કેમ કરી વિસરાય ! (નવલિકા)

કેમ કરી વિસરાય !

‘ અલ્યા જીતા ને તું મળ્યો ? ’ 
‘ કોણ જીતો, વિઠ્ઠલ કાકાનો ? ’ સુરેશે સામે પૂછ્યું.
‘ ના લ્યા, પેલો કેનેડા નહોતો ગયો, હરીકાકાનો વચલો. ’ રાહુલે કહ્યું.
‘ ઓ, હા……., યાદ આવ્યું, તો શું ? ’
‘ અરે ! સાલું કેવા કપડા પહેર્યા છે ’
‘ લ્યા, ફોરેનમાં રહે છે તો,પછી ! ’
‘ ફોરેનમાં તો ઘણા રહે છે પણ આતો ખબર નહિ, પેન્ટ ફાટેલું ને ટીશર્ટ કાબરચીતરું ને વાળ તો મને લાગે છે કદાચ બસમાં બારીએ બેઠો હશે એટલે વેરણ છેરણ હશે. ’
‘રીયલી  ??? ’
‘ કસમથી, બે દિવસ પછી થોડો જુનો થશે એટલે બહાર આવશે, હમણા બધા ધરાઈને એને માન ને પ્રેમ આપી દેશે. અને આપણે તો એના જુના મિત્રો છીએ,યાદ પણ નહિ કરે? ’ કોઈ એક બોલ્યો.
‘ ઠીક છે ’ કહીને બધા મિત્રો બીજા દિવસે મળવાના વચને વિખરાયા.
વળી પાછુ ટીખળ ટોળું ભેળું થયું,ને એકબીજાની હંસી ઉડાવે છે.તો કોઈ વળી પોતાની બડાશ મારે છે.વેકેશન હતું એટલે ભણવાની કોઈ ચિંતા નહોતી.ગામડાને પણ શહેરનો રંગ લાગી ગયો છે.ગામમાં નાનું એવું બજાર પણ ઉભું થઇ ગયું છે.ગામ લોકો જે ભોળા અને દિલદાર હતા તેવી છાપ ધીરે ધીરે ભૂંસાતી જાય છે ! તેલ જોઇને તેલની ધાર જોવી, ની નીતિ અનુસરવા લાગ્યા છે.પણ તોયે કહેવાય છે ને,વેશ બદલાય પણ હ્રદય ના બદલાય ! ગમે તેવી કોઈની નકલ કરતા પોતીકાપણું એક દિવસ પકડાય જ છે.આમજ આ ટોળું હસીખુશી કરીરહ્યું છે. બધા સ્તબ્ધ થઇ ગયા. સૌની નજર બધાની તરફ આવતા એક યુવક પર હતી.
‘ અલ્યા,આતો એજ કે નહિ ? ’ અશોકે પૂછ્યું.
‘ હા, ઇજ છે જીતો, જોયું કેવું પેન્ટ પહેર્યું છે ને વાળ હજી એણે ઓલ્યા નથી લાગતા. ’
‘ મનેય એવુજ લાગે છે, બધા નવરો જ નહિ પાડવા દેતા હોય ! ’
‘ હોઈ શકે ! પણ વાળ તો વાતો કરતા કરતા પણ ઓળી શકાય…… ’ તે વધુ ના બોલી શક્યો.જીતું એકદમ નજીક આવી ગયો હતો.આવીને બધા સામે જોઈ રહ્યો અને કશું પામવા મથી રહ્યો ! તે હજી કઈ બોલે તે પહેલા અશોકથી ના રહેવાયું.
‘ અલ્યા તું જીતો ને, સોરી જીતેન્દ્ર ’
‘ હા, હું જીતો.તમારા સૌનો બાલસખો જીતુ.મેં ગામ છોડ્યું ખાસો સમય થયો,તો કદાચ કોઈનું નામ ઉલટું પુલ્ટું બોલાય તો ક્ષમા કરજો. ’
‘ મતલબ , તને અમારા નામ પણ યાદ છે ???? ’
‘ રાહુલ, હું કંઈ એટલો તો મોટો નથી થઇ ગયો કે બધું ભૂલી જાઉં.આ અશોક..અને આ ભીખો, બરાબર અશકા ?  ’
‘ વાહ રે ! મારું નામ તને બરાબર યાદ છે જીતુ ’ અશોક મનમાં હરખાયો.
