અંતર વ્યથા !! (નવલિકા)

                                                          અંતર વ્યથા !!

‘ કામિનીબેન, તમારા ચહેરા પર રોજે જે ખુશી અને ચમક દેખાય તે આજે ગાયબ કાં ? ’
‘ કશું તો નથી, પણ કોણ જાણે આજે મારું મન કોચવાય છે ! ’  ચિંતિત સ્વરે કામીનીબેને જવાબ આપ્યો. ને તેમણે બહાર જતા નિનાદ સામે જોયું.
‘ કંઈ તમે નિનાદની તો ચિંતામાં નહોતા કે ? અરે ! કાલે તમારા ખભા જેટલો થઇ ને અડોઅડ ઉભો રહેશે, કોઈને ખ્યાલ પણ નહિ આવે ! ભર્યું ભાદર્યું ઘર છે, પૂરતા લાડકોડ છે, ધરીને ધન છે, પાકા મકાન છે….. ’
‘ અરે અરે બસ મારી બેન તમે તો ટ્રેઈનની જેમ ચાલુ પડી ગયા. ’
‘ ઓહ , વધારે કહેવાઈ ગયું. લો ઠીક છે હું જાઉં   ’ ને તેઓ ઉઠયા
‘ ના બેસો, એમાં કઈ ખોટું લાગવાની વાતજ ક્યાં છે ? ’
‘ મારી બુન મને ખ્યાલ છે તને ખોટું નહિ લાગે પણ, મારે જવુજ હતું આજે લાઈબ્રેરીમાંથી એક બુક લાવવાની હતી. ’
‘ એમ ? તમે વળી ક્યારથી સાહિત્ય વાંચવાનું ચાલુ કર્યું. ? ’
‘ અરે મારી બુન, વાંચે મારી બલા. આતો પીન્ટુના પપ્પા માટે.એ આજે ઘરે મોડા આવવાના છે તો મેં કુ લઇ આવીશ. ! લો ચાલો ત્યારે હું નીકળું. ’ કહીને જોનાબેન ઉઠ્યા.
‘ બેન તારી વાત સાચી હતી, નીનાદની ચિંતાએ આજ ખબર નહિ મન હલી ગયેલું ! ’ ને તે ભૂતકાળમાં સરી પડી.
પાંચેક વર્ષ પહેલા પોતે અને દીકરી લોમા, દાદાને ટીફીન આપવા ફાર્મ પર ગયા ત્યારે નિનાદ રોડની સાઇડ પર લોહીલુહાણ હાલતમાં મળી આવેલો. કોઈ આજુ બાજુ નહિ હોવાથી લોમાના સહારે અને દાદાના સહયોગે ટ્રેક્ટર માં નાખી ને ડોક્ટર પાસે લઇ ગયેલા. ડોક્ટર નહોતા છતાં વૈદ ને રાત્રે તેડી લાવ્યા.વૈદની સારવાર,દાદા ની લાગણી અને કામિનીના આશિષે નિનાદ બચી ગયેલો.પણ જયારે તે ભાનમાં આવ્યો ત્યારે તેને કઈ પણ ખબર નથી.પછી ડોકટરે કહ્યું કે માથા પર ઘા વાગવાથી યાદદાસ્ત જતી રહી છે. હવે નિનાદ નું શું કરવું ?? તેને કશું યાદ નથી ક્યાં ગામનો કે કોનો છોકરો,કંઈજખબર નથી.આથી દાદા બિચારા ગામના વડીલ લોકો પાસે દોડી ગયેલા.
‘ ભાઈઓ, આપ સૌ જાણો છો કે એક નાનો છોકરો, મારા ફાર્મની બહાર થી મળી આવેલ છે પણ તેની યાદદાસ્ત જતી રહી છે. તો તમે કોઈ કઈ રસ્તો બતાવો. ’
તો કોઈએ મોટા શહેરમાં જઈને બાલાશ્રમ કે અનાથાશ્રમમાં મૂકી આવવા કહ્યું.પણ એક સ્માર્ટ વૃદ્ધની વાત સૌએ વધાવી લીધી.
