નવું વર્ષ

નવું વર્ષ

જુના વર્ષને ધકેલીને નવું વર્ષ આવે છે. એક પળમાં આખું વર્ષ સાચવેલું કિંમતી કેલેન્ડર નકામું બની જાય છે. હાઉકલી કરતુ નવું વર્ષ દરવાજો ખોલતા ઘરમાં પવન ઘુસી જાય તેમ આવી જાય છે. કેટલાયે નવા વર્ષો જુના થઇ ગયા ને હજી થયે રાખશે. આ તો એક અવિરત રીતે વહ્યે રાખતી ગતિ છે. અને એ ગતિમાં આખો સમુદાય વહ્યે જાય છે. સમય કોઈનાથી પકડી નથી શકાતો; જે એક નિર્વિકાર સત્ય છે.
બે પળ વચ્ચે કોઈ ભેદભાવ હોઈ શકે ? કોઈ સમાનતા હોઈ શકે ? આના વિષે વિચારવા માટે આપણી પાસે તકો હોય છે. એકત્રીસમી ડીસેમ્બરના 11:59 ની પળ અને પહેલી જાન્યુઆરીના 00:00 ની પળ ! તફાવત માત્ર એકજ સેકંડ નો છે મિત્રો પણ એ એકજ પળ આખા વર્ષને ધકો મારીને પસ્તીમાં નાખી દે છે. સાચવી રાખેલું કેલેન્ડર પસ્તીના થપ્પામાં ગોઠવાઈ જાય છે.
સામજિક રીતે, વૈજ્ઞાનિક રીતે કે અન્ય કોઈ રીતે એક સેકન્ડમાં કોઈ ફર્ક પડે છે ?
આજ કદી જતી નથી અને ચાલતો પળ કદી નષ્ટ થતો નથી ! આપના સૌના સમક્ષ આજ અને ચાલતી પળ હોય છે. જે આપણે મનાવીએ તો નવું વર્ષ જ છે.

નવું વર્ષ આપ સૌના જીવનમાં મધુરતા, મીઠાશ, સુવાસ, સહકાર, તંદુરસ્તીથી ભરપુર રહે તેવીજ પ્રભુ પાસે પ્રાર્થના !

:):):):)  HAPPY NEW YEAR TO ALL MY FRIENDS  :):):):)

મુખવાસ :

દીવાથી દીવો સળગાવીએ ના દીવાથી લગાડીએ આગ.

દીવાની આગ બુજાઈ જશે, ના બુજશે મનની આગ ! 

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

10 Responses to નવું વર્ષ

 1. Same to you dear friend God bless you !! take care
  keep smiling !

 2. dee35 કહે છે:

  Happy New Year to you.

 3. માનનીય રિતેશભાઇ

  ૨૦૧૫ કેરા નુતન વર્ષની શુભેચ્છાઓ સહ નમસ્કાર

  “૨૦૧૪નાં લેખાં જોખાં છે એકદમ અનેરાં

  એમાં આપે ભર્યા છે કૃતિઓમાં રંગ ભલેરા

  ઉન્ન્ત પંથે ડગ માંડી ઉડો ગગનમાં ઘણેરા

  ગોદડિયાજી કહે પ્રેમે સ્વીકારો વંદન અમારાં “

 4. આપની પ્રેમાળ અને ઉષ્મા સભર શુભેચ્છાઓ બદલ ખુબ ખુબ આભાર. આપ જેવા વડીલોના આશિષે જીવન નૈયા બરાબર તરતી છે.
  વંદન તો મારે તમને કરવાના હોય, વંદન સાથે અમારી શુભેચ્છાઓ. ભગવાન આપને તથા આપના પરિવારને સુખ અને સમૃદ્ધિ અર્પે.

 5. Ramesh Patel કહે છે:

  શ્રી રીતેશભાઈ

  સુંદર વિચાર વૈભવ એ જ આપનું વ્યક્તિત્ત્વ છે ને બ્લોગ પોષ્ટ થકી ઝબકે છે….સમયની સાથે વહેતા રહીએ…માણતા રહીએ માતૃભાષાનો વૈભવ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  • શ્રીયુત રમેશભાઈ,
   આપનો ખુબ ખુબ આભાર. તમારા જેવા વડીલોની હાજરીમાં ઉષ્માસભર સહયોગે જ તો મારી સફર વહેતી છે.
   આકાશે આજ ચાલી સવારી દીષે ભાત રૂડી જોઈ
   નભ અટારીમાંના બ્લોગ માંહી બિરાજે રમેશભાઈ

 6. sindhoooo કહે છે:

  Happy New Year to you too 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s