જોજે કોઈને કહેતો ! (નવલિકા)

જોજે કોઈને કહેતો !
‘ આકાશ, કેમ આજે તારો ચહેરો મુરજાયેલો માલુમ પડે છે ?  ’ એક ખૂણામાં શાંતિથી પેપરના ટુકડાને હેરાન કરતા આકાશ ને પીનાકે પૂછ્યું.
‘ કશું નથી યાર !   ’ આકાશ એમજ નીચું જોઇને બોલ્યો.
‘ પહેલા આ પેપરના ટુકડાને મુક્ત કરીશ ?  ’ તેના હાથમાંથી પેપરના ટુકડાને હવામાં ફંગોળતા ફરી બોલ્યો ‘ તને હું કઈ બે ત્રણ મહિના થી નથી ઓળખતો !  ’
‘ જવાદે પીનાક, એજ કાયમનો કકળાટ !!  ’
‘ કેમ અંકલ તારા પર ગુસ્સે થયેલા ?  ’
‘ ના યાર , મમ્મી પપ્પા સાથે કોઈ બબાલ નથી થઇ , પણ…  ’
‘ હા બોલ બોલ….ધરણી બોલવા જતો હોય તો બોલી નાખ આટલામાં મારા સિવાય તારી વાત કોઈ સાંભળતું નથી.  ’ દ્રઢતાથી પીનાકે કહ્યું.
‘ શું કરું યાર ! તું જ કહે ??   ’
‘ મને તારી બધી વાત યાદ છે આકાશ, જયારે તારું અને ધરણી નું ચક્કર ચાલતું ત્યારે તેને જોવા,મળવા કે પામવા તું ગમે તે કુરબાન કરવા તૈયાર હતો. ધરણી તને હરિયાળી અને મઘમઘતી લાગતી. હવે એને વેરાન નજરે કેમ જુએ છે ?પરીથી ઉપરવટ જઈને એને નવાજતો. હવે તેનો અવાજ તને પ્રદુષણ માફક લાગે છે ? દિવસનું ખાણું અને રાતની ઉંઘ પણ તને યાદ નહોતા રહેતા. અને એ જે વાત કરે છે તે તને કકળાટ લાગે છે ? એના મધુર શબ્દો તને કડવા લાગે છે ? ઘરના, પાડોશી અને મિત્રો સાથે પણ બાખડી જતો !! જયારે આજ આકાશ, આજે,પરીથી વિશેષ લાગતી એ ધરણીની આવી વાત કેમ કરે છે ??   ’
‘ એ અત્યારે મારી પત્ની છે પીનાક  ’
‘ ઓહ ! મને શું ખબર કે પ્રેમિકા પત્ની બને પછી…… ’ તે વધુ બોલતો અટકી ગયો.
‘ બોલ યાર તારે જે કહેવું હોય તે કહી શકે છે. પણ તારાથી મને દિલાસો ના અપાય તો કઈ નહિ પણ આમ મીંઢા ઘણ માર શું કામ મારે છે ?  ’
‘ અગર તું મારો મિત્ર ન હોત તો તને કશું ના કહેત.તારા વિલાયેલા ચહેરા ને જોઈ ને એમજ પસાર થઇ જાત,તને એમજ ગમમાં ડૂબેલો છોડીને !  ’
‘ ભાઈની ઉપર એક બંધ તેનું નામ ભાઈબંધ ! પીનાક, તારી બધી વાત સોના જેવી સો ટચની છે.તને એવું લાગે છે કે મને રોજે કકળાટ કરવાનું મન થાય છે ?  ’  દયામણા ચહેરે આકાશે પૂછ્યું.
‘ ના બિલકુલ નહિ, તારા મિત્ર હોવાનો મને ગર્વ છે અને તે ગર્વને હું ખંડિત જોવા નથી માંગતો.  ’
‘ એવું કદાપી નહિ બને !   ’  આકાશે ખાત્રી આપતા ભાવે કહ્યું.
‘ મારે એક વધુ ખાત્રી જોઈએ છે યાર પ્રોમિસ કર !  ’
‘ કેવાની ……??   ’
