ચાલ મારી સાથે ! (બાળવાર્તા)

ચાલ મારી સાથે !   (બાળવાર્તા)

મોન્ટુ આજે  બહુ થાકી ગયો છે.રમત પણ આજે બહુ જામેલી તે ક્યારે સાંજ પડી ગઈ ખબર ના પડી.થાક્યો પાક્યો ઘરે આવ્યો કે હજી જમવાનું તૈયાર નહોતું.આથી ટીવી જોવા બેસી ગયો.કાર્ટૂનમાં વળી તલ્લીન થઇ ગયો.તેની મમ્મીએ ત્રણ વાર બુમ મારી ત્યારે ખબર પડી કે જમવાનું તૈયાર છે. જમીને થોડી વાર ટીવી જોવા બેઠો પણ પપ્પા ન્યુઝ જોતા હોઈ આંખો ઘેરાવા લાગી.
‘ મોન્ટુ જા, જઈ ને સુઈ જા સવારે સ્કુલે જવાનું છે તો બુમો ના પડાવતો.  ’
‘ સારું મોમ  ’ કહી ને તે પોતાની રૂમમાં જતો રહ્યો.
જેવો બેડમાં આડો પડ્યો કે તરત ઊંઘી ગયો.સુમસામ વાતાવરણ છે.બારીમાંથી ધીમા પવનની લેરખી મોન્ટુના વાળ જોડે ગમ્મત કરતી વહી જાય છે.બારીનો પરદો પણ લહેરાય છે.થોડી વાર થઇ કે હેલો મોન્ટુ….હેલો મોન્ટુ…..જેવો અવાજ સંભળાયો કે તે સળવળ્યો પણ થાકથી ઉઠવાનું કે જવાબ આપવાનું મન નથી થતું.પણ હવે તો અવાજ જરા ઘાટો પડતો હોય તેમ લાગ્યો.તેથી આંખો ચોળતા ઉભો થયો પણ જેવો ઉભો થયો કે બી ગયો.તેના રૂમમાં એક સ્ત્રી ઉભી હતી.રૂપરૂપનો અંબાર જાણે રૂની પૂણીમાંથી બનાવી હોય ! થરથર કાંપતો તે ચૂપચાપ સુઈ ગયો ને માથે ચાદર ઓઢી લીધી.
‘ મોન્ટુ ગભરા નહિ હું એન્જલ, ચલ તને ફરવા લઇ જાઉં. ’  સ્ત્રીએ ધીરેથી ચાદર હટાવી. આથી મોન્ટુ થોડો હૂંફમાં આવ્યો.
‘ કાલે તો મારે સ્કુલ છે તેનું શું ?? ’                           
‘ તારા સ્કુલના ટાઇમ પહેલા હું તને ઘરે મૂકી જઈશ..પ્રોમિસ, ચલ મારા હાથ પર બેસી જા ’
‘ હાથ પર…..? ‘ આશ્ચર્યથી મોન્ટુ એ પૂછ્યું. ત્યાતો એન્જલે પોતાના હાથ પર બેસાડી દીધો.’ બોલ તારે ક્યાં ફરવા જવું છે ? ’
‘ મારે હમ……..બ્રહ્માંડની પેલે પાર ’
‘ અરે, મોન્ટુ એટલું દુર જવાનું ને વળી સવારે સ્કુલે જવાનું …’
‘ ઠીક છે તો મને મારા રૂમમાં પાછો મૂકી જાવ ’
‘ ના, આજે નક્કી કરીને નીકળી છું કે તને ફરવા લઇ જવો.આપણે ઉડીએ ત્યાં સુધી મને વિચારવા દે કે તને ત્યાં કેવી રીતે મોકલવો…’ ને તે મોન્ટુ ને લઈને ઉડવા લાગી.મોન્ટુ તો ચારે બાજુ જુએ છે.આજ પહેલી વાર તે આકાશમાં ઉડી રહ્યો હતો.કોઈક કોઈક વાદળ પણ તેને વીંધીને જતા હતા.તેને તો ખુબ રોમાંચ થયો.ઠંડા ઠંડા વાદળો તેને ગલગલી કરતા હતા.થોડી વાર પછી એક જંગલમાં બંને નીચે ઉતર્યા.એકદમ સુનું સુનું જંગલ દેખાયું.
