કબડ્ડી કબડ્ડી (હાસ્ય લેખ)

                                                        કબડ્ ડી કબડ્ડી
‘ ભાણા, આમ રૂમમાં આંટા મારીને મોજડી કેમ ઘસે છે ? મોજડી ડંખતી હોય તો જીજા મહારાજ ને કહીને નવી લઇ આપું.’
‘ મામા શ્રી, મોજડી નહિ પણ પેલો ભીમ ડંખે છે ! ‘
‘ અખા સંસારમાં ડંખે નહિ એવો ભીમ ક્યાય નથી મળતો , કહે છે કોઈ વેપારી પાસે ?  ’ શકુની હસતા હસતા બોલ્યા
‘ મામા, એટલે જ તો હું તમને પુછતો નથી  ’
‘ એટલે જો તો તું મહા મુર્ખ છે , તું નહિ તમે બેય, કબડ્ડી…….એ શું ?  ’
‘ બેય મામા શ્રી  ??  ’
‘ હા, તું અને તારો ઘમંડી મિત્ર કર્ણ  ’ 
‘ મામા આ તમારા પાસા કે ચોપાટ નો ખેલ નથી પણ મેચ કબડ્ડી કબડ્ડી ની છે. એટલેજ તો તમને નથી કહ્યું  ’ ને તે હસવા લાગ્યો ‘ મામા જાવ તમારી સેના ને પાધરી કરો. ’ ને શકુની હાથ મશળતા જતા રહ્યા.
‘ મિત્ર કર્ણ, મામા ની વાતનું ખોટું ન લગાડીશ  ’
‘ એ જવા દે પણ તમે લોકો એમને કેવી રીતે હરાવશો ?  ’
‘ કેવી રીતે એટલે રમીને  ’ અને તે હસવા લાગ્યો.
‘ મેચ કયારે છે ?  ’
‘ દશ તારીખ,હજી વાર છે  ’ ત્યાજ શકુની પાછા આવ્યા.
‘ ભાણા મેં ઈન્ટરનેટ પર જોઈ લીધું છે એના વિષે, જરા નજીક આવ કાનમાં કહું.હવે તો લોકો દીવાલમાં પણ કેમેરા અને સ્પીકર લગાવે છે !  ’
‘ મામા, વધારે નજીક નહીં અવાય તમારું મોઢું દુર્ગંધ મારે છે કદાચ તમે તમાકુ ભરીને આવ્યા છો !  ’
‘ ઠીક છે તો જા તારા સુગંધી મામા હોય તો એની પાસે  ’
‘ મિત્ર આમ મામાને અપમાન ના કર,મામા મને કહો  ’
‘ મામા માફ કરો, લો હવે તો કહો  ’ એકદમ કાન આગળ મોઢું લઈને તે બોલ્યો.બધા વિખરાયા એટલે વિકર્ણ ને ખબર પડી ગઈ, એટલે દોડતો કુંતી માતા પાસે ગયો ને કહી દીધું,કે આખી રાત દુર્યોધન રૂમમાં ગુસપુસ ચાલેલી.આથી કુંતી માતા એ કૃષ્ણ ને એસ એમ એસ કરી દીધો.
દશ તારીખ આવી ગઈ.બધા મેદાન પર એકઠા થયા છે.એક બાજુ સો કૌરવ ભાઈઓ તો સામે પક્ષે પાંચ પાંડવો છે.એક વાર ગુરુકુળમાં દ્રોણ બોલ્યા કે મારા બધા શિષ્યોમાં બળવાન ભીમ અને બનાવલી અર્જુન શ્રેષ્ઠ છે!આથી દુર્યોધનથી સહન નાથાયું  ને ઈર્ષ્યા નો માર્યો અકળાયો અને કબડ્ડી ની મેચ રાખાવાની હઠ લઇ બેઠો.બધા લાઈનમાં ઉભા છે લંગોટ પહેરીને છાતી કાઢતા સોએ ભાઈ ભીમ સામે દાંતિયા કરે છે.
