તો તું છે

                                  તું છે

હર એક આવતા રવિ કિરણમાં તેજ તો તું છે,
અંધકાર ને ધકેલી, ઝબક ઉજાસ તો તું જ છે;

માંના હૈયામાં ધરબાયેલ અવિરત સ્નેહ તું છે
નિશામાં જાગતા બાળકોના રાગડામાં તો તું છે

મેઘાડંબર એ લઇ ગાજતા વાદળોમાં તો તું છે
જરમર જરમર વરસતા પાણીની ધારામાં તું છે
 
ફુલોની મનમોહક પાંખડી એ સુગંધ તો તું જ છે
ધરા કેરા કાળજે ફુટતી એ કોમળ ધરો તો તું છે
 
લીલી વન તણી કુન્જારે ગાતી કોયલ કંઠે તું છે
ને ઉડતા ગોકીર પતંગીયા વૃંદે રંગોળી તો તું છે

લહેરાઈ ઉઠેલા પાકોના જુલતા ડુંડે બીજ તો તું છે 
ગામના પાદરે રાજ કરતી પીપળના કુંપળે તું છે
 
એકમેક સંગે આંખ પરોવી બેઠા પ્રેમી નેહમાં તું છે   
સઘળા વિશ્વમાં વિસ્તરેલ સજીવે આત્મા તો તું જ છે

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકોને ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

2 Responses to તો તું છે

  1. Anil Khorasiya કહે છે:

    khub saras majano blog chhe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s