‘ હવે આંટી ? ’
‘ મોન્ટુ તને બ્રહ્માંડ પેલે પાર મોકલતા પહેલા બે વસ્તુ નો પ્રયોગ તારા પર કરવો પડશે. ’
‘ પ્રયોગ,પ્લીઝ મને કોઈ જાનવર કે પક્ષી ના બનાવતા. ’
‘ ગભરા નહિ, બે વસ્તુ મતલબ એક તો તને પ્રાણી કે પક્ષી સાથે વાત કરી શકે ને બીજું કે ત્યાંથી આવ્યા પછી તને યાદ ના રહે. ’
‘ તો મારે નથી જવું ત્યાં. મને યાદ રકે એવું કરો ને પ્લીઝ આંટી. ’ ને તે વિનવવા લાગ્યો.
‘ એ પોસીબલ નથી પણ હાં…એવું કરું કે તને યાદ રહે પણ બધું નહિ.ક્યાં ગયો કેવી રીતે ગયો વિગેરે વિગેરે,સારું ??  ’ ને તે માની ગયો.આથી એન્જલ તેને એક તળાવ પાસે લઇ ગઈ. ‘ તને તરસ નથી લાગી ? ’
‘ થોડી લાગી છે આંટી. ’
‘ તો પાણી પી લે પછી તારી યાત્રા શરુ…’ આથી મોન્ટુએ તળાવનું પાણી પીધું , અરે આટલું મીઠું પાણી તેને કદી નથી પીધું. જેવો પાણી પી રહ્યો કે ‘ છોકરા વધુ પાણી ના પીશ.’ તળાવમાંથી અવાજ આવ્યો કે તે બી ગયો ને જઈને એન્જલ ને વળગી પડ્યો.
‘ મતલબ પ્રયોગ સફળ ! જો હમણા થોડી વારમાં એક કાચબો આવશે તેની પીઠ પર બેસી જજે. તે તને એક દુર દુર ટેકરીઓ પર લઇ જશે.ટેકરી પર એક મોટું વૃક્ષ છે.તેની ડાળ પકડી ને તું ‘ અવ્વા  અવ્વા ઓયે ’ બોલજે એટલે એક વિરાટ પક્ષી આવશે, ને લે આ પકડ ‘ કહી ને મોન્ટુ ને એક નાનું કદી ના જોયું હોય તેવું હથિયાર આપ્યો. તેની ચમક એટલી હતી કે તે તેની સામે વધુ વાર ના જોઈ શક્યો. ‘ આ હથિયાર તારી પાસે હશે ત્યાં સુધી તને કોઈ ખતરો નહિ રહે.હથિયાર તારા હાથમાં જોઇને તે પક્ષી તને સૂર્ય સુધી લઇ જશે. પણ સૂર્ય નજીક જતા એટલો તાપ હશે કે તું બળીને ખાક થઇ જઈશ ત્યારે તારે આ હથિયાર આંખ ને અડાડી દઈશ એટલે તારી  આંખો સૂર્ય જેટલી તેજ બની જશે ને તને કશું નહી થાય. સુર્ય ની ટોચ પ ર જઈશ એટલે એક હામર આવશે.’
‘ હામર …… પહેલી વાર નામ સાંભળ્યું.’