દ્રોણ,પિતામહ,વિદુર,શકુની જેવા માંધાતાઓ આવી ગયા છે.દરોને બધાને સુચના આપી દીધી કે ‘આ એક મેચ છે કોઈ એ કોઈ પર દાજ કાઢવી નહિ  ’
અર્જુન થોડો ઉદાસ દેખાતો હતો.આથી ભીમે તેની સામે જોઈ ઇશારાથી પૂછ્યું.તો તેણે સંજ્ઞા કરીકે બધું ઓકે છે.ત્યાજ કૃષ્ણ દેખાયા કે તેની આંખોમાં ચમક ઉપસી આવી.પીતામહે બધા નાગરીકો અને મહેમાનોનું સ્વાગત કર્યું। અને ટોસ માટે કૃષ્ણ ને આમંત્રિત કર્યા.કે દુર્યોધન ખિન્ન થતો નીચું જોઈ ગયો ને ગુસ્સાનો ઉભરો ગળી ગયો.
‘ મહાત્મા વિદુર ને આ લાભ આપો ગંગા પુત્ર .  ’
‘ નહિ,કાકાશ્રી, પિતામહ અને ગુરુ દ્રોણ ને બાદ કરતા કોઈને પણ  ટોસ માટે કે રેફરી બનાવો મને મંજુર છે.  ’ દુર્યોધન ગર્જયા વગર ના રહી શક્યો. 
‘ કેમ ભાઈ ?  ’ વિકર્ણ બોલ્યો
‘ તું ચુપ રે ! હું ટીમ નો કેપ્ટન છું.  ’
સર્વાનુમતે સંજય ને રેફરી બનાવાયા.ત્યાજ ‘ અરે સંજય ટોસ કોણ જીત્યું ?  ’ આવતાજ ધ્રુતરાષ્ટ્ર બોલ્યા
‘ આ ડોબા ને અહી કોણે બોલાવ્યો ?   ’  પિતામહ હાથ હલાવતા બોલ્યા
‘ મેં બોલાવ્યા પિતામહ ! મહારાજ વગર કોઈ પણ મેચ થાય કેવી રીતે  ’ કાકલુદી ભાષામાં શકુની એ કીધું.
બધા લાઈનમાં ગોઠવાઈ ગયા કે રેફરી સંજયે વ્હીસલ મારીને બધાને સ્તબ્ધ કર્યા.પબ્લિક પણ હવે ઇન્તેજારી રૂપે શાંત થઇ ગઈ.સૌને કોણ જીતે તેમાં રસ હતો.તો કોઈ વળી કહેતું કે એકલો ભીમ જ બધા ને ફંગોળી દેશે.બધાની ઇંતેજારીનો અંત આવ્યો દુર્યોધન ટોસ જીતી ગયો.હમમમ કરીને તેણે ભીમ સામે દાંતિયા કર્યા કે ભીમ તેને મારવા દોડ્યો.માંડ માંડ દ્રોણે ભીમ ને વળ્યો એમાંતો દ્રોણ પણ ગબડી પડ્યા કે બધા નગરજનો હસવા લાગ્યા.
પહેલો દાવ લઈને દુર્યોધન આવ્યો,આવીને ત્વરાથી નકુલને ટચ કરીને જતો રહ્યો.પણ નકુલ ને કોઈ ડાઉટ ગયો આથી કૃષ્ણ સામે જોયું કે તેમણે ઇશારાથી શાંત રહેવા કહ્યું.ભીમે આ જાણ્યું કે તે ધૂંધવાયો.મેચ ચાલુ જ રહી.બેયના બે બે ખેલાડી આઉટ થઇ ગયા છે આથી ભીમ ગયો ને બે ને આઉટ કરી ને આવ્યો કે દુર્યોધન ધુવાપુવા થવા લાગ્યો. ને એવો વીજળી વેગે ગયો કે બધા ભાઈઓ એ પકડી લીધો કે તે છટકી ગયો,ભીમ ને ખુબ આશ્ચર્ય થયું.આથી ભીમ અને અર્જુન સિવાય બધા આઉટ થઇ ગયા.અર્જુન દાવ લેવા ગયો તો કોઈને પણ આઉટ કાર્ય વગર આવ્યો.તો નાનો દાવ લઈને આવ્યો કે ભીમે એક જાતકે તેને ફંગોળી દીધો આથી ‘ કુઈચા કુઈચા ‘ કરતો નીચે બેસી ગયો કે તેની બાજુમાં જ નાનો ભાઈ જોયો કે ભોંઠો પડી ને ઉભો થઇ ગયો.જેવો દુર્યોધન ફરી આવવા ગયો કે વરસાદ ચાલુ થઇ ગયો આથી મેચ દિવસ માટે મુલતવી રહી.મહેલમાં જઈને ભીમ ગુસ્સે થયો ‘વરસાદ વેરી થયો અહીં તો મેચ જીતી જાત !  ’
‘ ના મજલે ભાઈ, વરસાદ તો મેંજ પડેલો ‘ મલકાતા મલકાતા કૃષ્ણ બોલ્યા.