‘ જુઓ દાદા,તમારો દીકરો અવસાન પામ્યો ને બીજા ચાર વર્ષ પછી તમારો પુત્ર ! ભગવાને તમારી ને કામીનીબેનની ખુશી છીનવી લીધી હતી તે આજે પાછી વાળી છે, એનો અનાદાર ના કરો. ભગવાન ની મરજીને વધાવીને એને તમારો પૌત્ર જ માની લો ! ’’
અને સૌની વાત માની ને દાદાએ તે છોકરાને પોતાના ઘર માં આશ્રય આપ્યો ને પોતાના પુત્ર જેવોજ પ્રેમ આપવા લાગ્યા.અને એવું માનવા લાગ્યા કે ઘડપણ ના સહારો પુત્ર થાય પણ આતો પુત્ર મળી ગયાનો આનંદ માનવા લાગ્યા.ને ઘરમાં ફરી એકવાર ખુશી ની લહેર ફરી વળી. પહેલા જે આનંદ અને ઉમંગની છોળો ઉડતી હતી તેવું ઘર એક ખુશનુ ભર્યા વાતાવરણ જેવું બની ગયું.સૌથી વિશેષ એક પુત્ર ગુમાવેલ માતાની છાતી માં ફરી વાર હેતના પુર ઉમટી આવ્યા.અને તે છોકરાને નવું નામ મળ્યું નિનાદ !!
જોનાબેન કહીને ગયા તેમ ટાઈમને પસાર થતા વાર નહિ લાગે તેમ જોતજોતામાં નિનાદ પંદર વર્ષનો થઇ ગયો.હતો.દીવાલને અઢેલીને ભૂતકાળમાં સરેલી કામિની વધારે વાર ભૂતકાળની અનુભૂતિ ને પામી ના શકી.હાથને પકડી ને નિનાદ પડેલા ચહેરે ઘરમાં આવ્યો કે કામિની દોડી ગઈ તેના તરફ.
‘ શું થયું મારા લાલ ?? ’
‘ કશું ખાસ નથી પણ જીન્કાની સાયકલની ચેઇન ઉતરી ગયેલી તો ચડાવવા ગયો તો આંગળીમાં થોડું વાગ્યું છે. ’
‘ બતાવ, જો…..અરે ! આટલી લોહીની ધાર થાય છે તોયે થોડું વાગ્યું છે ??? મારા લાલ, લાવ તને બેન્ડએજ. લગાવી દઉં. ’ ને દોડીને તેણે પેટીમાંથી બેન્ડેજ કાઢીને લગાવી દીધી.
‘ મમ્મી તું પણ વધુ પડતી ગભરાય છે.આતો કશું નથી વાગ્યું. પુરુષને ક્યારેક મોટો ઘા પણ વાગે એનાથી વળી આમ બી થોડું જવાય ! ’
‘ તું વધુ વાતો ના કર અને જઈને પેઈન કીલર ખાઈ લે. ’
‘ શું તું પણ, હવે હું નાનો કિકલો નથી. ’
‘ ઠીક છે….. ’ ને તે ઉઠી ને રૂમમાં ગઈ અને બબડતી ગઈ. “ કાશ તું મારી વ્યથા કે ફીલીન્ગ્સને સમજી શકે ! ”
જમવાની થાળી ટેબલ પર રખાઇ ગઈ છે.લોમા અને નિનાદ સાથે કામીનીબેન પણ ગોઠવાઈ ગયા છે પણ હજી દાદાજી નથી આવ્યા.તેની રાહ જોવાઈ રહી છે.થોડી વારમાં દાદાજી આવ્યા કે બધાએ જમવાનું ચાલુ કર્યું.બધા પોત પોતાના ખાવામાં અને થાળીમાં વ્યસ્ત છે.પણ કહેવાય છે ને કે માં નું સ્થાન ભગવાન પણ ના લઇ શકે ! કામિનીએ જોયું કે નિનાદ ડાબા હાથે આજે કેમ જમી શકશે ? જયારે તેણે જોયું તો ખરેખર તે જમવા માટે જજુમી રહ્યો હતો. 
‘ લાવ બેટા હું તને જમાડું , આમ ડાબા હાથથી નહિ ફાવે ! ’ કહીને કામિનીએ નીનાદના મોઢામાં કોળિયા આપીને પ્રેમથી જમાડવા લાગ્યા.ત્રીજો કોળીયો નીનાદને આપ્યોકે નીનાદની આંખોનો એ બંધ તૂટીને પાણી,ગાલનગરમાં થઇ ને વહેવા લાગ્યું.