‘ અશોક તારું નામ મને બરાબર યાદ છે.મને એક આનુ નામ કે ચહેરો યાદ નથી આવતો. ’ કહી ને તેને અજાણ્યા લાગતા એક મિત્ર સામે જોઇને કહ્યું.
‘ જીતુ, એ ગામમાં નવો છે.તું જીતુ ને ઓળખે છે ? ’ નરેશ ને પૂછ્યું.
‘ ના, પણ કાલની વાત પરથી થોડો ખ્યાલ આવે છે. ’
‘ એનું નામ નરેશ છે.પેલા ધીરજકાકા નહિ,એમનો ભાણો છે. ’
‘ ધીરજકાકાને ઓળખ્યા.બધું જવા દ્યો, એ કહો કે તમે સૌ કુશળ તો છો? ’
‘ હા મિત્ર, અરે તું તો હજી એજ ભાષા બોલે છે, જે અહી હતો ત્યારે બોલતો ! ’
‘ તો એમાં શું નવાઇ પમાડે તેવું છે ! જુઓ ઇંગ્લીશમાં તો હું કેનેડામાં પણ બોલું છું ને જે ભાષા બોલી ને મોટો થયો તેને કેવી રીતે ભૂલાય ! ’ જીતુએ કહ્યું એટલે બધાએ માથું હલાવી અહો વૈચીત્રય્મ ! ના ભાવ બતાવાવા લાગ્યા.
‘ સારું કહેવાય ‘ રાહુલ બોલ્યો ’
‘ અચ્છા એ કહે કેવું ચાલે છે ત્યાં ? ’
‘ રાબેતા મુજબ જેવું અહી છે. ’
‘ થોડુ ડીટેલમાં બોલ તો વધુ સારું યાર ! ’
‘ જુઓ અહીંથી ગયા બાદ મુંબઈમાં ચાર વર્ષ ભણીને હું કેનેડા ગયો ત્યાં ત્રણ વર્ષ ભણ્યો ને સાથે પાર્ટ ટાઇમ નોકરી કરી. લગભગ ચારેક વર્ષ પછી મને ત્યા રહેવાની પરમીશન મળી ગઈ. ’
‘ પાર્ટ ટાઇમ નોકરી કે પાર્ટ ટાઇમ સ્ટડી ?? ’ નરેશે પૂછ્યું.
‘ મિત્રો બહુ ચોંકશો નહિ.એજ તો વાત છે કે ઇન્ડિયામાં જોબ કરતા કરતા પાર્ટ ટાઇમ ભણીએ પણ ત્યાં ગયા પછીની લાઈફ એટલી આશાન નથી.પણ આપ સૌની લાગણી ને વડીલોના આશીર્વાદથી મને સારી જોબ મળી ગઈ છે.ને અત્યારે હું ઘણી સારી સ્થિતિમાં છું.’
‘ તો બીજા લોકો ની ….? ’
‘ ખરી વાત છે, અહીંથી જે વધુ ભણવા જાય છે તે બધાને કામ તો કરવું જ પડે છે નહીતો ત્યાની લાઈફ સાથે સેટ થવું કઠીન છે.પણ છોડો એ બધું આપણે કોઈ બીજી વાત કરીએ ’ જીતું એ વાત ટાળતા કહ્યું.
‘ સારું, પણ એક વાત કહે કે ત્યાં અને અહી તને શું સારું લાગે છે ? આઈ મીન, કોઈ ખાસ્સો ડીફરન્સ. ’ અત્યાર સુધી શાંતિથી સાંભળી રહેલા વિનયે પૂછ્યું.
