ઘડવૈયા ની મનોદશા

                    ઘડવૈયા ની મનોદશા

પત્થર હાથ વગો કરી લીધો છે આજ, હથોડાનો હાથો બનાવી દીધો રે સજ્જ
ટાંકણાની ધાર ઘસી કાઢી જોઈ તીણી, ધારી ધારી નીરખી આંખો કરી જીણી
તેલ રેડી દીવે મેંતો અજવાળા ભાસ્યા, નજરો ને બાંધી રાખી મનરંગી રસ્યા
મનમાં રાખી છબી કાર્યત કીધા હાથ, રાધા મોહન કે રામ સીતા હો સમરથ
નવદુર્ગા ચામુંડા કે રુદ્રેશ્વરી મહાકાળી, વીણે સરસ્વતી હોય કે નવરાતે તાળી
ડમરુ ધારી શિવ કે મોજીલા શ્રી ગણેશ, કેમ રે ભૂલાય ભલા અંજની પુત્ર પ્રવેશ
ઘાટ ઘડી મનમાં ચાલે ટાંકણું હથોડી, પળો પર પળો વીતે ખોડી રાખી આંખડી
દીસે ના રૂપ કોઈ દીસે ના અંગ મુખ , કેમ લાગે પત્થર હજી રાખી સનમુખ
મુંજાય રે મતિ ને મુંજાય મારું મનડું , શાપ કે રૂસણા હરી, મોઢું થયું આવડું
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

4 Responses to ઘડવૈયા ની મનોદશા

  1. anil કહે છે:

    RITESH BHAI, TAMARA LEKHO BAHU SARAS HOY CHHE.KAIK SHAHBUDDIN RATHOD TYPE NU LAKHO TO ANAND THASE.. JAI SHREE KRISHNA.

    • riteshmokasana કહે છે:

      અનિલભાઈ, કોઈ ચારણ કથા કહે તેનો રંગ ઓર જ હોય ! અને ઝવેરચંદ મેઘાણી વાર્તા લખે તેનો રંગ ઓર જ હોય !
      શાહબુદ્દીન રાઠોડ જેવું હસાવવું તો ઘણું કઠીન છે પણ ” અમે રે ખાટા ઢોકળા ” લેખ વાંચશો તો ગમશે. કોઈને કદાચ આશાનીથી રડાવી શકાય પણ કોઈને હસાવવું સહેલું નથી ભાઈ.

  2. Mansukh Patel કહે છે:

    Superb

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s