‘ તારે ત્યાં જવું હોય તો ઘણું બધું નવું જાણવા ને જોવા મળશે.હામર એક રોબોટ જેવું પ્રાણી છે, પછી ની યાત્રા તારે હામર સાથે જ કરવાની છે. બહુ વિકરાળ પ્રાણી છે, પણ તારે ડરવાની જરૂર નથી. આ હથિયાર તારું સુરક્ષા કવચ છે. ’
‘ પણ કદાચ હથિયાર ખોવાઈ જાય તો ….? ’
‘ તો પછી તારે ” અવ્વા અવ્વા ઓયે ” બોલવાનું એટલે ફરી પાછો તું અહી આવી જઈશ. ને હું તને તારા ઘરે મૂકી જઈશ. ’
‘ તમે આંટી મારી સાથે ચાલો ને, તમે હશો તો ઓર મજા આવશે. ’
‘ મારાથી ના આવી શકાય, મારું કામ એક ટુર ઓપરેટર જેવું છે.જે બીજાને ફરવા જવા માટેનો પ્રબંધ કરી આપે, લે આ આવી ગયો કાચબો. ’
‘ થોડી બીક તો લાગે છે આંટી…’
‘ જરા પણ બીશ નહિ. હું છું ને તારી સાથે…ચલ મારી સાથે ’ કાચબાએ કહ્યું
‘ હા જા મોન્ટુ ગુડ લક……’
ને મોન્ટુ ની યાત્રા શરુ થઇ.જેવો તે કાચબાની પીઠ પર બેઠો કે જાણે પોતે શબમારીનમાં બેઠો હોય તેમ લાગ્યું.પાણી પણ તેને પલાળતું નથી.થોડી વાર મોન્ટુ ને બીક લાગી પણ હવે તો તેને ખુબ મજા આવતી હતી.કાચબા સાથે તો જાણે દોસ્તી થઇ ગઈ હોય તેમ વાત કરતો જાય છે.પાણીમાં રંગબેરંગી માછલીઓ જોવા મળી.નાના મોટા મગર જોયા.ને કેટલીયે જાતનાં નવીન ને વિચિત્ર દેખાતા જળચર પ્રાણીઓ જોયા. ‘ જો મોન્ટુ તારે કોઈનાથી બીવાનું નહિ.કોઈ તને કશું નહિ કરે. ’

                                            

‘ એક વાત સમજાવો કાચબાભાઈ, આંટી ને બહુ બધી ઓળખાણ છે. ? ’
‘ હા, અમે બધા જે કંપની માં કામ કરીએ છીએ તે કંપની બીજી મોટી કંપની માટે કામ કરે છે ને તેની સિસ્ટર કંપની ની  સરવે સર્વાં એટલે આંટી.’
‘ મને કઈ મગજમાં ના ગયું. ’
‘ જરૂર નથી હેય મજાનો સફર નો લાભ લે મજા કર ને વળતા આવ એટલે મને કહેજે કે ત્યાં જવા જેવું છે કે કેમ ? ’
‘ ચોક્કસ કહીશ, તમે આજ સુધી ત્યાં નથી ગયા…? ’
‘ ના, પાણી વગર હું તરી ના શકું ને ! ’
‘ એ ખરી વાત છે ’  ને વળી મોન્ટુ તો પાણીની અંદરની દુનિયા જોવા લાગ્યો ને વાહ વાહ પોકારી ગયો.ઘણી વાર તે ડીસ્કવરી ચેનલ જુએ છે પણ આવું તો કોઈ વસ્તુ એને જોઈ નથી.કેવું અદભુત અને આહલાદક લાગે છે બધું.થોડી વાર તો એ ભૂલી ગયો કે પોતે પૃથ્વી પર રહે છે.
