ઘમ્મર વલોણું-૮

ઘમ્મર વલોણું-

પૂર્વ સંધ્યાએ આથમણી કોરે નિશાએ રંગોળી પૂરી કે સુરજ દાદો એકદમ હાંશકારો કરીને થોડી પળો માટે સ્થિર બની ગયો. હવે તો ખુશીથી ઘરે જઈશ ને મજાના બારેક કલાકનો વિશ્રામ કરીશ. એમ મનમાં બોલીને તે હરખાવા લાગ્યો. તેનો હરખ ધરતી વાસીઓ પણ જાણી શક્યા. બપોરે કાળજાળ ગરમીના કોગળા ઓકતો અત્યારે હેમ બની ગયો ! થોડી પળોમાં તો પોતાની લીલા સંકેલીને સૂર્ય જતો રહ્યો. એના જવાથી સંધ્યારાણીએ પણ વિદાય લીધી એને ખબર હતી કે જેવું રાત્રિનું આગમન થશે કે પોતાની રંગોળી વિખેરાઈ જશે.

મંદિરોમાં આરતીઓનો ઘંટારવ થઇ જાય કે માનવો અને પશુઓ પણ પોતપોતાના ઘરે આવી જાય છે. દિવસ આખો કલબલ કરતા પક્ષીઓ પણ માળામાં આવીને ભરાઈ ગયા. ( આજે પણ આવા દ્રશ્યો જોવા મળી શકે છે ! )

આહ, કેટલી બધી શાંતિ !!

લોકોની હેરફેર અને ક્રિયાઓને નિહાળીને દિવસે તો સંપૂર્ણ પણે વિદાઈ લીધી. રાત્રી ધીરે ધીરે પોતાનું સામ્રાજ્ય જમાવવા કૃતજ્ઞ થઇ ગઈ.

ધીરેથી મેં એના સામ્રાજ્યમાં ખલેલ પાડી “ કોઈના પર દબદબો જમાવવાની મજા આવે છે ને ? ”

“ તું, દબદબો કહીને મને છંછેડે છે કે; પોતાની ભડક મારી પર છાંટે છે ? ”

“ ઓહ, સવાલની સામે સવાલ તો અમે માનવી લોકો કરીએ, હવે તમે પણ ?? ”

“ ઓકે, તો હવે તને શું પેટમાં દુઃખે છે એ કહીશ ? ” એક સણસણતા સવાલ સાથે મારું સ્વાભીમાન પણ હણાઈ ગયું. મેં ચાલુ કરેલું તો હવે કહેવું તો પડશે જ !

“ પેટમાં ચૂક આવવી તે મારા સ્વભાવમાં છે, એમ આવેશમાં આવીને મારા પર ક્રોધ ના કરીશ. પણ હા, એટલું ચોક્કસ છે કે દિવસને વિશ્રામ આપવા માટે રાત્રિનું આગમન એટલું જ જરૂરી છે. ” બોલીને મેં એને શાંત પાડી. મારોય માનવ સ્વભાવ ખરો ને !

રાત્રી પડે કે, દિવસભર કામ કરીને થાકેલા લોકો પથારીમાં પડીને નિરાંતનો દમ લે છે. સુતા સુતા સ્વૈર વિહારની સાથે મનરંગી સપનાઓમાં રાચવા લાગે છે. શરીરના અંગો પણ હાશકારો અનુભવીને વિશ્રામે છે. એવી જ હાલત પશુઓ કે પક્ષીઓની પણ ખરી !

હજી તો મારી વિચારવાની ક્ષમતાને આગળ ધપાવું કે, મારી વિચારધારા તૂટી ગઈ.

“ કેમ રે, ભલે મારું રાતનું કે દિવસનું ભેગા રહેવાનું શકય નથી. પણ એ મામલો મારા અને દિવસનો છે. એમાં તમે માનવ લોકો કેમ સમય મળે ત્યારે નિંદા કરવા લાગી જાવ છો ? ”

રાતે એવું વડચકું ભર્યું કે, ક્યા જઈશ ? જ્યાં જોવું ત્યાં રાતે જ પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું છે. અને આમ ને આમ ભાગતો ફરીશ ત્યાં વળી દિવસ આવી જશે. રાત પણ દિવસને આ વાત નહિ કહે, એની કોઈ ખાતરી તો હતી નહિ. બની શકે કે દિવસ પણ રાતની જેમ જ વિચારતો હોય !

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

5 Responses to ઘમ્મર વલોણું-૮

 1. Vimala Gohil કહે છે:

  “મંદિરોમાં આરતીઓનો ઘંટારવ થઇ જાય કે માનવો અને પશુઓ પણ પોતપોતાના ઘરે આવી જાય છે. દિવસ આખો કલબલ કરતા પક્ષીઓ પણ માળામાં આવીને ભરાઈ ગયા. ( આજે પણ આવા દ્રશ્યો જોવા મળી શકે છે ! ”

  હા, જરૂર જોવા મળી શકે છે .
  રાત્રિ સાથેનો સુન્દર સંવાદ.

 2. Vimala Gohil કહે છે:

  “મંદિરોમાં આરતીઓનો ઘંટારવ થઇ જાય કે માનવો અને પશુઓ પણ પોતપોતાના ઘરે આવી જાય છે. દિવસ આખો કલબલ કરતા પક્ષીઓ પણ માળામાં આવીને ભરાઈ ગયા. ( આજે પણ આવા દ્રશ્યો જોવા મળી શકે છે !)”
  હા, જરૂર જોવા મળે છે આવા દ્રુશ્યો.
  રાત્રિ સાથેનો સુન્દર સંવાદ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s