‘ શા માટે વાસુદેવ ?  ’ નકુલે પૂછ્યું.
‘ એટલા માટે વ્હાલા નકુલ કે શકુનીની ચાલથી તમે વાકેફ નથી.બધા ભાઈઓ શરીરે ઓઈલ લગાવી ને રમતા હતા. ’
‘ વાહ કેશવ ! મને તમારા પર અપાર શ્રધ્ધા છે.  ’ અર્જુન મલકાઈ ને બોલ્યો.
બીજા દિવસે બધા વળી એકઠા થયા.સંજયે વ્હીસલ મારીને બધા ને સતેજ કર્યા.આજ પણ દુર્યોધન ટોસ જીતી ગયો.આથી ખુશી ના માર્યો કૂદવા લાગ્યો અને ઉંચો કુદકો માર્યો.સંજયે ઈશારો કર્યો કે દુર્યોધન દાવ લેવા ગયો.ક..ક…બ….ને તે નીચે બેસી ગયો.બેય હાથ થી પૂઠ દબાવી દીધી.ને બધા પ્રેક્ષકો તેની સામે જોઈ રહ્યા.તો કોઈ વળી બોલ્યું કે ‘ મને તો ખબર જ હતી કે તે પાણીમાં બેસી જવાનો જ છે.  ’
‘ અરે ભાણા ! ઉભો થા કેમ પાણીમાં બેસી ગયો ?  ’ શકુની ધીરેથી બોલ્યો.
‘ મામા,હું કાયર નથી મને કોઈ હારવાની બીક નથી…….  ’ હાથને વધુ દબાવતા તેણે કહ્યું.
બધા લોકો ગુસપુસ કરવા લાગ્યા.પણ કોઈને કઈ સમજાયું નહિ.પિતામહ પણ ઊંચા નીચા થયા ને હાથને ઢીંચણ સાથે રાખીને બેઠા છે.આથી દુ શાશન તેની પાસે ગયો ‘ મોટાભાઈ, ઉભા થાવ, તમારા વગર આપણી જીત શક્ય નથી. ’
‘ અરે દુશાશન તું તો મને સમજ યાર, અને તને તો ખબર છે મેચનું લાઇવ ટેલીકાસ્ટ થાય છે. અને આખી દુનિયા મને જુએ છે…. ’
‘ પણ ટેલીકાસ્ટ તો તમે જ ચાલુ કરાવેલું !  ’
બેય ભાઈ ગુસપુસ જોઇને સંજયે કહ્યું ‘ ઓકે નેક્સ્ટ  ’
‘ સંજય પહેલા આ વચ્ચો વચ્ચ મેદાનમાં બેઠેલા આ ડોબા ને ઉઠાડો તો ખરા !  ’ પિતામહ ગુસ્સે થયા ને તેની પાસે દોડી આવ્યા.ને હું……….કરતા કે ને બીજા દિવસ માટે મેચ મુલતવી કરવાની જાહેરાત કરી.
વળી બધા મહેલમાં ગયા.ભીમ તો ખુબ ગુસ્સે થયો છે કોઈના રોકે રોકાતો નથી અને ગદા લઈને દોડ્યો.આથી કૃષ્ણે તેને રોક્યો.પછી જયારે દુર્યોધન નું કારણ જાણ્યું પછી તો બધા એટલું હસ્યા કે માતા કુંતી દોડી ને આવ્યા.
