કોડિયું નવું રે !

                 કોડિયું નવું રે !

મારું કોડિયું નવું ને એમાં તેલ રે પુરાણું

ગમે તેમ રેડું તોયે થોડું યે ના છલકાણું

જીવન વેગે એને ચારે બાજુએ પલાળ્યું

શ્રદ્ધા કેરી એમાં ફૂંકો મારી ફરી નિહાળ્યું

મારું કોડિયું નવું ને એમાં તેલ રે પુરાણું

યુગો ના આતમ થકી દિલડે જો રંગાણું

મીટ માંડી બેઠો રાહે ઘડી આંખો મંડાણું

વીતશે રાતડી ને ખૂટશે બધીય વાતડી

કોને જઈ કહેવી વાલા અધોગતિ આપડી

મારું કોડિયું નવું ને એમાં તેલ રે પુરાણું

ધ્યાન ને મનન કેરી જો દિવેટ લગાવી

સ્નેહ કેરા દુધડે એને સીધી કરી વણાવી

મારું કોડિયું નવું ને એમાં તેલ રે પુરાણું

ગમે તેમ રેડું તોયે થોડું યે ના છલકાણું

 

મુખવાસ : પાણીને બચાવીએ, પાણી આપણને બચાવશે.

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

4 Responses to કોડિયું નવું રે !

  1. dee35 કહે છે:

    સરસ.મઝા આવી નવા કોડીયાની કવિતામાં.જુનામાં કોઈને ક્યાં રસ પડે છે મારા ભાઈ.

  2. Thank you sirji

    આને મેં એક ભજન જેમ શણગારવા ટ્રાય કરી છે. જેમ કોડિયાને શરીર નું રૂપક આપ્યું છે. અને તેલ એનો આત્મા ! આપ હમેશા મારી કૃતિને વખાણી ને પ્રતિસાદ આપો છો તે બદલ ખુબ ખુબ આભાર.

  3. nabhakashdeep કહે છે:

    સંસ્કારથી છલકતી ઉર્મિઓથી આવી સરસ રૂપક ભજના વહે છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s