આવોને મારે આંગણે

ફોસી અને ગુનેગાર લોકો, દેવી દેવતામાં વધુ શ્રદ્ધા રાખે છે; આવું મારું માનવું છે. જેમાંનો હું એક પણ ખરો ! જો કે એક હિંદુ ની પહેચાન એ જ છે કે તે કોઈ પણ દેવ કે દેવીનું સ્મરણ કરીને મન હળવું કરી લેતો હોય છે. બાધાના મંતવ્યો અલગ અલગ હોય છે અને મારા મંતવ્ય સાથે સૌને સહમત થવું તેવો આગ્રહ તો હું કદી નથી રાખતો. જે મનમાં આવે તે લખી નાખું છું. પણ એટલું તો ચોક્કસ છે કે જયારે પણ હું કોઈ સંકટ સમયમાં હોય કે, ઘેરી સમસ્યાએ ઘેરી લીધો હોય ત્યારે કુળદેવી ચામુંડામાં અને શ્રી હરિના શરણે સમર્પિત થઇ જાઉં છું.  તેના ચરણોની છાયામાંથી ઉઠું પછી કોઈને કોઈ તૃપ્તિનો અહેસાસ થાય જ છે ! આજની રચના બધી દેવીઓને સમર્પીત કરતી ને મારા આંગણે ભાવભીનું આમંત્રણ આપતી છે. સ્વાર્થ અને મોહ થી ભરેલો હું જે થોડું ઘણું પાપ કે ગુના પોકારી શક્યો ! સર્વ વાચકોને જય માતાજી !!!

આવોને મારે આંગણે

માતા ચામુંડા આવોને મારે આંગણે (2)

મેં તો લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રે

મેં તો રંગોળી પૂરી છે ભાતભાતની રે

પગલા પાડો માં દિન દયાળ…………આવોને મારે આંગણે

મેં તો નિર્મળ જળ કેરી જારી ભરી

માંહી હેત ને શ્રદ્ધા કેરા છાંટણા કરી

આચમન કરો માં શક્તિ અપાર………આવોને મારે આંગણે

મેં તો મનગમતા ભોજન પીરસીયા

સાથે અથાણા પાપડ દહીં રાખીયા

ભોજન કરો જનની જગદંબા માં………આવોને મારે આંગણે

ડગ મગ થતી જુઓ મારી ઝૂંપડી

ગુના કરી અમાપ રે હૈયું હેલે ચડી

માફ કરી સૌ માં, મન કરો સાફ………..આવોને મારે આંગણે

 

મુખવાસ : ગુણ અને પીડાને છુપાવ્યા કરતા પ્રકાશમાં લાવવાથી લાભ થશે !

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

6 Responses to આવોને મારે આંગણે

 1. Mitesh Ahir કહે છે:

  ઓહોહો… રીતેશભાઈ મેં તો આજે આપનો બ્લોગ જોયો! ખુબ સરસ… તમે તો રેગ્યુલર અપડેટ કરનારાઓમાંના છો. હું તો એ બાબતમાં થોડોક બેદરકાર ગણાવ ! જો કે નેટ પર બેસવાનો સમય ઓછો મળે છે. તમારો બ્લોગ પણ ખાલી જોયો જ છે. નિરાતે પૂરો અભ્યાસ કરીશ. તમે તો નવલિકાઓ પર પણ ફાવટ ધરાવો છો તે જાણી વિશેષ આનંદ થયો. મને ઈતર લેખો કરતા એ દિશામાં આગળ વધવાની જ ઈચ્છા છે.

  • riteshmokasana કહે છે:

   મીતેશભાઇ, આપનો ખુબ આભાર આમજ અવાર નવાર પધારતા રહેશો. મારા હિસાબે મનમાં કશું નક્કી કરી ને એ દિશામાં આગળ વધતા પામી શકાય ! ગુડ લક ! આપણી નવલિકાઓ પણ મેગેઝીનોમાં પ્રગટ થાય જ છે; ખુશીની વાત છે. અમારા એક ટીચર કાયમ કહેતા કે ભીતર પડેલા શબ્દોને બહાર આવવા દેવા.

 2. vkvora Atheist Rationalist કહે છે:

  જુની વાર્તા ખબર છે? રાત્રે સુતા પહેલાં દેવ દેવી કે ભગવાનનું સ્મરણ કરવું અને આસ્તે આસ્તે ૬-૧૦ વખત સ્મરણ કરીએ તો ઉંઘ ફટાફટ આવી જાય. યુરોપના લોકો ૧ થી ૧૦૦ ની ગણત્રી કરે. આસ્તે આસ્તે ગણત્રી કરીએ તો માંડ એક વખત કરીએ અને ઉંઘ આવી જાય.

  એ હીસાબે આપે તો ઝુંપડીમાં અથાણા, પાપડ, દહીં, ઘણું બધું રાખ્યું છે. મારે આ પ્રાર્થના કરવી પડશે….

  • riteshmokasana કહે છે:

   તમે પહેલી કહેલી જૂની વાત એ તો મારા માટે વર્તમાનકાળ છે સાહેબજી.
   મેં એક જૂની વાર્તા સાંભળેલી કે ભગવાન ઝુંપડીએ આશાનીથી પધારે !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s