ઘમ્મર વલોણું-૧૩

ઘમ્મર વલોણું-૧૩

લોકો કહે છે કે સુખની અનુભૂતિ તો દુઃખ જ કરાવે છે. દુઃખ પછી સુખ આવેજ છે. આ બધું તો સાનુકુળ પરિસ્થિતિ હોય ત્યારે કહેવામાં બહુ મજા આવે છે. પણ આપણે પોતે પીડિત હોય ત્યારે ? આવી બધી અવઢવ મનમાં ઘુમરાયે જતી હતી. હવે તો હરિના દ્વાર ખખડાવયે જ છૂટકો ! સુદામાની જેમ અવઢવનો ટોપલો બગલમાં દબાવીને ગયો ભગવાન પાસે. એજ સ્મિત કરતી મુદ્રામાં મારું સ્વાગત કર્યું. એક પળ તો હું પણ એ ભૂલી ગયો કે કેમ આવ્યો હઈશ. જાણે તેઓ મારી જ રાહ જોઇને બેઠા હોય ! કંઈ એવું તો નથી ને કે અવઢવના ટોપલા લઈને હું એકલો જ ફરું છું ?  એમના પગ પાસે જઈને બેસી ગયો.

પ્રભો, મારા મનમાં એક ગડમથલ ચાલી રહી છે……. હજી તો આગળ બોલવા જતો હતો કે મને અટકાવી દીધો.

પહેલા મારે તને કશું કહેવું છે. પછી એવું ના બને કે તારા લાંબા લાંબા રોદણા સાંભળીને હું ભૂલી જાઉં…. ને મારે તો બે હાથ જોડીને બેસવા સિવાય કોઈ આરો નહોતો. એજ સ્મિત કરીને હાવભાવ ભરી મુદ્રામાં એમણે ચાલુ કર્યું.

વત્સ, થોડી વાર પહેલા એક ટોળું આવેલું. બધાની એક કોમન ફરિયાદ હતી, નાખુશ. તમે લોકો કોણ જાણે હવે ફરિયાદ કરવાથી ટેવાઈ ગયા છો. આવીને દુઃખના અને દર્દના રોદણા રોવા લાગો છો. કરોડો વર્ષથી હું આ આસને બેસું છું. અબજોના અબજો લોકો મારી પાસે આવે છે. એમાંથી બધા કંઈ ને કંઈ માંગવા આવે છે યા તો દુઃખ અને પીડાની વાતો કરે છે. કોઈ તો એવું નથી આવતું કે જે સંતોષ માટેનો આભાર વ્યક્ત કરે !

અરે, તે દિવસે તો તમેજ કહેતા કે માનવી કદી સંતોષી હોઈ જ ના શકે !

વત્સ, એમ કહેવાથી મારી વાત પૂરી નથી થતી. તમને ચાલવા માટે બે પગ આપ્યા છે, કામ માટે બે હાથ. અને આંખો, કાન, જીભ, નાક વિગેરે અંગો તો શણગાર માટે નથી આપ્યા. અને સૌથી મોટો ઉપહાર તો તમને ચેતનવંતુ મગજ આપ્યું છે. એક વર્ષમાં અગિયાર મહિના સારા ગયા તેનું કોઈ વર્ણન નહિ પણ એક મહિનો દુઃખમાં કે પીડામાં ગયો તો દોડી આવો છો મારી પાસે. કોઈ દિવસ આવીને તમે ખુશ છો એવું પણ કહી જાવ. અમારે પણ દિલ અને મગજ છે. અમને પણ કોઈ દિવસ રીલેક્ષ કરી જાવ.

તમે કદી અસત્ય તો બોલી જ ના શકો પ્રભુ. પણ આજ હું તમારા સ્મિતથી ભોળવાઈને ચાલ્યો નહિ જાવ. અમે તો એટલું જાણીએ કે બધા દ્વાર બંધ થાય ત્યારે ઈશ્વરનું દ્વાર ! જો એનાથી મોટું કોઈ બીજું આશ્રય સ્થાન હોય તો કહો, અમે લોકો ત્યાં જઈશું. અને તમને રીલેક્ષ …..

હજી તો મારી વાત આગળ વધે ત્યાર પહેલા તો આરતીનો સમય થઇ ગયો.

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s