‘ બેટા, શાક વધારે તીખું બની ગયું છે કે શું ? ’
પણ નિનાદ તો મમ્મી સામે એકીટશે નિહાળે છે.પાણીના ધોધને મુક્ત રીતે વહેવા દીધો.કોઈજ ઉત્તર ના વળ્યો એટલે દાદજી બોલ્યા
‘ કામિની શાક તીખું નહિ પણ લાડપાક બહુ ગળ્યો બની ગયો છે. ’
‘ દાદાજી મીન્સ ?? ’  લોમાએ પૂછ્યું
‘ તને નહિ સમજાય બેટા…. ’ નિનાદ સામે જોઇને ‘ નિનાદ બેટા મને ખ્યાલ છે કે તું મોટો થઇ ગયો છે અને તને મમ્મી આ ઉંમરે જમાડે તે…..’
‘ એમાં શું થઇ ગયું, એતો એનો હાથે વાગ્યું છે તો…..! ’  કાલી ભાષામાં કામિની બોલી.
‘ મને ખબર નથી મારી મમ્મી કેવી હશે,જ્યારથી સમજતો થયો ત્યારથી મને તમે ખુબ પ્રેમ આપીને મોટો કર્યો છે. આજ મને સમજાયું કે મમ્મી ના હાથનો માર અને પ્યાર કેટલા કિંમતી છે ! ’
તે રાત્રે કામીનીબેન ખુબ રડેલા પણ એ આંશુમાં તોખાર નહોતો, વ્યગ્રતા નહોતી, એકલતા નહોતી પણ, પણ ! કશુક ખટકવાની પ્રતીતિ હતી.ઘણીવાર દિલમાં પ્રગટ થતી વસ્તુ નો સામનો કરવાનો થાય ત્યારે આકાશ હલવા લાગે છે.ઠીક એવીજ બીના કામિની સાથે બની ગઈ.ફાર્મ પર નિનાદ ગયેલો અને એક ઝાડ પર ચડ્યો અને પગ લપસતા નીચે પડ્યો અને એક મોટા પત્થર સાથે માથું અથડાયું.ને તે સુનમુન બનીને બેસી ગયેલો.લોહીને પાણીથી ધોયું પણ ઘા ઊંડો હોઈ લોહી વહેતું હતું.કોઈ એ તેના ઘરે જાણ કરી તો દાદા તથા કામિની ગાડી લઈને દોડી ગયા.
‘ મારા લાલ આટલું બધું લોહી નીકળે છે તોયે મૂઢ જેમ કેમ બેઠો છે ? લાવ હું પાટો બાંધી આપું. ’
‘ ના ઠીક છે . …. ’ ને તે બધા સામે જોઈ રહ્યો,જાણે કોઈને ઓળખતો જ ના હોય ! 
‘ કેમ કરી ને વાગ્યું. ’
‘ મને પણ ખબર નથી પણ જયારે મારી આંખ ખુલી તો કપાળમાંથી લોહી નીકળતું હતું. ’
‘ અરે, મારા ભોળિયા દીકરા કેવી રીતે વાગ્યું તે પણ ખબર નથી એવું કેવું ? ’
કંઈ પણ સાંભળ્યા વગર તેને ગાડીમાં બેસાડીને ઘરે લઇ આવ્યા.પણ ઘરે આવતા કૌતુક માફક તે બધે બાઘા જેમ જોઈ રહ્યો છે.ડોકટર આવ્યા પછી તેમણે જણાવ્યું કે તેની યાદદાસ્ત પાછી આવી ગઈ છે.ત્યારે કામિની પર જાણે પહાડા તૂટી પડ્યો હોય તેવી વેદનાની અનુભૂતિ થઇ.
