ઘમ્મર વલોણું-૭

ઘમ્મર વલોણું-

કંટક અને કાંકરા ભર્યો રસ્તો પાર કરીને હું માંડ થોડો આગળ વધ્યો કે, સામે પર્વતોની હાર દેખાઈ.  ખીણો અને પહાડીઓમાં આખડતો બહાર આવ્યો કે સામે વેરણ ઠંડીલા બરફનું જંગલ દેખાયું. બરફનો ઠંડો દાહ અંગો ને તો ઠીક પણ કાળજાને પણ કકડાવી નાખતો. એ બરફની વાજડી તો કદી, જોઈ તો ઠીક સાંભળી પણ નહોતી. એ બધાનો સામનો કરતા કરતા તો હું આ વિરાટ કૈલાશ સુધી આવી ગયો છું, દેવ. આ પર્વત કોઈ નાનો સુનો નથી, કંઈ કેટલુંયે ભટક્યો. કેટલુંયે અથડાયો; છતાં હજી તારા દર્શનની ઝાંખી પણ દુર્લભ છે. અરે, કોઈ તો દેખાતું નથી, કોઈ તો સામે મળતું નથી. તમારું સરનામું કોને જઈને પૂછું ? ઘરેથી નીકળ્યો ત્યારે તો મને એક જ વાત કહેવામાં આવેલી કે ભોળાનાથ તો કૈલાશ પર મળે.
સામે કશુક દેખાય છે. કહેવાય છે કે તમે તો સ્મશાનમાં વધુ રહો, અને સાથે ભૂતની ટોળી પણ રાખો છો. ખેર, ભૂત તો અમને મનુષ્યને ના દેખાય પણ સ્મશાન તો દેખાવું જ જોઈએ. હું એ ભોળાનાથના  દર્શન કરવા આવ્યો છું. અને ભોળો બની ગયો. અહી કોઈ તો દેખાતું નથી; તો સ્મશાન પણ કોનું હોય ? મારી મતી તો ભટકે છે.
હવે શું કરું ? આકાશ સામે જોયું તો વાદળા ય પોતાની સામે હસી રહ્યા છે કે શું ? ના ના કદાચ, એમની વધુ નજીક જઈએ એટલે એવો ભ્રમ પણ થાય. ચાલો એટલું તો સારું થયું કે મનમાં ભ્રમ શબ્દ આવ્યો. આ બધા ફેરા કોણ જાણે એક ભ્રમણા હોય !
આટલા બધા સંકટો પાર કરીને આવ્યા પછી ભોળાનાથના દર્શન કર્યા સિવાય તો પાછું કેમનું જવાય ? દેવાધિદેવ, મનુષ્ય જાત છું ને; માફ કરજો અગર મારાથી રિસાઈ ગયા હોય તો ! મને એટલું તો ભાન છે જ કે બ્રહ્માંડના અણુએ અણુ, કે પરમાણુમાં તારો વાસ છે. તો હે નાથ તું પ્રકટ થા, મને દર્શન આપ. તારા દર્શન કાજે અધીરી બનેલી આ આંખડીઓ તને જોવા આતુર છે. અને દિલમાં વ્યાપેલ જુગુપ્ષા તો તારાથી પણ અજાણી નથી. એમ મનમાં રટ કરતો હું કૈલાશ પર્વતની વચ્ચે, ઉભો અટવાતો હતો કે એક ગેબી અવાજ આવ્યો. મારા તો કાનના પડદા જાણે તૂટી ગયા. આંખોની રોશની છીનવાઈ ગઈ, અંગો શીથીલ બની ગયા. થયું કે નક્કી આ કૈલાશ પર અત્યારે  સ્મશાનની જરૂર પડશે.  અવાક થઈને અવળું ફર્યો તો જે મૃદુ અવાજ આવ્યો તેનાથી અંજાઈ ગયો અને સાથો સાથ ડઘાઈ પણ ગયો. લાગે છે એ નક્કી દેવાધિ દેવ જ છે. અને અવાજ પણ એમનો હશે !
