ઘમ્મર વલોણું-1

ઘમ્મર વલોણું-૧

મિત્રો,

ઘણા સમયથી જે વિચાર મનમાં ધરબી રાખેલો તેને બહાર લાવ્યો છું. મગજ, છે ને ! મારા તો કંટ્રોલમાં નથી. આથી એક નવા વિચારે કંઈક નવું લખવાની ધગશ જન્મી છે તેનો આ નીચોડ છે.

“ ઘમ્મર વલોણું ” એ એક શ્રેણી છે. મન ને વલોવીને જે શબ્દો બહાર આવ્યા છે તેને અહી આલેખ્યા છે. ઘણી વાર મને એવું લાગે કે બહુ જબરદસ્ત લખી કાઢ્યું, પણ લોકો એને ધુત્કારે ત્યારે સાચો માપદંડ મળે કે; આપણે પોતે પણ પોતાને માપી શકીએ તેમ નથી. મિત્રો આ શ્રેણી ફક્ત મારા મગજમાં આવેલ વિચારોનું પરિણામ માત્ર છે. પોતાને નબળો કે સબળ ચીતરવાનો કોઈ ઉદેશ્ય નથી. આશા રાખું કે લખવાનો આ નવતર પ્રયોગ આપ સૌને ગમે.

સવારે ઉઠીને હજી તો બગાસાને ભાગડ્યું જ છે ત્યાં તો બારીમાંથી ગળાઈને આવતો તડકો મારા પડછાયાને તેજ બનાવી રહ્યો. લાગે છે સુરજે આજે એક નહી પણ બે ડોલ ભરીને તડકો નીચે ફેંકી દીધો હશે ! આથી જ કદાચ મારી ઊંઘ જલ્દી ઉડી ગઈ હોય. બારી બહાર નજર કરું છું તો ફૂલકયારી, એકદમ ખુશનુમા દેખાઈ. પવનના તાલે એ ડોલી રહી છે. વાહ, ગઈ કાલે જે કળીઓ મરક મરક હસીને ઊઘડું ઉઘડું થઇ રહી હતી તે આજે ખુશ્બુદાર ફૂલો બનીને જુમી રહી છે. તો ગઈ કાલે સોળે કળાએ ઉન્નત બનીને નત મસ્તક જુમતા ફૂલો આજે ઝાંખા પડીને મુરજાતા ભાસે છે. છતાં એ ફૂલોમાંથી સંદેશ આવી રહ્યો છે કે “ ભલે અમે મુરજાઈ એ કે કરમાઈએ, તમને તો સુંગધ આપીને જ પ્રાણ પંખેરું છોડીશું. ” તેની સાથે સ્નેહ તાંતણે બાજેલ પાણીના બિંદુઓ જાણે એવા ચમકી રહ્યા છે કે માળીએ આજ ફૂલછોડને મોતીએ વધાવ્યા હોય ! એ બિંદુઓ મહી દેખાતું પ્રતિબિંબ કદી નિરાશ ન હોઇ શકે.

એક બાજુ બારીમાંથી ફૂલકયારીમાંથી આવતો સુંગંધ પ્રવાહ મનને હરી લે છે તો; બીજો પ્રવાહ ભગવાન પાસે સળગી રહેલ ધૂપસળી મોકલી રહી છે. બેય માંથી સુંગધ પ્રવાહ વહી રહ્યો છે. તેઓ કદી ખુશ્બુને સંઘરી નથી રાખતા પણ માનવ માટે મોકલી આપે છે. પછી ભલે ને ફૂલોને કરમાઈ જવું પડે કે; ધુપસળીને સળગવું પડે ! બે પળમાંતો ક્યાંકથી એક પતંગિયાનું વૃંદ આવી પહોંચ્યું. એ ફૂલકયારીમાંથી એક અવાજ ઉઠ્યો “ આ સવાર પડીને દોડી આવ્યા ”. એ અવાજમાં કોઈ કકળાટ નહોતો મીઠાશ હતી. તો સામે પતંગિયા પણ હસતા હસતા અંદર આવીને ફૂલો પર નાચતા નાચતા કહે છે. “ અમારો જનમ જ તમારા પર ભમીને જુમવા માટે થયો છે ! ”  જે કિલ્લોલ અને બણબણાટ થાય છે તે મનમોહક અને મનભાવન છે. નજરો સ્થિર થઈને પામવા થનગની ઉઠે છે તો વળી આંખો એ નજારો જોઇને તૃપ્તિ પામ્યાનો અહેસાસ કરે છે.

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

6 Responses to ઘમ્મર વલોણું-1

  1. Umesh Kapadia કહે છે:

    Unable to bring page up for ઘમ્મર વલોણું. Please fix. Thanks.

  2. nabhakashdeep કહે છે:

    ગમી ગયું ઘમ્મર વલોણું…ખૂબ જ સાહિત્યિક રજૂઆત.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s