શ્રુંગાર

                                  શ્રુંગાર

નેણો મધ્યકે ચળકતી ટીલડી ચોડી રાખી છે મેં નાની

હેતે નચાવીશ નયન પાંખડી ખુશહાલ થઈશ મજાની

કાળો ભમ્મર ચોટલો ગુંથી ને જડી દીધા ફુલો ખીલતા

આભલા મઢી મ્હેં તો પહેરી લૂગડાં કરી દીધા ચમકતા

રતુંમ્બડા ગાલે ફૂટશે શરમે શેરડા તોયે રહીશ હસતી.

હળવાશે હલશે હોઠો ફરકશે પાંપણો ચોફેર કરી મસ્તી

વાટ જોતી ઉભી રે દ્વારે ખૂટે ના અઘોર વેરણ રાતડી

સમીપે દેખીશ કે મ્હોરી ઉઠશે વેલ સરીખે રે દાડમડી

આંખડી મારી વ્યગ્ર બની રે વહેલો આવી જા વ્હાલા

જરીક મારી લાગણી ની કદરે તને કરું છું કાલાવાલા

અંગોએ ઓવારણા લઈને સંગે પાડીશ મીઠી ભાત જો

વેલી થડે વળગે તેમ લહેરીને વીંટળાઈ વળીશ જોજો

ભુજાઓની પથારી કરી અને ટેકવીશ મસ્તક ત્યાં ધીરે

સ્નેહાળ સ્પર્શે સ્પંદન કરીશ જો જે ના લાગશે લગી રે

 

 

 

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

2 Responses to શ્રુંગાર

  1. nabhakashdeep કહે છે:

    કવિ હૃદય એટલે ભાવનું ઝરણું..ખળખળ વહે જ જાય..સરસ મજાનું ભાવગીત.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. ખુબ ખુબ આભાર રમેશભાઈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s