ઘમ્મર વલોણું- ૯

ઘમ્મર વલોણું-

મારું દફતર ઉપાડીને મને સ્કુલના ક્લાસ સુધી મુકીને પછી જ પાછી વળનારી બહેન. માંબાપ મારી સાથે કોઈ ઉગ્રતા દાખવે ત્યારે એ ચોક્કસ વચ્ચે કુદી પડતી. અને જરૂર પડે તો મારા વતી એ માર પણ સહન કરતી. મારી બાલીશતા અને તેની મહાનતાના સરવાળા કે બાદબાકી કરવા તો ગણિત પણ ટૂંકું પડશે. બેય હવે તો મોટા થઇ ગયા છીએ.

હવે મને થોડી સમજ આવી છે તો આવું લાગે છે કે છોકરા કરતા છોકરીમાં જલ્દી પરિપકવતા આવી જાય છે. ઘણી વાર તો મને હજી પણ એવું  લાગે છે કે બેનની સરખામણીએ હું હજી બાળક જ છું. જો કે એ વાત જુદી છે કે એનો વ્હાલનો દરિયો મને આવું ફિલ કરાવતો હોય. થોડી સમજ શક્તિ મને વિવશ અને ગંભીર બનાવી દે છે. ઘરમાં એની એક પળની પણ ગેરહાજરી મારા માટે તો અકળાવનારી રહેતી. ક્યારેક તે બહારગામ જાય તો હું રડમશ રહીને બધા સાથે આખડવા લાગી જતો. એજ તો હતી, જે મને સંકટમાં સાથ આપતી, પછી તે ઘરનું હોય કે શેરીનું !

થોડા દિવસ પછી એના લગ્ન છે. ઘણાં લગ્ન પ્રસંગોમાં હું ગયો છું. અમે બંને સાથે પણ ગયા છીએ. વિદાય વખતે કન્યા રડે એ પણ જોયેલું છે. પણ હું તો અબુધ; કન્યાઓની આંસુ સારતી ઘડીએ તો અમે કોણ જાણે કેવી રમતોમાં લાગી જતા. હવે ખ્યાલ આવે છે કે, બેન તો હવે સદા માટે આ ઘર છોડીને જતી રહેશે.

“ બેન, તું આ ઘર છોડીને જશે તો મને ઘર ખાલી ખાલી લાગશે ”

“ નહિ લાગે વીરા, સોફા અને ઘરનું રાચરચીલું તો હશે જ; અને એનાથી ઘર ખાલી નહિ લાગે. અને વિશેષ તો હું આ ઘરમાંથી ખાલી યાદો અને વડીલોના આશીર્વાદ જ લઇ ને જાઉં છું. અને એ ક્યાં ભૂલી જાય છે કે તારી સાથે વિતાવેલ સંસ્મરણો તો અહી જ મુકીને જઈશ. ”

“ હા બેની, કાશ ઉપસ્થિતિ કરતા સંસ્મરણોનું મુલ્ય વધુ હોય. ”

“ એ વધુ જ છે. તું તો હજી મારો અબુધ ભાઈ જ રહ્યો. સમય આવશે તને સમજાઈ જશે. કાશ, તું મારી મજબુરી પામી શકે. કેવળ સ્વસ્વાર્થ ને ના વિચાર. ”

“ કાશ, આ મારો સ્વસ્વાર્થ હોય ! ”

“ તારા પક્ષે આજે પણ હું લડી શકું તેમ છું; અને થોડો માર સહન કરવાની પણ તૈયારી છે. ”

“ ના બેની, હવે તને કોઈ ના મારે, માં કહેતી કે તું થોડા દિવસની મહેમાન છે. મને પણ તને તંગ કરીને સતાવવાની ના પાડી છે. ”

“ આટલો ડાહ્યો છે તો ! ”

બેન સાથે કરેલ મીઠા જઘડા યાદ કરીને હસવું કે રડવું કશું સમજાતું નથી. આવી પણ પળો મારા માટે સર્જાયેલી હશે ? કદી એવો વિચાર નથી આવ્યો. પ્રસંગોપાત મળીએ ત્યારે તો વાતોને વાગોળીને હૈયે હુંફ ભરી લઈએ છીએ. પણ તોયે છાને ખૂણે મારી આંખડી નીતરવા લાગે છે.

( કોઈ પણ સબંધો વિષે લખતા તો ગ્રંથો ભરાય ! અહિયાં મને અને બેન ને રૂપક તરીકે રજુ કર્યા છે. )

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

4 Responses to ઘમ્મર વલોણું- ૯

  1. Vimala Gohil કહે છે:

    આપની આ રૂપક વાર્તા વિષે કોઇ પણ પ્રતિસાદ આપવો એ લગણીઓને અન્યાય કર્યો કહેવાય એમ માનું છું. તેથી:
    “માણ્યું તેનું સ્મરણ” કરવાનો લ્હાવો આપવા બદલ આભાર એટલું જ કહું.

  2. nabhakashdeep કહે છે:

    જીવનની મીઠાશ આવા સંબંધોની મીઠી પળો વડે જ છલકે છે. આપના હૃદયમાં જે કૌટુમ્બીક પ્રેમનો વારસો છે..એ પાત્ર બની વહે છે..અને તેથી જ ધારી અસર અનુભવાય છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s