અમે રે ખાટા ઢોકળા – 2

અમે રે ખાટા ઢોકળા – 2

હકાનું નામ હસમુખ પણ આગળના લેખમાં કહ્યું તેમ અમે બધા તેને હકો કહીને જ બોલાવીએ.આમ કહું તો સ્કુલના રજીસ્ટર સિવાય બધે તેનું નામ હકો જ હતું.તો કોઈ વળી હકા પર બહુ હેત ઉભરાય ત્યારે “હકલો”પણ કહે.હકા વિષે થોડું ઘણું નોલેજ તમને મળી ચુક્યું છે,અને વધુ નોલેજ તો મારી તાકાત બહારની વાત છે.પણ એક વાત ચોક્કસ હતી કે તેનું પ્રેજંસ ઓફ માઈન્ડ ગજબનું હતું.આ હાસ્યાસ્પદ નહિ પણ હકીકત છે.
એક દી’ બારીમાંથી આવતો મીઠો મીઠો વાયરો હકાની નવી હેર સ્ટાઈલ ને વિન્કતો હતો.થોડી  થોડી વારે તે વાળની સ્ટાઈલ ને સરખી કરતો હતો આથી તેનું ધ્યાન ભણવા કરતા વાળની સ્ટાઈલ માં વધુ હતું.હવે પીરીયડ ચાલે ગણિતના સાહેબનો,એવા હઠીલા કે કોક વાર જ ભણાવે અને જે દિવસે ભણાવે તે દિવસે મન મુકીને ભણાવે.વાર્તાઓ કહેવાના એવા રસિયા કે એવી વાર્તાઓ કહે કે આપણે કદી સાંભળી જ ના હોય ! આવા ધુરંધર મન મુકીને ભણાવતા સાહેબના ક્લાસમાં કોઈ વાળની પાથીને રમાડે તે તો કેમ પોષાય !
‘ અલ્યા હસમુખ ? હકા તને કહું છું ? ’  એક વારે ના સાંભળ્યું એટલે મોટો ઘાંટો પાડીને કહ્યું કે હકો તો ઉભોજ થઇ ગયો.
‘ નીચે બેસ,કેમ આજે  દેવાનંદનું પિક્ચર જોઇને આવ્યો છે ? ’
‘ પિક્ચર તો રાતે નવ વાગ્યે ના હોય સાહે…. ’
‘ અલ્યા હકા, તું ભણવામાં બહુ હોશિયાર છે ? ’ હકાને રોકતા જ સાહેબ બોલ્યા.
‘ ન…ના…પણ… ’ હકો ગૂંચવાયો કે સાહેબે પોતાને કેમ ઉભો કર્યો ?
‘ અચ્છા કહે કે મારી પાસે ચાલીસ રૂપિયા છે અને એમાંથી હું અશોકને સાત રૂપિયા આપું તો મારી પાસે કેટલા રહે ? ’
‘ પણ તમે પહેલા અશોકને આપો તો ખરા ’ કહીને હકો તો જાણે પોતાની જીત થતી લાગી હોય તેમ મુસ્કુરવા લાગ્યો.અને સાહેબ પણ ગૂંચવાયા કે કોઈ અવળો સવાલ પુછાઇ ગયો લાગે છે,આથી બીજી રીતે પૂછ્યું.
‘ ઓકે એ કહે કે એક બાગમાં પીસ્તાલીશ ફૂલના છોડ હતા અને તેર છોડ બળી ગયા તો બાકી કેટલા રહે ? ’
‘ જેટલા જીવતા હોય તેટલા… ’ જવાબ દઈને તે સાહેબ સામે જોવા લાગ્યો.બે પળ તો ક્લાસમાં શાંતિ છવાઈ ગઈ.ત્યાતો આખો ક્લાસ ખડખડાટ હસી પડ્યો.
‘ સાહેબ એક પ્રશ્ન કરું ? ’ મનમાં રાજી થતા ના ભાવે તેણે પૂછ્યું.
‘ કહે… ’
‘ એક ભાઈ કેળાની લારીમાં થતી રકજક જોઇને ઉભા રહી ગયા.જોયું તો કેળાવાલો એક ગ્રાહક સાથે રકજક કરતો હતો.ગ્રાહકે કેળાનો ભાવ પૂછ્યો તો બે રૂપિયાના ત્રણ કહ્યા,તો ગ્રાહકે ત્રણ રૂપિયામાં બે કેળા માંગ્યા.કેળા વાળો ધરાર ત્રણ રૂપિયામાં બે કેળા આપવા તૈયાર નહોતો.આથી પેલા ભાઈએ ગ્રાહક પાસેથી બે રૂપિયા લઇ લીધા અને કેળાવાળા પાસેથી ત્રણ કેળા લીધા,એમાંથી બે કેળા ગ્રાહક ને આપી દીધા.અંતે કેળાવાલાને એક રૂપિયાનો લોસ ગયો અને એક કેળું પણ વધારાનું ગયું અને બે રૂપિયાના ડીલીંગમાં ગ્રાહકને એક રૂપિયાનો લોસ અને કેળાવાલાને પણ. પેલા ભાઈને એક રૂપિયાનો ફાયદો અને એક કેળું ખાવા મળ્યું આવું કેમ ?? ’
‘ બે રૂપિયાના ડીલીંગમાં કેળા તો વેચાઈ ગયા એમાં લોસ કેવી રીતે ? ’
‘ એજ તો સાહેબ…..કહો હવે ?? ’ ને તે મોઢા પર આંગળી ફેરવવા લાગ્યો.
‘ તેં હજી મારો ય જવાબ નથી આપ્યો એનું શું ? ’ કહેતા ગણિતના સાહેબ પણ બિચારા માથું ખજવાળતા ભૂલી ગયા કે પોતે ક્યાં સુધી ભણાવતા હતા !