‘ કાચબાભાઈ મને ભૂખ લાગી છે ’
‘ તારે શું ખાવું છે બોલ , જેલ્લી ફીશ ખીર, ઓક્ટોપસ વડા,સી- હોર્સ પીકલ, ફ્રોગ હલવો , કહે …???  ’
‘ છી ……. આતે કઈ ખાવાનું છે, મને ગુજરાતી ખાણું જોઈએ ’
‘ ઓહ ભૂલી ગયો, ઠીક છે ચલ તને નેશનલ હાઇવે 12 પરથી લઇ જાઉં.આતો થયુકે તારે બહુ દૂરની યાત્રા છે તો મેં કુ શોર્ટ કટ લઇ લઉં. ’  કાચબાભાઇએ રસ્તો બદલ્યો તો મજાના રંગબેરંગી પ્રાણીઓ ને વનસ્પતિ જોવા મળી.તે તો તાનમાં આવી ગયો ને ગીત ગાવા લાગ્યો.
                                                 કાચબાભાઇ તમે ધીમે ચાલો મારે જાતજાતની માછલીઓ જોવી છે,
                                                 વેરાયેલ જાડવાને વેરાયેલ પાંદડા, તરતા સ્ટારફીશ મારે જોવા છે ,
                                                 જળ બિલાડી લાગે કેવી રૂડી , એની ફરફરતી મુછ મારે જોવી છે .
‘ અરે મોન્ટુ શું કહ્યું ? કઈ સમજાય તેવું બોલ ’
‘ હું જેવું બોલું છું તેવું જ છે, પણ હું બોલતો નથી,ગાતો છું.’
‘ ઓહ એટલે તારે,પણ તને એ નહિ સમજાય ’
‘ મતલબ ’
‘ મતલબ કે તું બોલે તેજ અમને સમજાય બાકી નહિ.’
‘ કોઈ વાંધો નહિ પણ મને આ રસ્તો બહુ ગમ્યો.’
‘ સારું પણ તમારું ઉતરવાનું આવી ગયું.લાગે છે કે આપણે ફરી મળીયે કે ના મળીયે પણ તારી યાદ મને બહુ આવશે. ’
‘ મને પણ હું તને કદી  નહિ ભૂલું. ’ અને મોન્ટુ ટેકરી પર મોટું વૃક્ષ જોવા લાગ્યો.ટેકરી નાની હતી , થોડું ચાલ્યો ત્યાં વૃક્ષ  દેખાયું અને જોતજોતામાં તે ચડી ગયો ડાળ પર. ને ” આવવા આવવા ઓયે ” જોરથી કહ્યું કે થોડી વાર માં એક કદાવર ને ઊંચું પક્ષી આવ્યું.એટલે તરત મોન્ટુ એ પેલું હથિયાર તેને દેખાય તેમ છાતી સાથે લગાવી દીધું.કે તરત પેલા પક્ષી એ કહ્યું ‘ ચલ મારી સાથે ’
ને મોન્ટુ કઈ જવાબ આપે તે પહેલા તો પક્ષીની એક પાંખ તેની પાસે આવીને તે હવામાં ઊંચકાયો ને જેવો તે ઉપર ગયો કે પક્ષી ની ડોક પર તેને ગોઠવી દીધો.જેવું પક્ષી ઉડવા કર્યું કે એક જોરદાર અવાજ આવ્યો.એટલે મોન્ટુ ડરી ગયો.
 ‘ જો જે ડરતો નહિ.હું કઈ સમાન્ય પક્ષી નથી કે ફર જેટલો અવાજ આવે. ઉપર ઉડવા માટે કેટલો અવાજ આવે છે. ’
‘ ઠીક છે પણ એ બીક તો લાગે છે.નીચે જોવું તો આંખો બંધ થઇ જાય છે. ’
ઓહ કહી ને તેને મોન્ટુ ને પાંખ નીચેના ભાગમાં સરકાવી દીધો.આથી એક હૂંફની લાગણી ને સાથો સાથ સલામત પણ લાગ્યું.જેવો થોડો ઉંચો ગયો કે આભો બની ગયો જે એની દ્રષ્ટિ માં દેખાતું હતું તે અજાયબ હતું.કદી નહિ વાંચેલું કે ના સાંભળેલું.દુર દુર બધે પાણીની અંદર ટાપુ હોય તેમ અવકાશમાં ટાપુ જેવું દેખાય છે. ‘ આ બધું શું છે ..મને તો તમારું નામ પણ નથી ખબર હું તમને કઈ રીતે બોલાવું  ? ’
‘ મોન્ટુ તે બધા પ્લેનેટ છે ને મારું કોઈ નામ નથી પણ તું મને રિઓન કહીને બોલાવી શકે છે.’
