ઘમ્મર વલોણું-3

ઘમ્મર વલોણું-3

વાદળોની ઘટા ટોપ બીડને કે પર્વતોને વીંધતો સૂર્ય જળહળી ઉઠયો. એમ પણ કહો કે ઘૂઘવતા દરિયાના પાણીને ઉલેચતો એ ઉગી નીકળ્યો. એનો અર્પણ કરેલ પ્રકાશ, ધરતી પર જળહળી રહ્યો છે. માટીના કણકણમાં એ ભળીને અનેરી ભાત પાડે છે. પાંખો ફફડાવતા એ પંખીઓ પણ તેનીજ સાક્ષીએ વિહરી રહ્યા છે. એની હાજરી માત્રથી ખીલી ઉઠતી આ શ્રુષ્ટિ પણ દીપાયમાન અને અભિભૂત છે.

ક્યારેક વાદળો સાથે ગમ્મત ગોષ્ઠીમાં અદ્રશ્ય થાય ત્યારે કેટલું વિહવળ બની જવાય છે ભલા ! એના કિરણોમાં જે શક્તિ છે, તાકાત છે અને જાદુ છે તે કશામાં નથી.

રે સૂરજદેવ, કોઈ તમને ધીમા તપવાનું કહે છે તો કોઈ વળી ગુસ્સે ના થવાનું કહીને લાડ પણ લડાવે છે. આ બધાની વચ્ચે પણ તમે આટલા આકરા દેહે પણ જુસ્સો જાળવીને સૌમ્ય બની રહો છો તે આખા જગતને માટે અસીમ ભેટ પણ ક્યાં નથી ? આખા બ્રહ્માંડને પ્રકાશ આપીને પુણ્યાત્મા બનવાનો જે માભો પામ્યા છો તેમાં કોઈ અતિશયોક્તિ નથી વ્હાલા.

ઈન્સાને પોતાના મગજને કેન્દ્રિત કરીને પાવર ઉત્પન્ન કર્યો પણ આખરે તમારી ગરજમાંથી અમે છટકી નથી શકયા રે ! કોઈ ક્ષુલ્લુક અક્ષરોથી શણગારી ને તમને છાપરે ચડાવવાની વાત હોય કે પોરસ દેવાની ભાત ! ભલા એટલા ઊંચા આસને બિરાજો છો કે છાપરું તો રાઈથી પણ વામણું.

એ અંજલીભર પાણી તમને અર્ધ્ય કરીને મંતોષ પામતા અમે પામર માનવી તો એય ભૂલી જઈએ છીએ કે તારા તાપ ને આવેગે તો પાણી અમારી હથેળીએ જીલાય છે. અમે તો એ પણ ભૂલી જઈએ છીએ કે મનાવવાના તો રૂઠેલા ને હોય ! કોઈના પર ગુસ્સે થવું, મહેરબાન થવું કે રિસાઈ જવું એ તો બધું અમારા જેવા મનુષ્યોની પ્રકૃતિનું પ્રમાણ માત્ર છે. કે પછી એવું તો નથી કે મનુષ્યો સાથે ધરોબો રાખીને એના ગુણ તમારામાં ઉતર્યા છે ? પણ હાં તમારી પ્રકૃતિ થકી, અમારી પ્રકૃત્તિ જાજરમાન છે એનું અમને પૂરેપૂરું ભાન છે.

અમુક ઉચ્ચ વિદ્વાનોના મતે, આ સૌર મંડળમાં ઘણા સૂર્ય છે. ભલે રહ્યા ભાઈ, વડલાને જાડવા તો બધે ગામ હોય છે. અમને તો એ જાડો ખપે કે જે અમને અને અમારા ગામને શીતલ છાંય આપે. અમને એ વડલા ગમે કે જે ગામને પાદરે પહેરો ભરતા જુલતા હોય ! ને બાઈઓ તેની પુજા કરે.

માટે હે સૂરજદેવ ! તું જ તો અમારો દેવ ને તારી શીતળ છાયા. ગુસ્સે ના થતા દેવ, શીતલ છાંય કહીને મેં મગજ સ્થિર જ રાખ્યું છે. ભલે તમારામાંથી નીકળતી ગરમ લાહ્ય જવાળા કે વરાળો ગરમ હોય, પણ અમારા માટે તો એ શીતળ બની જાય છે.

મુખવાસ : હે પ્રભુ, કોઈની સામે બે હાથ જોડવાની વેળા ભલે આવે; પણ એક હાથ લાંબો કરવાની વેળા ના આવે !! 

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

8 Responses to ઘમ્મર વલોણું-3

 1. nabhakashdeep કહે છે:

  અમને એ વડલા ગમે કે જે ગામને પાદરે પહેરો ભરતા જુલતા હોય ! ને બાઈઓ તેની પુજા કરે…

  ગ્રામ્ય સંસ્કારથી વહેતી કલમ કે હૃદય…ગમી ને સ્પર્શી જાય.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. nabhakashdeep કહે છે:

  Shri Riteshbhai..pl. visit.

  આજે ‘વેબ ગુર્જરી’એ મારી “વાયરાની વાતું…ં” બ્લોગ પોષ્ટ રૂપે પ્રગટ કરી છે..જરૂરથી માણજો..આ વરસાદ જેટલી જ એ મજા કરાવશે…..વેબગુર્જરી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s