોયા છે. લોકો તો એવું કહીને ભગાડી મુકે છે, જેવા મારા નસીબ ! અને મને તો એટલું જ્ઞાન મળેલું છે કે નસીબની બધી રેખાઓ તો તમારા દ્વારે આવીને અટકે છે. બીજાની તો મને ખબર નથી પણ, મને એ રેખાઓ પ્રાપ્ય થાય તો હું કદી તમને હેરાન ના કરું. તમારું મૌન સ્મિત મને અકળાવીને પણ શાતા આપે છે. કાશ હું પણ મૌન બનીને આવ્યો હોત ! અને તમે મારી બધી ફરિયાદો ને મૌન મને સાંકેતિક રીતે એનો ઉકેલ આણો.

હવે હું મને પોતાને દુનિયાનો ખુશમાં ખુશ વ્યક્તિ સમજું છું.

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

5 Responses to ઘમ્મર વલોણું-15

 1. aataawaani કહે છે:

  प्रिय रतेश तरु घम्मर वलोणु वांचयु . सरस पध्धतिथि लखाएल छे . सच्ची वात छे के परमेश्वर आगळ रोदना रोवणो कोई अर्थ नथी एने भाग्यमा लखि राख्यु छे . ेप्रमाणे थातुंज रहे छे .
  एक जोक याद आव्यो . एक माणसनी पत्नी बीमार हती . तेने लई ते डॉक्टर पास गयो . डॉक्टरe कीधु २०० रुपिया चार्ज थशे . पति बोल्यो इने मरवा दो अमारी नात्मा सो रुपियामा बायडी मले छे . एक बीजो मांस बीमार पत्नीने लेने डॉक्टर पास गयो डॉकटर कहे २०० रुपिया चार्ज थशे / पीटीआई बोल्यो ऑटो हु लोक लाजे तमारी पास आव्यो छू . तमे जो मारी नाखो तो हुँ तमने ५०० रुपिया अपिश अमारी नात्मा पुष्कल रूपया दहेज़ साथे बायडी मळे छे .

 2. aataawaani કહે છે:

  आ वार्ता प्रशंशा करवा योग्य कहेवाय ,

 3. aataawaani કહે છે:

  પ્રિય રીતેશ
  તુંતો મારા લેખો ખૂણે ખાંચરેથી ગોતીને વ્વાંચે છેબહુ ખતીયો માણસ કહેવાય .મને બહુ ખુશી થાય છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s