‘ જુઓ, ખાસ તો ત્યાના માણસો નિયમોને વળગી રહે છે, એકબીજાને માનથી બોલાવવા,ડીસીપ્લીન અને ચોક્ખાઈ ને ખાસ વળગી રહે ! રસ્તા પર કોઈ કચરો તો ના ફેંકે પણ થુંન્કેય નહિ.ને ખાસ તો થેંક યુ અને સોરી તો જાણે,પાણીની જેમ વાપરે ! ’
‘ બીજું  ? ’ આતુરતાથી કોઈ એકે પૂછ્યું.
‘ ત્યાના ને અહીના જીવન માં ઘણો ડીફરન્સ છે.એના માટે આપણે ફરીમળીયે ત્યારે વાત કરીશું ઓકે ?? ’ વાત ટૂંકાવતા જીતુ બોલ્યો.
‘ નો પ્રોબ્લેમ , એ કહે કે તું કઈ ખાસ વસ્તુઓ અહીંથી લઇ ગયેલો ? ’ રાહુલે પૂછ્યું.
‘ મમ્મી ની બનાવેલી વાનગી તો ખાસ હોય જ ! પણ ભારતમાંની વાનગીઓ ખાસ લઇ ગયેલો ’
‘ ભારતમાંની મતલબ ? ’ બાઘા જેમ અશોક પૂછી બેઠો.
‘ આપણા સૌની ’
‘ કેવાની વાનગીઓ ? ’ વિનયે પૂછ્યું.
‘ એજ, આપણી સંસ્કૃતિ ! ઢેબરા જેવી મીઠી નમ્રતા ને સુખડી જેવી ગળી પ્રમાણિકતા.હા મિત્રો હા. ’
‘ એ વાનગી ત્યાં જોવા મળે ખરી ? ’ 
‘ મળે ખરી પણ બહુ આકરી કિંમતે ! અને બહુ મહેનત પછી. ‘
‘ તને અમે લોકો કે ગામની યાદ આવતી ? ‘ સુરેશે પૂછ્યું.
‘ કેમ નહિ, નવો નવો ત્યાં ગયો ત્યારે ખાસ તો મારા ફમીલીને બહુ મિસ કરતો. પછી  ધીમે ધીમે ત્યાના વાતારવરણમાં સેટ થતો ગયો પણ જયારે કોઈ તહેવાર કે પ્રસંગે બધું બહુ યાદ આવે ! અને ખાસ કરી આપને જે રમતો રમેલા એ સમય તો કદાચ પચ્ચો આવશે કે કેમ ? ‘ તે રોકાયો
‘ જીતું, ગમે તે કહે પણ તોયે ટીવીમાં કંઈક બહારનું બતાવે ત્યારે આપણું ગામ એક નાના ખોબા  જેવડું લાગે. ‘
‘ તારી વાત સાચી છે, આપણું ગામ એક નાના ખોબા જેવડું જ ગણાય. પણ જંગલમાં જતા હોઈએ અને તરસ લાગે,તરસ છીપાવવા ખોબો જ કામમાં આવે છે.નાનો હતો ત્યારે મને એક કહેવત યાદ રહી ગયેલી ” બીજાની થાળીમાં લાડવો મોટો લાગે ” તો મારા ખ્યાલ પ્રમાણે બધે એવુજ ચાલે છે.બહારના લોકો આવે ત્યારે તેઓ આપના દેશી કપડા લઇ જાય છે અને આપણે એને જોઇને પણ મ્હો મચકોડીયે છીએ. એટલે જ તો એક વાત કહી દઉં કે કદાચ આ સમગ્ર ચક્ર ચાલે છે એ બરાબર છે એને બદલવાની જરૂર નથી.કોઈને ઈચ્છા થાય તો એ ચક્ર માં જોડાવ અને નહીતો ચુપ  રહેવું એ શાણપણ છે. ચાલુ આજે આટલું બસ.ફરી મળીશું ત્યારે વધુ વાત !! ‘ કહીને જીતું નીકળી ગયો. બધા એને માનભેર જોઈ રહ્યા.
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

3 Responses to કેમ કરી વિસરાય ! (નવલિકા)

  1. પરદેશમાંય રહી ભારતીય સંસ્કૃતિની મહેંક મલકાતી રહે એવી સુંદર વાર્તા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s