મુલાકાત

મુલાકાત

મન જયારે જે વસ્તુ વિષે વિચારે પણ નહિ અને; આંખો સ્વપન પણ ના જુએ. એવી પળે અગર મનગમતું મળી જાય તો કેવો ટેસડો પડે ? એવુંજ મારી સાથે બની ગયું. અચાનક વતનની મુલાકાત. પ્યારા ભારતની હુંફનો આશ્વાદ !
મિત્રો 15 મી નવેમ્બેર પછીની આ પહેલી પોસ્ટ છે. માફ કરશો, વતન-મિત્રો-સ્નેહીઓને મળવામાં સમયને સાચવી નહોતો શક્યો. કતારમાં આવ્યા પછી તો ઘણી વાર જઈ આવ્યો છું, પણ આ અણધારી મુલાકાત મારા માટે થોડી રોમાંચિત હતી. આ મુલકાતમાં હું બે દીગજ્જોને મળ્યો, જે મારી અંગત પહેલી મુલાકાત હતી. અને બંને સાથેની મુલાકાત પહેલી ને છેલ્લી નહોતી….પણ કોણ જાણે ફરી કેટલીયે મુલાકાતો ગોઠવતી રહેશે.
પહેલી મુલાકાત જેમની સાથે થઇ તે આપણા સૌના લોકલાડીલા અને કોઈ પણ ઉક્તિને કાવ્યમાં રજુ કરતા એવા શ્રી ચંદ્રવદન મિસ્ત્રી. મારે તેમના વિષે કશું લખવું નથી; પોતે ખુદ ચંદ્ર ! એમને તો અજવાળા વિષે તો હું કેવુંક લખી શકું ! એટલું ચોક્કસ કહીશ કે નેટ પર અવાર નવાર મળીયે પણ જયારે રીયલ લાઈફમાં મળ્યા; મને જોઇને ભેટી પડયા. મારા પ્રથમ પુસ્તક તારલિયા ભાગ-1 ને વાચકો સુધી પહોંચાડવામાં ભગીરથ કાર્ય ઉપાડનાર. તારલિયા ભાગ-2 ને પણ પ્રકાશિત કરવાની પ્રોમિસ આપી દીધી. તેમને મળીને ખુબ જ આનંદ થયો; જુઓ નીચે ચિત્રમાં.

With CM

 બીજા જે વ્યક્તિને મળ્યો તે યુવરાજ જાડેજા ! ઘણા ખરા લોકો તેમને બાપુના નામે પણ ઓળખે છે. સમયના અભાવે બહુ થોડો સમય સાથે ગાળેલો પણ થોડા સમયમાં ઘણી બધી વાતોના પોટલા ભરી લીધેલા. ( થોડી વાર માટે બેય વાતોડિયા બની ગયેલા.) યુવરાજભાઇ વિષે એટલું કહીશ કે આઈસબર્ગ મેથડોલોજી તેમને લાગુ પડે છે. એવું નહિ કહું કે મળવા જેવા માણસ; પણ જાણવા જેવા માણસ ! જુઓ નીચે ચિત્રમાં.

With YJ

બાકીતો ફિલ્મ સીટી સ્ટુડીઓ ની મુલાકાત ફિક્કી રહી, કારણ રવિવાર. કેમેરા એક્શન….કટ જેવા થી ઉભરતી ફિલ્મ સીટી સુમસામ હતી. ખાલી સેટ જોઇને પાછો આવેલો. પેલા જેવું કે તમાચો પડ્યો પણ જમાદાર જોયો !
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

12 Responses to મુલાકાત

 1. Sudhir Patel કહે છે:

  Riteshbhai..( Gurujiii…)..its always nice to talk with you…to read about your posts…to read about your all thoughts..( we can say in gujarati ” Jeevan No Nichod”….)..

 2. dee35 કહે છે:

  બંન્ને મિત્રોના ફોટા જોઇને આનંદ થયો.શ્રીચંદ્રવદનભાઈનો સેલ ફોન મળેતો મને વાત કરવાનુ મન થયું છે.બાપુનો હજુ પરીચય નથો.તેમના બ્લોકનુ સરનામું આપશો.

 3. ભાઇ શ્રી

  ચંદ્ર હંમેશાં પુકાર કરે છે ને સર્વેને અનેરા આશિષ આપે છે.

 4. Rekha કહે છે:

  Where is the translator button? I want to read but can’t as I don’t know Gujrati.

 5. yuvrajjadeja કહે છે:

  વાહ રીતેશભાઈ , બહુ વખાણ કરી નાંખ્યા તમે તો મારા. મજા પડી ગઈ..થેંક યુ સો મચ. તમને મળવું એ મારા માટે પણ એક લહાવા સમાન રહ્યું. તમારો સરળ સ્વભાવ તમારા વ્યક્તિત્વનું મુખ્ય પાસું છે. અને સરળ – નિસ્વાર્થ લોકો થકી જ આ જગત સુંદર છે. હા, ચોક્કસ મળતા રહીશું. 🙂

 6. aataawaani કહે છે:

  પ્રિય રીતેશભાઈ મોકાસણા ભાઈ
  તમારા લખાણો વાંચવા ગમે એવા હોય છે। .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s