ઘમ્મર વલોણું-૫

ઘમ્મર વલોણું-૫

આંખોના વીરડા ઉકેલાઈને ખાલી થયા પછી નીતરતી આંખો બંધ થઇ જાય છે. એવી જ રીતે બે ત્રણ મહિના સુધી આંસુડા જેમ પર્ણો ખરી પડ્યા છે. પાંખા બની ગયેલા ઝાડો પણ હવે તો આકાશ સામે જોઇને યાર્દી રહ્યા છે. એવામાં ફર ફર ફરકતો પવન આવીને એ સુકા થડીયા ઓઢીને ઉભેલા ઝાડોને કહી જાય છે “ શાતા રાખજો બાપલીયા, હું વસંતને ખેંચી લાવીશ. ”

તો ઝાડ પણ એમ માને છે કે; અમારે ઉલટું કેવું ? બુઢાપામાંથી ફરી યુવાની આવશે ?

સાંભળીને ખોખલો ડોસો હસે તેમ; ઝાડ પણ પવનને ગમ્મત કરતો હોવાનું માનીને, ઢીલી પડેલી ડાળોને હલાવે છે. અને ધરતીને સલામું ભરે છે. ધીરે ધીરે સુકલકડા શરીરમાં સ્પંદનો વહેવા લાગે છે. હાઉકલી કરતા નવા પર્ણો ફૂટે છે. નવી ડાળો પર પણ “ એ અમે ય આવ્યા હો ” કહેતા બીજા પાનો ફૂટવા લાગ્યા. જોતજોતામાં તો એ સુકલકડું શરીર હર્યું ભર્યું બનીને જુમવા લાગ્યું. ફરી એજ શીતળતાના દાન થવા લાગ્યા. માનવો થાક ઉતારતા એ શીતલ છાંયે બેસવા લાગ્યા.

વાહ રે કુદરત તારી લીલા અપરંપાર છે.

ફૂલોની ક્યારીમાંથી ખુશ્બુનો ધોધ મુક્ત બનીને વહેવા લાગ્યો. વન અને વગડે રૂડા રંગો અને ખુશ્બુની હરીફાઈઓ થવા લાગી. જોબનવંતો વેશ ધરીને વગડો તો કેફની પ્યાલીઓમાં ચકચૂર છે. એમાંય પવને પણ પોતાની હાજરીનો જોમ બતાવતા શૂરો રેલ્યા છે.

પ્હેરી લીધા છે આજ વગડે નવરંગી વાઘા

જુઓ કેવા મલકાય રાગે સાંભળો રે પડઘા

નક્કી વસંત આવી ગયો લાગે છે, એવું માલુમ પડતા તો સાકરને જોઈ કીડીઓ ખેંચાઈ આવે તેમ એ  મલમલતા ફૂલોને જોઈ ને પતંગિયા પણ દોડી આવ્યા ! એ કેસુડાં મ્હોરી ઉઠ્યા છે ને વડ પણ પર્ણો ફુલાવીને પાંગર્યો છે. પીપળાની કુંપળોની પણ બોલાતી બંધ છે કે ‘ મુજ વીતી તુજ વિતશે. ’ કારણ, કોઈ પાન તો પાકી ગયેલું છે નહિ.

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

6 Responses to ઘમ્મર વલોણું-૫

 1. vimala કહે છે:

  “વાહ રે કુદરત તારી લીલા અપરંપાર છે.”
  કુદરતની અપરંપાર લીલાની અનુભુતી કરાવીને કુદરતની અસંખ્ય લીલાઓ તરફ દ્રુષ્ટિપાત કરવાનુ દ્વાર ખોલી આપ્યુ આપેતો…….
  આભાર.

 2. Suman Deb Ray કહે છે:

  I have to use Google translate to read. will it be possible for you to post a English version as well

 3. jugalkishor કહે છે:

  રીતેશભાઈ, તમારી પાસે સાહીત્યકલા તો મજાની છે. વાતને ‘સજીવારોપણ’ અને બીજા અલંકારોથી સાચ્ચે જ મઢી છે ! વાતને પ્રગટ કરવાની જે કેટલીક સાહીત્યીક રીતરસમો કે ટૅકનીકો હોય છે તેમાંની આ આલંકારીક રજુઆતો તમારી વાતોને તાદૃશ્ય કરવામાં સારી મદદ કરે છે. ધન્યવાદ અને શુભેચ્છાઓ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s