કતારના રણમાં મગફળી

કતારના રણમાં મગફળી

પહેલી વાર મગફળી વાવેલી પણ બરાબર સીંગો લાગેલી નહિ. કતારના રણમાં મગફળી પહેલી વાર મગફળી વાવેલી પણ બરાબર સીંગો લાગેલી નહિ. આથી વળી શિયાળો આવ્યો કે મન થનગનવા લાગ્યું. પેલી ચેલેન્જ હજી બાજરીના ડોડા જેમ ઝૂલતી હતી. ઇન્ડીયાથી લાવેલ મગફળીના દાણાને ફરી એકવાર ચકાસી લીધા. નાના હતા ત્યારે ખેતર ખેતર રમતા. નાનું એવું ચોરસ કે લંબચોરસ કુંડાળું દોરીને અંદર બાજરી કે જુવાર વાવતા. ખબર નહિ તે એક રમત હતી કે ટ્રેનીંગ ( પ્રોજેક્ટ) !

એટલી જ જગ્યામાં અત્યારે પણ રમત રમતો હોય એવું લાગે છે. ત્યારની રમત અને અત્યારની રમતમાં ફરક એટલો છે કે; અત્યારે ખેતર, પાક લેવાય ત્યાં સુધી સચવાય છે. અને ત્યારે તો ખેતર વવાઈ ગયું કે પછી યાદ આવ્યું તો ઠીક બાકી એટલી બાજરી કે જુવાર એમને એમ ઉગીને મોટી થતી.

જમીન ને ઉલટ સુલટ કરીને દેશી ખાતર નાખ્યું. પછી છોડ થોડા મોટા થયા કે વિલાયતી ખાતર નાખ્યું. દોસ્તો જે લોકો ખેડૂત હશે તેને ખયાલ હશે કે; ખેતરમાં મોટો થતો ( વિકસતો) પાક જોઇને હૈયે જે આનંદ હોય તે આહલાદક હોય! નીચે આપેલ ચિત્ર મગફળીના પુખ્તવયના છોડોનું છે. ચિત્રમાં તુલસી, તુવેર અને રીંગણ ના છોડ પણ દેખાય છે.  

20150616_045012

અમે લોકોએ મતલબ કે મારા પિતાજીએ ઘણી વાર ખેતરમાં મગફળી વાવેલી અને તેના ઓળા ( મગફળીની શીંગોને શેકવી,અહીની કતારની ભાષામાં બાર્બેક્યુ ) ખાધેલા. પણ અહી ખેતરમાં તબક્કા વાર ઉછરેલ મગફળીની ખેતી જીવનમાં પહેલી વાર જોઈ છે. એક ભૂલ થઇ ગઈ કે, મેં તબક્કા વારના ફોટા નથી લીધા. શક્ય હશે તો નેક્સ્ટ ટાઈમ !!

એકે બાજુ નો ભાગ તૈયાર થઇ ગયો હોઈ મગફળીના છોડો ઉપાડી લીધા. અને તેમાંથી જે શીંગો નીકળી તેમાંથી એક ઓળો થયો. અને અમે લોકોએ મન ભરીને તેનો સ્વાદ માણ્યો. મિત્રો નીચે આપેલ ચિત્ર શીંગ સાથેના છોડના છે.

20150612_151106

20150612_152221

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

6 Responses to કતારના રણમાં મગફળી

 1. nabhakashdeep કહે છે:

  અમે તો ખેડૂત પુત્ર ને મગફળીયો ગાડાં ભરી પકવેલી જોઈ મોટા થયા છીએ. આપના મગફળીના ફોટા જોઈ ..જમીનમાં અંદર થતા પાક, તૈયાર મગફળી નીકાળ્યા બાદ, જમીનમાં રહી જતી, તેને પાછા ફરી છોડવે છોડવે ફરી , કાઢવા કામે લાગતા સૌની મીઠી યાદ આવી ગઈ..મજા માણી…અમે પણ શાકભાજી ઊગાડી ,ખાવાની મજા માણીયે છીએ..પણ આપની વિપરિત આબોહવાને રેતમાં ..પ્રયોગો એ સાચે જ આનંદ દાયક છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Greenmoksha કહે છે:

  Hi, Though I don’t know Marathi but whatever I could make out that its very useful information. One suggestion …for benefit of every Indian please translate it in hindi or English. I would also like to share your articles on our E-zine to. Do write to me founder@greenmoksha.com

 3. Greenmoksha કહે છે:

  check translate.google.co.in it supports gujrati

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s