કોઈને પણ નિનાદ ઓળખતો નથી,અને જયારે કોઈ નિનાદ કહીને બોલાવે ત્યારે તે ‘ હું નિનાદ નહિ પણ અસ્તિત્વ છું. ’
કામિની એ દાદજી ને વાત કરી તો તે પણ થોડા નાશીપાશ જણાયા. ‘ કામિની બેટા, જયારે આપણને નિનાદ મળ્યો ત્યારે મેં તને એક વાત કહેલી, કે આ છોકરો આપણો એક એવો મહેમાન છે કે કયારે તે જતો રહે તેની ખબર નહિ પડે.’ ને દાદાજીએ પણ મણ એકનો નિશાશો નાખ્યો.  ‘ આજ એ સમય આવી ગયો કામિની ’
વાત એટલે થી અટકી ના ગઈ પણ હવે તો નિનાદ પોતાના મમ્મી પાસે જવા કરગરતો હતો.આથી કામિની પર તો જાણે વીજળી ના પડી હોય ! ભગવાન પાસે બેસી ને એટલું તો રડી કે આંખોના આંસુ પણ ખૂટી પડ્યા.પણ વિધિના વિધાન આગળ સૌ કોઈ વામણું ! તેમ જે બનવાનું હોય તે બની ને જ રહે છે !
નિનાદ તો હવે ઘરના ખૂણામાં સુનમુન રહેવા લાગ્યો.કોઈની સાથે વાત પણ કામ પુરતી કરવા લાગ્યો.જયારે કામિની એની પાસે જાય એટલે બસ એક જ વાત કરે કે પોતાને વાનેપુર લઇ જાય.પોતાની મમ્મી એની રાહ જોતી હશે.એટલે વડીલોએ કામિની બેન ને સમજાવ્યા.
‘ કામીનીબેન જરા સમજો, નિનાદ આટલા વર્ષ તમારે ત્યાં રહ્યો એનો સંતોષ માનો. ’
‘ તમે કહો એટલું સહેલું હોત તો ક્યારની માની ગઈ હોત …પણ ભગવાન મારી સાથે જ કેમ આવું કરે છે ? ’  ને તે રડી પડી.
‘ તરી બધી વાત સાચી છે પણ આપણા સ્વાર્થે એક નાજુક ફૂલ ને કરમાવા દેવું એ વ્યાજબી નથી. ’ દાદાજી એ કહ્યું અને આપણા નિનાદને અસ્તિત્વમાં ટકાવી રાખવા આપણે એના માબાપ ને સોંપી દઈ એમાંજ આપણી સમજદારી છે.’ દાદાજી પણ કહેતા કહેતા રડી પડ્યા, એટલે કામિની માની ગઈ.
નિનાદને ચાંદલો કર્યો અને અક્ષત ચોડીને કામિનીએ ગાલે બચી કરીને એટલો વહાલ વરસાવ્યો કે સાત આકાશ એક સાથે વરસી પડ્યા !આસપાસ હાજર લોકો પણ આંખના ખૂણાને ભીનો થતો રોકી ના શક્યા ! 
ગાડીમાં લોમા, કામિની અને સાથે બે પાડોશી પણ ગોઠવાઈ ગયા.ગાડી જયારે ગામની બહાર નીકળી ત્યારે નિનાદ ચારેબાજુ જોઈ રહ્યો છે.દિલના એક ખૂણામાંથી દ્રશ્યો જપ જપ બહાર નીકળે છે.અંતર વલોવાય છે.બધું યાદ આવવા લાગે છે.ફાર્મ,નાની બેન લોમાનો સ્નેહ-લાડકોડ,દાદાજીનો વડલા સમાન શીતલ છાંયો અને ખાસ તો કામીનીબેનનો અંતર્યામ પ્રેમ અને હુંફ ! ચિત્રપટ ની માફક બધું ફરે છે.ગાડી આગળ જઈ રહી છે પણ પોતે ઘણો પાછળ રહી જતો હોય તેવો આભાસ થાય છે.ગાડીમાં એકદમ શાંતિ છવાયેલી છે.કામિનીની નજર એક પળ પણ નિનાદ થી હટતી નથી.શાંતિને તોડતા અસ્તિત્વ બોલ્યો ‘ તમે લોકો એવું ના માનો કે હું તમને છોડી ને કાયમ માટે જઈ રહ્યો છું, અને એવું પણ ના માનો કે તમને છોડીને જવામાં હું બહુ ખુશ છું..ખબર નહિ કેમ પણ તમને બધાને જોઉં કે,બધાની વાત માનું, કે શું કરું ??? મને તો કશું સમજાતું નથી……. ’  ને તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.