‘ ફુઈ તમે જાવ આતો અર્જુન જોક્સ કહેતો હતો.  ’
પણ નકુલ પાછળ દોડીને સાચી હકીકત કીધી ‘માતાજી, મોટાભાઈ નો લંગોટ ઉંચો કુદકો માર્યો કે પાછળથી ચરર થઇ ગયો. ’  ને તે વળી જોરજોરથી હસવા લાગ્યો.
‘ શું તમે લોકો પણ ….. ’ કુંતી પણ મલકાતી મલકાતી જતી રહી.
વળી બીજા દિવસે બધા ભેગા થયા કે ભીમ મરક મરક દેખાયો કે દુર્યોધન દ્રોણ ને ઈશારો કરીને કંઈક કહ્યું.આથી દ્રોણ ભીમ પાસે જઈને શાંત રહેવા જણાવ્યું.આજ પાંડવો ટોસ જીત ગયા.આથી નકુલ દાવ લેવા ગયો કે પકડાઈ ગયો.આથી ભીમ થોડો ખિન્ન થયો.વળતો પ્રહાર કરવા તૈયાર થયો.દુર્યોધન આવ્યો ને સહદેવને આઉટ કરતો ગયો. કે ભીમ ચાર ને આઉટ કરતો આવ્યો.હવે પબ્લીકમાંથી ‘દુશાશન દુશાશન ‘ની બુમો પાડવા લાગ્યા.આથી દુશાશન ને મોકલ્યો.તે કબડ્ડી કબડ્ડી કરતો ગયો ને જેવો વચ્ચે આવ્યો કે દોડીને મહેલ તરફ જતો રહ્યો. યુધીષ્ઠીર બોલ્યા ‘ લાઈન ટચ નથી થઇ. ’
દુર્યોધન તેની પાછળ દોડ્યો ‘ ભાઇ ઉભો રે તને કશું નહિ કરું પણ ક્યાં જાય છે આમ ભાગીને ?  ’
‘ મારી પાછળ આવો નહિ, હું કાયર નથી  ’ કરતોક મહેલમાં ઘુસી ગયો.
હવે આ બાજુ શું કરવું તે બધા વિચારવા લાગ્યા.ભીમ કહે કે દુશાશન આઉટ અને તેનો ભાઈ માનવા તૈયાર નહોતો.ત્યાતો દુશાશન દેખાયો ‘ ચાલો હું મારો દાવ પૂરો કરું  ’ ને વળી તે કબડ્ડી કબડ્ડી કરતો ગયો ને આ ફેર જેવો ગયો તેવો બમણા વેગે મહેલ તરફ ભાગ્યો.આથી પીઅતામાહ અને વિદુર બેય ખીજાયા.’ અને શું થાય છે કે વારે વારે માતાજીના આશીર્વાદ લેવા કે ખબર નહિ…. ’
‘ દુશાશન કાયર નથી પણ મનેય નથી કહેતો હું શું કરું. ?  ’
ત્યાં વળી તે પ્રગટ થયો. ‘ હું આવી ગયો  ’
‘ અરે કોઈ આરતી લાવો દુશાશન મહારાજ આવ્યા છે !  ’ ભીમે વ્યંગ કર્યો.
‘ ભીમ ચુપ રહે , ગદા મારી પાસેય છે.  ’
‘ બધું જવા દો, દુશાશન પહેલા એ કહે કે વારે વારે તું મહેલમાં કેમ જાય છે ? પછી તારો દાવ પાક્કો.  ’ અર્જુને આગળ આવીને કીધું.
‘ કહી દે દુશાશન ને ચુપ કર ઈ અર્જુન ને !  ’
‘ અરે મોટા ભાઈ મને વારે વારે ટોઇલેટમાં જવું પડે છે…… ’ કહેતો ને વળી મહેલ તરફ દોડ્યો. બધા ને કારણ જાણવા મળ્યું કે નગરજનો પણ હસવા લાગ્યા.
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s