એક નાનો વિરામ !

                                                             એક નાનો વિરામ !
છેલ્લા એકાદ મહિનાથી વધારે બ્લોગનાં પાનાઓ સ્થિર થઇ ગયા હતા. ઈચ્છા થયેલી કે થોડા શબ્દો લખી દઉં… પણ સમયના અભાવે લખી ના શક્યો. મારા વ્હાલા વાચકો ને ધન્યવાદ કે બ્લોગની મુલાકાતો ને જીવંત રાખી.
એક તો ખાસ્સા સમય પછી વતનની મુલાકાત લેવાનો અવસર જીલ્યો.મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા કે વરસાદે ભીનું સ્વાગત કર્યું.મિત્રો સાથે ગપાટા મારતા ને વરસતા વરસાદે ગરમ ગરમ ભજીયા ને ગાંઠિયાનો સ્વાદ માણ્યો. ઘણા મિત્રોને મળ્યો ને ઘણા ને ના મળી શકવાનો અફસોસ પણ થયો. સુરત,અમદાવાદ,રાજકોટ,મુંબઈ અને પુના જેવા સીટીની મુલાકાતો લીધી.
ઘણા સમયથી ઊંઘમાં સાચવી રાખેલું સમણું સાકાર થયાનો આનંદ દીલમાં ધરબાઇ ગયો. યુરોપ દેશોની મુલાકાત જેમાં ફ્રાંસ, બેલ્જીયમ,જર્મની,નેધરલેન્ડ્સ, ઇટલી અને સ્વીસ. ટુરના સંસ્મરણો એક દિલના આગવા ખૂણામાં સચવાઈ રહેશે.

 

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

6 Responses to એક નાનો વિરામ !

 1. vkvora Atheist Rationalist કહે છે:

  નેટ અને વેબ ઉપર તીખા તમતમતા, સ્વાદીષ્ટ, મીઠા અને મધુર ભજીયા ચટણી મળતા રહે છે. મુંબઈમાં તો મગની દાળ, કોબી, ચોખા, ઘંઉના ભાત ભાતના ભજીયા મળે છે….

 2. yuvrajjadeja કહે છે:

  આજે તમારા બ્લોગની વિસ્તાર પૂર્વકની મુલાકાત લીધી… ખૂબ મોજ પડી… કેટલુક ઉંડાણ માં વાંચ્યું તો કેટલુક ઉપરછલ્લું … તોય જે કઈ પણ ઝીલાયું એ એક ઉંડી અસર છોડી ગયું…

  • riteshmokasana કહે છે:

   અમાર્રી સ્કુલમાં ઘણી વાર હસ્તકલા પ્રદર્શન યોજાતું, તેમાં એક બુક રાખતાં અને એમાં ગામના દીગજ્જો પોતાનું મંતવ્ય લખતા. તમારું લખાણ અને બે શબ્દો જ વધુ લખવા પ્રેરતા ટોનિક સમાન છે. આભાર આપનો.

   • yuvrajjadeja કહે છે:

    બિલકુલ … કોમેન્ટ ના ટોનિક વગર બ્લોગની ગાડી અટકી જ જાય .. પણ તમારી ગાડી ક્યારેય નહીં અટકે .. જય ભારતના નારા સાથે ચાલ્યા કરો… ફતેહ છે અનેક આગે…

 3. riteshmokasana કહે છે:

  આપ જેવા મિત્રોને અને ઘણા વડીલોના સુંવાળા સહકારે જીવન નૈયા તરતી છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s