‘ એજ કે તું આમ લટકેલા મોઢે કદી ના રહીશ  ’
‘ મને પણ નથી ગમતું આમ રહેવું પણ શું કરું તું જ કહે પછી તને બધી પ્રોમિસ આપું છું. ’
‘ જો કે આ વાત તારી પાસે થી મેં ત્રણ ચાર વાર સાંભળી છે.પણ દર વખતે એજ ટોપિક કે ધરણી તારી સાથે વજન વગરનો કકળાટ  કરે છે રાઈટ ??   ’
‘ હા યાર, મને ખ્યાલ છે કે આ અમારી પર્સનલ મેટર છે અને એમાં બીજાને ખલેલ શું કામ પાડવી ! કોઈને પણ કોઈનો કકળાટ નથી ગમતો હોતો. પણ કદાચ મેં બી ઇટ્સ માય લાઈફ !  ’
‘ આમ મારે તને માયુશ થતો નથી જોવો,આકાશ તારી પાસે ટાઇમ હોય તો,એક વ્યક્તિ પાસે લઇ જાઉં. કદાચ તું રીલેક્ષ થાય !  ’
‘ પીનાક, હું માનું છું કે એક હાથે તાલી નથી પડતી ! ઘણા પ્રયત્નો અને પ્રયોગો કરી જોયા છે. મારું દિલ કોઈને પણ મારી ધરણી વિષે ફરિયાદ કરવાની ના પાડે છે. મારે જ કોઈ એનો રસ્તો કરવો પડશે.  ’
‘ આકાશ અને ધરણી ને મેં જેટલા જાણ્યા કે જોયા છે તેટલા કદાચ કોઈએ જાણ્યા કે જોયા હોય !  કોઈ પણ પગલું ભરતા પહેલા એટલું વિચારજે કે ધરણી જે હરીભરી કે હરિયાળી છે તે આકાશ થકી છે ને આકાશ ની ઉજવળતા, ધરણી  થકી  છે.પીનક તો તારો મિત્ર છે જે બે હાથ પહોળા કરી ને છટકી પણ શકે !જયારે ધરણી,આકાશની પ્રેમ વર્ષા વગર જૂરી જૂરી ને જીવ આપી દેશે એમાં કોઈ શંકા નથી.  ’
‘ સ્યોર ! આઈ એમ એગ્રી વિથ યુ માય ડીયર ફ્રેન્ડ  ’
‘ તો કોઈ એવો રસ્તો કર કે આકાશ જયારે ધરણી સામે જુએ કે, ધરણી આકાશ સામે જુએ બેય મલકાતા હોય ! અમાપ નજરો ઊંડી બની ને એક બીજાને પામવા થનગની ઉઠે ! મારા જેવા પીનાક નર્તન કરે ને સોળે કળાએ ખીલીને તમારા સુખમાં ભાગીદાર બને.  ’
‘ ચોક્કસ મિત્ર, હવે તું આકાશ ને વિરાન નહિ પણ પ્રેમ વાદળથી આચ્છિત જોઇશ.કાલથી નહિ પણ અત્યારથી !!  ’ કહી ને આકાશ ઉભો થયો ત્યારે સૂર્ય વાદળમાં સંતાકુકડી રમી રહ્યો હતો અને પૂર્વમાં મેઘધનુષ્યના રંગો આકાશને ગર્વ અપાવી રહ્યા છે.

મુખવાસ :        અંતરના ભેદ પામવા જરા ઊંડા તો ઉતરો
                      અંતરના વલોવાટને નાથવા ઉણા ના ઉતરો  !

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

2 Responses to જોજે કોઈને કહેતો ! (નવલિકા)

  1. Dhaval Rajyaguru કહે છે:

    Very good thinking resulting happy life ..keep it up Riteshji.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s