દીપાવલી મુબારક

દીપાવલી મુબારક

HAPPY DIWALI & PROSPEROUS NEW YEAR

Wish you a colorful, healthy and happy life.   

HPD1

ઘમ્મર વલોણું- ૧૦

જુના વર્ષનો જુનો થાક અને જુના હિસાબ-કિતાબને છાવરતું નવું વર્ષ આવી પણ ગયું. હવે તો નક્કી કર્યું કે નવા વર્ષે, નવો દાવ ! કોઈ પણ ગફલતથી સાવધ બનીને આગળ વધીશ કે, પાછા ફરવાનો વારો ના આવે. એક પણ હરફ એવો નહિ ઉચ્ચારું કે થૂંકેલું ગળવું પડે ! એવા વ્યક્તિ સાથે સ્નેહ બાંધીશ કે જે ઋણાનુબંધ રહે. એટલો પ્રેમ વહેંચીશ કે કોઈ ઉબી ના જાય ! મિત્રોને એવા ગઠબંધને બાંધીશ કે, શત્રુતા જન્મતા પહેલા શરમાઈ ને નજીક ના આવે. પ્રસંશા એવી કરીશ કે ઈર્ષ્યા ને કોઈ અવકાશ ના મળે ! સૌને એવી રીતે નમન કરીશ કે એમના હાથ મારા માથા પર આશિષ આપતા રહે !

દરેક નવા વર્ષની પૂર્વ સંધ્યા એ તમારી સન્મુખ આવીને આવું જ બોલું છું એવું કહો છો ને પ્રભુ ? હું તો મારા પથ પર સાવધ બનીને જ જતો હોય છું; પણ વચ્ચે ખાડા ટેકરા આવી જાય છે તો હું શું કરું ? હવે એવું ના કહેતા કે ટેકરા ભલે મેં બનાવ્યા; પણ ખાડા તો અમે જ ખોદીએ છીએ. એક એક શબ્દનો ઉચ્ચાર જીભ ને સજાગ કરીને કરું છું. કોઈ સાથે દુર-વ્યવહાર કરવો ?અક્ષરોની આટી ઘૂંટીમાં અટવાઈ જવાય તો હું શું કરું ?

ગરિમા સાથેની ઉષ્મા એ સ્વજનો કે અન્ય જનો સાથે સહિષ્ણુતા કેળવવી; તેવું માનીને જ પહેલ કરું છું. સાથ અને સહકારની ઉદારતા ખુલી કરી દઉં છું. લાગણી અને દયાના ભંડારો અગ્રીમ કરું છું. તો સામે પક્ષેથી મારો કોઈ સ્વ-સ્વાર્થ હોવાના આરોપો લમણે જીંકાય તો હું શું કરું ? કોઈ સાથે હેત અને પ્રીતથી વાર્તાલાપો આદરું છું. આદર સત્કાર કરીને તેઓને માન પણ આપું છું. આમ કરવા જતા તો તેઓ એવું કહે છે કે દિલના ઉભરા ને એમ જ્યાં ત્યાં ઢોળી ના નખાય !

પરમ કૃપાળુ, આવીજ રીતે દર વર્ષે આવીને તમારી સાથે મારા અટવાયેલા જીવનની કથની કરું છું. અને તમે તો હર હમેશ જે સ્મિત ફેલાવીને મને સમજાવો છો; તેવું સ્મિત આજે પણ તમારા મુખ પર ફરકી રહ્યું છે. એ મોહક સ્મિત જોઇને કોણ જાણે હું પણ બધું  વિસરી જાઉં છું. હું પણ હંમેશ માફક સહેલાઈથી સમજી જાઉં છું. અને ફરી નવા વર્ષને વધાવવા ઘરના આંગણે રંગોળી પુરવા બેસી જાઉં છું.

મિત્રો, સૌને દીપાવલી મુબારક !!

આપના જીવનમાં સદા સુખ, શાંતિ, સમૃદ્ધિ, શીતળતા અને સ્નેહ જળવાઈ રહે તેવી જ અભ્યર્થના !!!

મુખવાસ : દીપથી દીપ પ્રકટે ને દીપથી પ્રકટે આગ

                ચૂંટવું તો આપણા થકી પ્રકાશ કે કાજળ !!

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

4 Responses to દીપાવલી મુબારક

  1. nabhakashdeep કહે છે:

    શુભ વિચારોમાં વિહરતા રહો…ને આત્મસંતોષે આનંદ અનુભવતા રહો નવલા વર્ષે..શ્રી રીતેશભાઈ.. આપ આપના મજાના પરિવાર ને મિત્રો સાથે.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s