વત્સ, બે ટંક રોજના ભોજનને બદલીને ફળાહાર ભોજન કરીને મને પામવાની જીજીવેષા મારાથી અજાણ નથી. આ ધરણી પર કેટલાયે લોકો તો કશું પણ ખાયા વગર સુઈ જાય છે. મંદિરે લગાડેલ ઘંટ નાદ કરીને તમે લોકો અમારા મંદિરે આવો છો અને દયાયાચના કરો છો. થોડું ચાલીને તમે મંદિરે મંદિરે, ગામે ગામ, કે સ્થળે ફરો છો જેને તમે તીર્થ સ્થાન કહો છો. તું પણ જે  આગળ બધું વર્ણન કરી ગયો તે, હું માનું છું કે તમે આને ભક્તિ કહો છો. પણ હે જીવ, હમણા છેલ્લા ઘણા વર્ષોથી હું બહુ કન્ફ્યુજ છું. જયારે હું અખિલ બ્રહ્માંડમાં ફરતો ફરતો પૃથ્વી પર નજર કરું છું તો એક જ માધ્યમે અલગ અલગ ઉદ્દેશ્યો માલુમ પડે છે. જેને તમે એકટાણા કે ઉપવાસ કહો છો તેવું કાર્ય કરનારા એને ડાયેટિંગ પણ કહે છે. મેં તો તમને સુત્ર આપેલું કે એક વાર ખાવ ને ત્રણ વાર નહાવ. મારા ભોળા નંદીએ એને ઉલટાવી નાખ્યું ને તમે ત્રણ વાર ખાઈ લો છો. પણ મારા રજીસ્ટરમાં તો તમારા ભાગે એકજ વાર ખાવાનું લખ્યું છે. તો તમે જ્યારે એકટાણું કે ઉપવાસ કરો, એમાં કોઈ મોટી સિદ્ધિ કેમ ગણું ? તમે પગપાળા આવીને યાત્રા કરો છો તો ઘણા લોકો વોકિંગ અને જોગીંગ કરતા દેખાય છે, પણ એમના ભાવમાં મેં કદી ભક્તિની ઝાંખી નથી કરી. તો હે વત્સ, હવે તું જ કહે તારી સમસ્યા શું છે ? અને બને તો મને કન્ફ્યુજ ના કરતો.
હે દેવાધિ દેવ, હું તો એક પામર પ્રાણી મનુષ્ય છું. મને તો જનમ્યો ત્યારથી એટલી ખબર છે કે દયા યાચના કે પાર્થના તો ભગવાન ને જ કરવાની હોય ! અમે કન્ફ્યુજ થઈએ તો તમારા દ્વારે આવીએ. હવે તમે પોતે જ કન્ફ્યુજ હોય તો પછી એની આગળ નો રસ્તો તો મને પણ ખબર નથી. અને સૌથી મોટા દેવ તો તમે. તો કોને જઈ કહું ?
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

4 Responses to ઘમ્મર વલોણું-૭

  1. vimala કહે છે:

    “આકાશ સામે જોયું તો વાદળા ય પોતાની સામે હસી રહ્યા છે કે શું ? ના ના કદાચ, એમની વધુ નજીક જઈએ એટલે એવો ભ્રમ પણ થાય. ચાલો એટલું તો સારું થયું કે મનમાં ભ્રમ શબ્દ આવ્યો. આ બધા ફેરા કોણ જાણે એક ભ્રમણા હોય !”
    કૈલાસની સફર,ભોળાનાથની શોધ, પછી દેવોનાદેવ સાથે મિલન અને વર્તાલાપ બહુ સરસ.

  2. venunad કહે છે:

    રીતેશભાઈ, આપની આ બ્લોગ સાઈટ પણ ઘણી ગમી ગઈ. દેખાવે તમે મારાથી ઊંમરમાં, હા ઊંમરમાં નાના લાગો છે, પણ તમારી વિચાર-સરણી ઘણી આગળની છે. અભિનંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s