‘ બાપરે , રિઓનભાઈ, આ બધા આવડા અમથા પ્લેનેટ ??  બુકમાં તો પ્લેનેટ ના કદ બહુ વિશાળ છે. ’
‘ તારી વાત સાચી છે.તારા માટે સમજવું મુશ્કેલ છે હજી તો એવી વસ્તુ તને દેખાશે કે તારી આંખો માની પણ નહિ શકે કે બધું શું છે ! જો સામે દેખાય તે શુક્ર પ્લેનેટ છે જે બહુ ચળકે છે. ને ચલ તને  સેતુર્ન ના વલયમાંથી પસાર કરું. કેવી ઠંડી લાગે છે તે જોજે  ’ ને તેને થોડો ટર્ન માર્યો.
‘ ઠંડી મારાથી સહન નહિ થાય રિઓનભાઈ.કંઈક કરો કે વલયમાંથી પસાર થવાય અને ઠંડી પણ ના લાગે. ’ મોન્ટુ એ ચાલાકી વાપરી , જો કામમાં આવે તો !
‘ એક કામ કરીએ તને જો બીક ના લાગે તો મારા પાંખની ડાબી બાજુ નીચે એક પોલાણ જેવું છે તેમાંથી તું અંદર જઈ શકે છે ને ત્યાં તને ઠંડી નહિ લાગે અને બધું જોઈ પણ શકાશે.’

                                             

ઠીક છે કહી ને તે પાંખની અંદર ઘુસ્યો પણ જેવો અંદર પગ મુકયો કે એવો બી ગયો કે ફટાફટ બહાર આવી ગયો. છતાં પેલા વલયોને જોવાની જીજીવિષા ના ખાળી શક્યો.વળી આંખો બંધ કરીને ગયો…થોડો અંદર ગયો કે બીક તો બહુ લગતી હતી પણ મન મક્કમ કરીને એક ખૂણામાં લપાઈ ગયો જ્યાં થોડી રાહત અનુભવી.પાંખની રચના ને અંદરના લાઇટના ઝબકારા ને કંપન એવા બિહામણા હતા કે ગમે તેવો માણસ ડરી જાય.ત્યાતો એક ઠંડી લહેર તેના શરીરને ફરતે ફરી વળી. આ..હ કરતો તે ચારેબાજુ જોવા લાગ્યો ને જે તેને જોયું તે વર્ણન કરવું મુશ્કેલ હતું.બાપ રે ! વાહ રે કુદરત ! આજ પહેલી વાર આટલી અકલ્પનીય શ્રુષ્ટિનું દર્શન કીધું. વલયો  એવા ફરતા હતા અને કલર નું મિશ્રણ અને વિલયન અને વળી નવા આકાર મોન્ટુ તો આભો  બની ગયો,દુરથી દેખાતા ખાલી ગોળ ગોળ કુંડાળા આટલા અદભુત હશે ! થોડી વારમાં એ શ્રુષ્ટિ અલોપ થઇ ગઈ. હવે તો ખાલી પ્રકાશના ગાઢ જંગલો દેખાતા હતા.
