ભવ પાર ઉતાર્યા રે

           ભવ પાર ઉતાર્યા રે

સંકોડાઈ ગયા હતા સઘળા પર્ણો

કરમાઈ ગઈ હતી ડાળો ને પુષ્પો.

મુરજાઇ ગયું હતું જીવન જીવાશે

તમે પાણી રૂપે આવીને ઉછેરી દીધા……

ડગ મગતી વાટ એમાં શગ બળે

ઉગમણો વાયરો આવીને જાય રે

થઇ જશે ઝાંખું અજવાળું પળમાં રે

તમે તેલ રૂપે આવીને દીપાયમાન કર્યા રે…..

ઝંખીને ભલા ઝાંખું તોયે કળાય ના

દેહે લાગ્યા ડામ ને કૃશ થઇ રે કાયા

ડગમગતી નાવડી ને મોભ સા મોજા

તમે રે આવીને અમને ભવ પાર ઉતાર્યા રે…….

 

મુખવાસ : રૂનું સુકું મામુલી પૂમડું, અત્તર સાથે ભળતા ખુશ્બુદાર બને છે. અત્તર ખાલી થતા તેની બોટલ મામુલી બની જાય છે.

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

6 Responses to ભવ પાર ઉતાર્યા રે

 1. Somali K Chakrabarti કહે છે:

  Tried with Google translator in hindi. Could get the gist of it. Nice.

 2. nabhakashdeep કહે છે:

  સુંદર મનોભાવને કાવ્યમાં છલકાવ્યા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. aataawaani કહે છે:

  નાવડી ટકાવજે સમદરની મધ્યમાં
  અમે હલેસાં મારી પાર ઉતાર્સું રે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s