ઘમ્મર વલોણું- ૬

ઘમ્મર વલોણું-

કાના, તારી વાંસળીના શુર સાંભળીને આ ઝાડવા ડોલે છે, પર્વતો જુમી ઉઠે છે. વાદળાઓ થંભી જાય છે. પવન પણ પોતાની ગતિને ધીમી કરીને રોકાઈ જાય છે. જમુનાના પાણી પણ ખળ ખળ વહીને તારી વાંસળીના શુરમાં તાલ મિલાવે છે. આ ધરા કાંઠે ઝુલતા કદંબના ઝાડ કે વગડે મ્હાલતા જાંબુના ઝાડ, બધા તારી જ વાંસળીના શુરે જુમી રહ્યા છે. તલ્લીન બનીને ઘાસ ચરતી ગાયો અને ભેંસો પણ શૂરો વાગોળે છે. શેરીના બાલુડા પણ તારી મોહક અદાથી અંજાઈને તારી સાથે રમવા દોડી આવે છે. એકલી રાધાની તો શું વાત કરીએ પણ ગામની બધી ગોપીઓ, ઘેલી બનીને તારી વાંસળીના શુરે શુરે દોડી આવે છે.

વાંસળી તો મારી પાસે પણ છે અને બીજા ઘણા પાસે છે. બીજાની જેમ મને પણ વાંસળી વગાડતા આવડે છે. હું વાંસળી વગાડું તો ઘર વાળા પણ કંટાળીને મને રોકી લે છે. ઝાડવા તો ઠીક પાંદડા પણ હલતા નથી. કોઈ ચકલુય ફરકતું નથી. તારી વાંસળીમાં જેવા શૂરો વાગે છે તેવા શૂરો તો હું પણ હવે શીખી ગયો છું. મતલબ કે વાંસળીમાં કોઈ જાદુ નથી. મારી જેમ તારે પણ આંગળીઓ છે અને હોઠ.

હે કાના, આજ એક વાત તું કાન ખોલીને સાંભળી લે. તું આવીને આજ વાંસળી વગાડીશ તો એ ઝાડવા નહિ હલે. કારણ એ કપાઈ કપાઈ ને પાંખા બની ગયા છે. પર્વતો પણ જુમી ઉઠશે કારણ એનાં પર કોઈ ગાયો ચરવા નથી જતી. ઘણી ખરી ગાયો અને ભેંસોની કતલ થઇ રહી છે કે પાંજરાપોળમાં મુકાય છે. ચકવા ને પોપટો પાંજરે પુરાયા છે. રાધા અને ગોપીઓ હવે સ્માર્ટ બની ગઈ છે. ખળ ખળ વહેતા, જમુનાના પાણી હવે પ્રદુષિત બનીને ગંધાઈ રહ્યા છે. પવન પણ હવે કૃત્રિમ હવાથી ઈર્ષાળુ બની ગયો છે.

તો હે કાન, હવે તારી વાંસળીના શૂરો કોઈ જાદુ કરશે કે કેમ ? કે પછી એવું તો નથી કે તેં પણ વાંસળીને જમુનાના પાણીમાં નાખીને ગીટાર વસાવી લીધી છે !!!

મુખવાસ :       નવરાત્રીના શુભ પર્વે, રાતો બની જાય છે દિવસ, અને રાસે રમે છે રૂડા અંબિકા

                       હૈયે હરખ છલકાય ઘણો,દીવાના બની જવાય છે દેખો સાથે ફરે છે માં જીવંતિકા

નવરાત્રીના પાવન પ્રસંગે સૌને ખુબ ખુબ શુભકામનાઓ

જય માતાજી !!

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

8 Responses to ઘમ્મર વલોણું- ૬

  1. બહુ જ સાચી વાત કરી રીતેશભાઈ…જય શ્રી કૃષ્ણ માથી JSK થઈ ગયુ.

  2. vimala કહે છે:

    “હે કાના, આજ એક વાત તું કાન ખોલીને સાંભળી લે. તું આવીને આજ વાંસળી વગાડીશ તો એ ઝાડવા નહિ હલે. કારણ એ કપાઈ કપાઈ ને પાંખા બની ગયા છે. પર્વતો પણ જુમી ઉઠશે કારણ એનાં પર કોઈ ગાયો ચરવા નથી જતી. ઘણી ખરી ગાયો અને ભેંસોની કતલ થઇ રહી છે કે પાંજરાપોળમાં મુકાય છે. ચકવા ને પોપટો પાંજરે પુરાયા છે. રાધા અને ગોપીઓ હવે સ્માર્ટ બની ગઈ છે. ખળ ખળ વહેતા, જમુનાના પાણી હવે પ્રદુષિત બનીને ગંધાઈ રહ્યા છે. પવન પણ હવે કૃત્રિમ હવાથી ઈર્ષાળુ બની ગયો છે.
    તો હે કાન, હવે તારી વાંસળીના શૂરો કોઈ જાદુ કરશે કે કેમ ? કે પછી એવું તો નથી કે તેં પણ વાંસળીને જમુનાના પાણીમાં નાખીને ગીટાર વસાવી લીધી છે !!!”
    વાહ, રિતેશ્ભાઇ, આપની આ વાત સાંભળીને તો કાનાની આંખ જરૂર ઉઘડી ગઈ હશે,જેથી “संभवामी युगे युगे”નું
    વચન પાળવા વિચારશે. નહિતો મૌલિક્ભાઇ કહે છે તેમ”ક્રુષ્ણ્નું jsk ” થઈ ગયું તે અટકશે જ નહીં.
    હા, અને આપની વાંસળીના સૂરો અમને ક્યારેક સંભળાવજો, આ તમને કહી દીધું હા…..

    શુભ નવરાત્રી.

    • વાંસળી અને મને ? કદાચ હું વાંસળી વગાડું તો પશુઓ દોડી આવે (મને મારવા) સોરી આતો મેં જસ્ટ લખ્યું છે.
      હું ગાઈ શકું છું. મળીશું તો ચોક્કસ તમને કાનાનું કોઈ ગીત જરૂર સંભળાવીશ.

      • vimala કહે છે:

        જરૂર સંભળાવશો. હું ગાઈ નથી શક્તિ પણ સાંભળવાની જબરી શોખિન છું. તો ક્યરેક પોસ્ટ્માં આપે ગાયેલ ગીતનું રેકોડીંગ મુકો એ વિનંતી.

  3. ચાલો, કોઈક તો મારું ગીત સાંભળવા તૈયાર છે !

  4. venunad કહે છે:

    વાહ, ખૂબજ સુંદર લેખ છે. આનંદ થયો!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s