‘ મોન્ટુ પેલું હથિયાર ને હાથ વગુ કર આપણે હવે સુર્યની નજીક છીએ ત્યાં તારો બીજો પડાવ પૂરો થશે. ને ત્યાંથી વળી તું એવી અલોકિક દુનિયામાં જઈશ કે તારા ગાત્રો થીજી જશે. ’
‘ ઠીક છે..’ કહી ને તેને હથિયાર ને છાતી સાથે લાગી લીધું ને તેની ધાર તેની આંખોને અડી કે તેમાં તેજ આવી ગયું. ’ વાહ શું અકસીર હથિયાર છે !! ’ મનોમન એન્જલ આંટી ને વંદન કર્યા ને બહારની શ્રુષ્ટિ નિહાળવા લાગ્યો.તેજોમય આગનો ગોળો કે તેજનો લીસોટો કે એકલો આગનો પહાડ !કશું નકક નથી કરી શકતો પણ કેટલાયે જાડો,પહાડો ને નદીઓ અંદર હોમાય છે ને વળી વરાળ જેવું કશું ઉત્પન્ન થઈને અલોપ થઇ જાય છે. જોત જોતામાં તે એક ચોટી પર આવીગયો.
‘ મોન્ટુ બહાર આવ અને અહી રાહ જો ’
એટલે મોન્ટુ તો ધીરે થી બહાર આવ્યો ધીરેથી આંખ ખોલી છતાં તેજ થી એની આંખો પૂરી ના ખુલી.ને શરીર પણ કોઈ ગરમ ભટ્ટી માં શેકાતો હોય તેમ લાગ્યું.થોડું વ્યાકુળ થયો ને આમતેમ જોવા લાગ્યો ત્યાતો એક મહા ગર્જના સાથે પેલું પક્ષી અદ્રશ્ય થઇ ગયું. હવે ?? એમ વિચારતો હતો ત્યાં યાદ આવ્યું એટલે બોલ્યો. ” અવ્વા અવ્વા ઓયે ” બે વાર બોલ્યો પણ કોઈ દેખાયું નહિ.આથી થોડો મુંજાયો, પોતે ફસાઈ તો નથી ગયો ને એમ વિચારવા લાગ્યો પણ પરિણામ શૂન્ય.શું કરવું હવે ?? કશું ના સુજ્યું એટલે રડવા લાગ્યો.પણ અહીં કોઈતો એને જોવા વાળું નથી કે છાનો રાખે ને રડવાનું કારણ પૂછે.થોડી પળ વીતી કે એક મોટું ગોળ ગોળ ગબડતું કંઈક આવતું માલુમ પડ્યું. તે વિચારવા લાગ્યો કે આંટી કહેતા કે હામર આવશે ને તે પેલે પર લઇ જશે. આજ હામર હશે કે શું !
‘ ચાલ મારી સાથે ’
તે આમતેમ જોવા લાગ્યો પણ જાય ક્યાં ?જવાનો કોઈ રસ્તો દેખાતો નથી.એક માર્ક તેને કર્યું કે બધા આવીને “ચાલ મારી સાથે ” બોલતા હતા. તે તો બાઘા જેમ ઉભો રહ્યો. એટલે પેલા પદાર્થ ફરી બોલ્યો.
‘ અરે, ચાલ….ઓહ, ઓકે..જરા નજીક આવ એટલે દરવાજો ખોલું, જેવો તે નજીક ગયો કે એક ડક્ટ  જેવું ઉપર થયું ને અંદરથી કોઈ આંકડો આવ્યો ને મોન્ટુ ને ઉપાડી ગયો.ફટ કરતો ડક્ટ બંધ થઇ ગયો ને પાછો ગબડવા લાગ્યો.ધીરે ધીરે યાત્રા ચાલુ થઇ. કશું દેખાતું નહિ એટલે બોલ્યો ‘ અરે ભાઈ સાહેબ મને કશું દેખાતું નથી ’
‘ આ કોઈ વિમાન કે સબમરીન નથી આ છે હામર ’
‘ ઓહ ભગવાન !!  ’ ને લાંબો નિશાશો નાખ્યો. ને થોડો હતાશ પણ થયો કે કે હવે પછીની મુસાફરી માં તેને વધુ રસ હતો.સુર્યની પેલે પર ની શ્રુષ્ટિ.