‘ નિનાદ બેટા સોરી અસ્તિત્વ,તારું ગામ આવી ગયું છે હવે રડ નહિ. એક પળ માટે હું સ્વાર્થી થયેલો પણ હવે તે વૃત્તિને તજીને તને કહું છું કે તને તારા માબાપ મળી ગયા તેની મને ખુબ ખુશી છે.આશા રાખું કે તને તારું ઘર યાદ આવી જાય ! ’
‘ હા….અહીંથી રાઇટમાં લઇ લો મારું ઘર નજીક પડશે. ’ અસ્તિત્વ બોલ્યો.
જેવી તેની ગલી આવી કે ઉત્સાહથી દરવાજો ખોલવા લાગ્યો.અને જઈને તેની મમ્મી રસોડામાં હતી તેને જઈને વળગી ગયો.તેની મમ્મી તો તેને જોઇને હેબતાઈ ગઈ અને ચક્કર ખાઈને ઢળી પડી.
‘ જે હું નહોતો ચાહતો તેજ થયું. ’ દાદાજી નિશાશો નાખતા ઘરમાં પ્રવેશ્યા.થોડું પાણી છાંટ્યા બાદ તેની મમ્મી ભાનમાં આવ્યા ને બધી વાત કરી.ભગવાનના મંદિર પાસે જઈને લાંબા થઇ ને રડી પડયા.ને બધી વાત કરી કે,તેઓ દ્વારકા દર્શન કરવા જતા ત્યારે અસ્તુ ચાલુ ટેમ્પામાંથી પડી ગયેલો તે આજ સુધી પત્તો નહોતો.બનેલું એવુકે અસ્તિત્વ ટેમ્પાના પાટિયા પરથી ગબડીને રોડની નીચે ખાઈમાં પડી ગયેલો, આથી ઘણી તપાસ કરવા છતાં તેના માબાપને મળેલો નહિ.
થોડીવારમાં તેના પપ્પા અને મોટો ભાઈ પણ આવ્યા.બધાએ વાત જાણી તો ખુશીના માર્યા પાગલ થઇ ગયા અને તેની મમ્મી તો તેને જોતી જાય છે ને ખુશી ના આંસુ પડતી જાય છે.બધા ની નજર આ દ્રશ્યમાં છે પણ એક ખૂણે આંસુ સારતી કામિની બાજુ કોઈ જોતું નથી.આંસુનો દરિયો હિલોળે ચઢ્યો છે. એક બાજુ પુત્ર પામ્યો નો હરખ છે તો બીજી બાજુ માંડ માંડ મળેલો પુત્ર ગુમાવ્યા નો વસવસો છે.પણ કહેવાય છે કે માં નુ દિલ માં જ વધારે વાંચી શકે છે ! એક દિવસ બધાને રોક્યા છે રાત્રે બધા મોડે સુધી વાતો કરી ને સવારે વિદાય લેવા તૈયાર થયા.કામિની નિનાદ પાસે આવી ને માથે હાથ મુક્યો.ને છાના આંસુએ તે ગાડીમાં બેસી ગઈ. ‘ ચાલો દાદાજી ગાડી ઉપાડો. ’
‘ ઉભા રહો કામિની બેન,તમે કશું ભૂલતા જાવ છો… ’ દોડતાક આવીને અસ્તુની મમ્મી ગાડી પાસે ઉભા રહી ગયા. ‘ કામિની બેન જરા નીચે ઉતરો છો ??  ’
કામિની નીચે ઉતરી આથી દાદાજી અને લોમા પણ નીચે ઉતર્યા.બધા સ્તબ્ધ બની ને જોઈ રહ્યા.
‘ હું કશું લાવી તો નહોતી….. ’ ને વળી મનમાં બોલ્યા “ લાવેલી તેતો હારી બેઠી છું ”
‘ લો આ રાખો તમારા તોફાની કાનુડાને, મારાથી નહિ સચવાય જસોદા….આજ દેવકી હારી અને જસોદા જીતી ગઈ….. ’
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

2 Responses to અંતર વ્યથા !! (નવલિકા)

  1. Richa કહે છે:

    Lovely heart touching story with full mixed feelings

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s