એક ઓર નવું પીછું !!!

એક ઓર નવું પીછું !!!

ડીસેમ્બર એન્ડમાં કંપની આયોજિત ટેનીસ ટુર્નામેન્ટ અમારા કેમ્પસમાં યોજાઈ ગઈ.ઘણી બધી ટીમોએ ભાગ લીધેલો અને ફાઈનલમાં બંને ટીમો આપણી ભારતની આવેલી.જે એક ગર્વ લેવા જેવી વાત હતી.જેમાં એક ટીમનો સભ્ય હું પણ હતો.મારી ટીમ લેબોરેટરીની હતી અને મારી હરીફ ટીમ એન્જીન્યરીંગની ટીમ હતી.તાજ્જુબ ની વાત એવી હતી કે બંને ટીમ નો એક એક પ્લેયર ગુજરાતી હતો.હું અને સામેની ટીમ નો શૈલેશ દવે.

જોકે મારા માટે ટેનીસ એક બિન અનુભવી રમત હતી.કાયમ ક્રિકેટ અને વોલીબોલ રમું,પણ ટેનીસ તો ટીવીમાં જ નિહાળી ને આનંદ માણેલો.એકવાર વોલીબોલના પ્લેયરો પૂરતા ના હોઈ ટેનીસ માટે પ્રયત્ન કર્યો.અને એક નવો રોમાંચ થયો.અને ભગવાન ની કૃપા અને મારી ધગશ,બીજાજ મહીને ટેનીસ ટુર્નામેન્ટ માટે રમવા કટિબદ્ધ થયો.અને રોજ બે બે કલાક પ્રેક્ટીસ કરી અને પરિણામ એ આવ્યું કે મારા હાથમાં જયારે વિનર ની ટ્રોફી મળી ત્યારે,મન મોર બની ને થનગાટ કરવા લાગ્યું.

ફાઈનલ સુધી તો અમારી ટીમ પહોંચી ગઈ.ફાઈનલ મેચ સમયે કંપની તરફથી બે મેનેજર આવેલા ગેસ્ટ અને જજ !! ફાઈનલ ની મેચ ચાલુ થતા પહેલા થોડો નર્વસ હતો.પણ જયારે મેં એકદમ અસરદાર સર્વિસ કરીકે,અમારી ટીમ ખાલી મારી સર્વિસના લીધે પોઈન્ટ મેળવી ગઈ એટલે ઘણો ફોર્મમાં આવી ગયો.પણ મારો સાથી પરશુરામ શેટ્ટી એક ઉમદા ખેલાડી છે.કદાચ હું બીજા કોઈ પણ સાથે હોત તો ટ્રોફી ના જીતી શેકત ! તેને મને ઘણો ઉત્સાહિત કરેલો.ડબલ્સ મેચ માટે એક પણ ખેલાડી વિક પડે એટલે મેચ હારી જવાય,અને અમે બેયે મેચ ચાલુ થતા પહેલા નક્કી કરેલું કે કોઈ પણ ભોગે મેચ જીતવી જ છે.

પહેલો રાઉન્ડ અમે 6-2 થી જીતી ગયા.પણ બીજા રાઉન્ડ માં અમે લોકો 3-4 થી એક પોઈન્ટ પાછળ રહી ગયા.અને હરીફ ટીમ ડબલ ઉત્સાહમાં આવી ગઈ.હરીફ ટીમે ચાર પોઈન્ટ કર્યા તે ફક્ત મારી ખરાબ રમત ને લીધે.કારણ એવું સબળ હતું કે મારા સૂઝ મને સાથ નહોતા આપતા.એક વાર તો રીતસર હું શોટ મારવા જતા ગબડી ગયેલો.આથી મારા સાથી ને કહીને ટાઇમ બ્રેક લઇ લીધો.અને શેટ્ટી ને પ્રોમિસ આપીકે સૂઝ ચેન્જ કર્યા પછી મારા તરફથી એક પણ ચાન્સ તેમને નહિ આપું અને સૂઝ ચેન્જ કર્યા પછી એવો ચમત્કાર થયો કે અમે 6-4 થી મેચ જીતી ગયા.એ વેળા ની પળ મારા માટે એટલી ઉત્સાહ ભર હતીકે શેટ્ટીએ મને ઊંચકી લીધો.મેચ ની થોડીક તસ્વીરો અહી મુકું છું. ઝવેરચંદ મેઘાણીની એક પ્રખ્યાત પંક્તિ અહી ટપકાવું છું જે મને ઘણી ગમે છે.’ મારું મન મોર બની થનગાટ કરે ! ‘

       tenis trophy

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

2 Responses to એક ઓર નવું પીછું !!!

  1. sindhoooo કહે છે:

    Congratulations on the victory! Best wishes…

    Regards,
    Sindhu
    Tantu
    The Arts & Me

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s