                                      

ત્યાતો ચમત્કાર થયો. ધીરે ધીરે અમુક ભાગ હામરના છુટા પડતા હતા. ને હામર હવે ગબડાવાને બદલે કોઈ અલગ પ્રકારની ગતિમાં જતું હતું. ત્યાજ કોઈ અવાજ સંભળાયો ‘ ટેસ્ટીંગ,ટેસ્ટીંગ.’ ને વળી હામરનો અવાજ આવ્યો. ‘ મોન્ટુ તારી બાજુમાં એક પેટી છે તે ખોલ ને અંદર જે કપડા છે તે પહેરી લે.’
મોન્ટુ એ નીચે નમીને પેટી ઉઘાડી તો કઈ કપડા જેવું  વિચિત્ર આકારનું દેખાયું, હવે પહેરવું  કેમ મુંજાયો. એટલે વળી હામરે કહ્યું કે  ‘ તેને વચ્ચેથી બે હાથે પહોળું કર એટલે ખુલશે ને સીધું ગળામાં નાખી દે ’
ઓહ માય ગોડ કેટલ સહેલું હતું, તે રાજી થઇ ગયો અને જેવો પાછો બેઠોકે તેનું શરીર જડાઈ ગયું.ને એવી તેજ ગતિ થી ઘૂમર ઘૂમર કરતુ ભાગ્યું કે મોન્ટુ તો હેબતાઈ ગયો.બહાર નજર કરી તો ઓહૂ ..જે નજારો દેખાતો હતો તે કલ્પના બહારનો હતો.ચારે બાજુ પાણી ની લહેરો દેખાય છે પણ પાણી નથી.ફૂલોની સોડમ આવે છે પણ ક્યાય બગીચો નથી.ધીમું સંગીત સંભળાવા માંડ્યું. ને હવે તો કોઈ અલગ પ્રકારના વિચિત્ર આકૃતિ ઓ હરતી ફરતી દેખાઈ.કોઈ ના હાથમાં મોટી ગદા છે,કોઈ બાણ લઈને ફરે છે તો કોઈ વળી મોટા પહાડ ને પગથી કુદાવતા કુદાવતા જાય છે.વળી કોઈ એક એટલો ઉંચી આકૃતિ આવી કે બધા પોતાના હાથને પગ સાથે અથડાવતા જોયા.મોન્ટુ એ માન્યું કે તે કોઈ સૂપરવીજર હશે !
‘ હામરભાઈ, આ શું છે બધું ??  ’
‘ હવે કોઈ સવાલ ના પૂછ, જોયે રાખ બધું આ લોકો ની ભાષા કે રીત હજી સુધી કોઈ સમજી શક્યું નથી.તમારા પૃથ્વીના બાળકોનો  મોટો ત્રાસ કે સવાલ બહુ પૂછે.  ’
‘ તો શું એ લોકો એલિયન્સ જેવા છે ? ’
‘ એની તો મને પણ ખબર નથી પણ તેમની આ વસાહત છે જેને કોઈ ડીસ્ટર્બ નથી કરતુ. ’
‘ વાહ રે કુદરત ! આવા કેટલા વસાહત હશે આ પૃથ્વી પર ? ’
‘ પૃથ્વી ???? હા હા … અરે તારી પૃથ્વી તો અહી થી ટ્રીલીયાનો માઈલ દુર છે. એક સવાલ પૂછું ? પણ જોજે એન્જલ ને ના કહેતો કારણ કે અમને કશું પૂછવાની મનાઈ છે. ’
‘ તો પછી ના પૂછો પ્લીઝ , મારા લીધે તમને કોઈ તકલીફ પડે તે મારાથી સહન નહિ થાય ’
‘ અરે ભોળિયા,હું કઈ માણસ નથી કે મને માન,અપમાન કે અન્ય લાગણી હોય ! મને એટલું જ કહે તારે પેલે પર જઈને શું કામ છે ? ’
‘ કામ અરે હા , મને પણ નથી ખબર.એકવાર વિજ્ઞાન વાંચતા વિચાર આવેલો કે યોજનો માઈલ સુર્યની પેલે પર શું હશે તે જાણવાની ઈચ્છા છે. ’
‘ ઓહ, એક વાત કહું આ બધું ક્યાં ને કેટલું વિસ્તરેલું છે મને પણ ખબર નથી. કેટલી જાતો ને વાતો કોઈ અંત નથી. ’ ત્યાતો એક એવો કડાકો સંભળાયો કે બેય બી ગયા.મોન્ટુ તો એટલો સજ્જડ હતો છતાં હલી ગયો.ત્યાતો એક એવડો મોટો પહાડ હામર સાથે અથડાયો કે બંને ના હાજા ગગડી ગયા.
