શમણું તૂટ્યું

                               શમણું તૂટ્યું

ઝલકો જોવા, આંખો મીંચી મેં તો દેહને કેરી વેગળો

પડી આડી, ઢાળી ઢોલિયે મેં તો જો બિછાવી સઘળો

નેણલાના દ્વારો બીડાયા, પલકો અજલપ ગઈ થંભી

ઘટમાં વીંજાતી વિચારોની વા જડી ગઈ પળો થંભી

શ્વેત ઘોડે સવાર થઈને ઉડતી ડમરી જુઓ ઉગમણે

હલમલ હલમલતી આવે સવારી જોતી ડાબે જમણે

હવા સાથે વાતો કરી આવે રે રસ્તો ખુબ ગજવતો

લાગે છે એ આવી રિયો સખી મારો કંથ હલમલતો

આવશે સમીપે કે લઈશ રૂડા એને અંગે ઓવારણા

તાકી રહીશ એક તીરે ભલા ના લઈશ કોઈ રૂસણા

વીંટળાઈ જઈશ રૂડી અંગે, કો આભે તારલા દીપશે

રાખ્યા રોકી હામે ને જીલ્યા શ્વાસે હેતા તણા હારલા

આંખોમાં તાકું છું ને હાથના બનાવું છું જમક હારલા

એની ઢાલે થોભાવ્યું રે શીશ ને નેણો કરી એકાકાર

કર કમળે નમીને ધરી દીધા જ ઓષ્ઠ જીલવા ધાર

ઉફ ખવાઈ ગયો ધૂળ ફાંકડો કે ઉડી રજાઈની રજ ?

હા રે સખી મારું શમણું તૂટ્યું ને મારી ભોર થઇ આજ

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

9 Responses to શમણું તૂટ્યું

 1. Somali K Chakrabarti કહે છે:

  Hi Ritesh, I would have loved to read your posts, but have a limitation with the language. Best wishes. Somali

 2. Alok Singhal કહે છે:

  Likewise with me also Ritesh…language barrier! I know you are good with your work 🙂

 3. nabhakashdeep કહે છે:

  શમણામાં રમતા કરી દીધા…સરસ અભિવ્યક્તિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. aataawaani કહે છે:

  વાહ કવિરાજ વાહ શું વાતછે .તેંતો મને મારી જવાનીના સમયની પ્રેમિકા યાદ અપાવી દીધી .મને ધોળે દિ એ સ્વપ્નું અપાવ્યું .
  એની ઢાલે શોભાવ્યું શીશ અને નેણલા કરી એકાકાર
  કર કમળે નમીને ધરીજ દીધા ઓષ્ટ જીલવા ધાર
  બાપો બાપો તારી મુવી ઝળ હ્ળશે .

 5. aataawaani કહે છે:

  મારું પણ એક રાત્રે શમણું તોડ્યું હતું . મારી જાડકી ટેક્ષી ડ્રાયવરે
  મારો એક લેખ ” લંકાની લાડીને ફિનિક્ષ્નો વર
  સુર્પર્ણખા આવી આતાને ને ઘર ” એ શીર્ષક ઉપર લેખ લખેલો એની આ વાત છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s