હકો આવા નાના નાના પરાક્રમો પણ કરી બેસતો. હોળીનો તહેવાર છે તો યાદ આવ્યું કે ગામની ભાગોળે એક ખેતરમાં લોકો છાણા ને લાકડા ની હોળી પ્રકટાવે.હોળી પ્રકટી જાય એટલે તેની જુવાળો થી ગામ આખું પ્રકાશિત થઇ ઉઠે !પછી ગામના યુવાન લોકો હોળીને ઠેકે.ઠેકે મતલબ થોડું દોડીને પછી આખી હોળી ઉપરથી કુદકો લગાવે.હકો ઉભો ઉભો આ બધો ખેલ જુએ.ને એને પણ કુદકો મારવાના જનુનો ઉપડયા. હવે રોકાય તો હકો કેવાનો! જઈને દોડયો અને કુદકો માર્યો, પણ એક સ્ટેપ વ્હેલાથી કુદકો મરાઇ ગયો ને ભાઈ તો હોળી ઉપર જઈને પડ્યા.એટલે પછવાડે સળગતા છાણા ચોંટી ગયા અને ભાઈ ભાગ્યો ઉભા ખેતરે.બધાએ જોયું કે કોઈક હોળીમાં પડ્યું, તો કોઈએ હકને ઓળખી કાઢ્યો..અલ્યા આતો હકો છે.
‘ હું દાજ્યો નથી..હું દાજ્યો નથી…… ’ અને ભાઈ બેઠા બેઠા જ ખેતરમાં લપસ્યા ખાય તેવી એકશનમાં બેઠા બેઠા દોડવા લાગ્યો.
એની પાછળ બધા ગામ લોકો. એના બાપ બિચારા હાંફતા હાંફતા ઘર સુધી તેની પાછળ દોડ્યા. ‘ હું દાજ્યો નથી..હું દાજ્યો નથી…. ’ તેમ બુમો મારતો હકો લપસ્યા ખાઈ ને ઘસડાતો ઘસડાતો જાય છે.અને એ વખતની હોળી હકા માટે એવી ઉજવાણી કે બિચારાનો બેસવાનો ભાગ આખો એટલી હદે દાજી ગયો કે અવળું સુઈને છ મહિના પથારી વશ રહ્યો.હજી પણ દર હોળીએ લોકો હકાને ખાસ યાદ કરે છે. લોકો પ્રહલાદને ભૂલી ગયા હશે પણ વીર હકાને કોઈ ભૂલી શકે તેમ નથી.કારણ હકાના કરતૂતો જ એવા કે યાદ કરવો જ રહ્યો !
ગામમાં એક ગાંડો માણસ હતો,ગામ આખું તેને ઓળખે પણ ખરી ઓળખાણ કોઈને નહિ.કેમ ગાંડો થયો અને કોણ છે એના વિષે કોઈએ સંશોધન કરેલું નહિ ને વળી ગામના લોકો બિચારા દયાળુ કે તે નવતર ગાંડાને ગામનો એક સદસ્ય બનાવી દીધો.તેની એકજ વાતની તકલીફ કે કોઈ ટ્રક નીકળે કે તે બૂમો પાડે
‘ કાળા પાણા બંધ કરો ને ધોળા પાણા ચાલુ કરો.’
હવે એ ભાઈ કેમ ધોળા પાણા ચાલુ કરવા નું કહે છે,એનું રહસ્ય હજી સુધી અકબંધ છે. એ બોલતો હોય એ સમયે જો કોઈ કંઈક વચ્ચે બોલે તો એનું આવી બન્યું,સીધો લાકડી લઈને મારવા દોડે.હકાને આ ગાંડા સાથે બહુ બને.હકો થોડો દયાળુ પણ ખરો,કયારેક પેલાને બિસ્કીટ લઇ આપે ને ઘાટ આવે તો ઘરેથી છાનોમાનો પેપરમાં બે ભાખરી વીંટી ને લેતો આવે.ક્યારેક હકો તેની સાથે બેસીને વાત કરે.હવે એકવાર ની ઘડી,એ બે મહાન માણસો ની મુલાકાત એક જાડ નીચે થઇ ગઈ.હકો પેલાની ખબર પૂછે છે.તો પેલો પણ બિસ્કીટની ખબર પૂછે છે.એવામાં એક ટ્રક નીકળ્યો કે મોઢામાં બિસ્કીટ ખાતો ગાંડો માણસ ‘ વવ.. ’ કરીને બબડ્યો.આથી હકાને તેનું દુખ જોયું ના ગયું.અને તાબડતોબ તેને મદદ કરવાની ખણ ઉપડી.અને આવા માણસોને તરત સહાય પણ મળી રહે.સંજોગો અનુકુળ થઇ ગયા,એક ટ્રક આવતી દેખાઈ.હવે હકે ખણને શાંત પાડવા માટે ને પેલાની મદદની ભાવનાએ ટ્રક સામે જોઇને બુમ પાડી.
‘ કાળા પાણા બંધ કરો ને ધોળા પાણા ચાલુ કરો. ’
એ બુમ તો આકાશવાણી સમાન સાબિત થઇ.ટ્રક વાળાએ તો તરત ટ્રક ઉભી રાખી અને કઈ પણ પૂછ્યા વગર હકાને ચસ ચસતી બે ગાલ પર આપી દીધી.હકાને પણ ખબર ના પડી કે પોતાનો વાંક શું હતો ??
ડ્રાઇવર તો ટ્રકમાં બેઠો ત્યારે હકાને એટલું સંભળાણું ‘તારા બાપનું રાજ છે કે કપાસનો વેપાર છોડીને પાણાનો વેપાર ચાલુ કરીએ ! ’
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s