‘ શું થયું હામરભાઈ ? ’
‘ લાગે છે આપણે સુર્યની એળે પર પહોંચી જવામાં છીએ, ત્યાં ઉતરતા પહેલા એક સલાહ આપુંકે કોઈ વસ્તુ અડકતો નહિ અને કશું ખાતો નહિ. ’
‘ કેમ પણ ? અને મને ભૂખ ના લાગે ? ’
‘ જો મારે તને સુચના આપવાની હતી તો કહી દીધું માનવુ ના માનવુ તારી ઈચ્છા.’ ને તે ઉભું રહી ગયું.ને મોન્ટુ ને નીચે ઉતરવા કહ્યું.ડક્ટ ખુલ્યું ને મોન્ટુ નીચે ઉતર્યો ને જાણે કોઈ પરીમહેલ છે કે શું ?અત્તરની સોડમ અને મનભાવન પવન વહી રહ્યો છે.તે આમતેમ જોવા ગયો કે હામર ગુમ !પોતે એકલો પડી ગયો.તેને ડર લાગ્યો.કે બકરાને હલાલ કરતા પહેલા ખુબ ખવડાવે,તો આ પોતાની બલી એ ચડાવવાની તૈયારીકે શું ? તે થોડો આગળ વધ્યો કે બે નાની છોકરીઓ તેની પાસેથી પસાર થઇ ને કંઈક  વસ્તુ તેનાં માથા પર છાંટી.માથું હલાવી તેણે સાફ કરવા પ્રયત્ન કર્યો પણ ખુબ નવાઇ  લાગી. કોઈ સુખડ જેવી સુગંધ થી પોતે મહેકી ઉઠ્યો. હવે શું કરવું ? તેમ વિચારી રહ્યો!!! ત્યાતો કોઈ માણસો જેવા દેખાતા લોકો આવ્યા અદલ માણસ જેવા દેખાય પણ નીચે પગ કંઈક અલગ લગતા હતા.આવીને એકે તેના ખભા સાથે તેનો ખભો અડાડ્યો.ને કંઈક ઈશારો કર્યો.મોન્ટુ એમજ ઉભો રહ્યો એટલે તેઓ કહું બોલ્યા પણ સમજાયું નહિ. આથી પેલા લોકોએ મોન્ટુ નો હાથ પકડી ને ચાલવા લાગ્યા,મોન્ટુ ને દોરાયે છૂટકો!એક મોટા મહેલ જેવા લગતા મકાન આગળ તેઓ ઉભા રહ્ય।.મોન્ટુ તો દંગ છે કશું વિચારી નથી શકતો આ મહલે છે કે કોઈ જગ્યા.ને કઈ વસ્તુ આને બનાવવા વાપરી છે! પહેલી વાર તેને એકલાપણું મહેસુસ થયું.કાશ તેનો મિત્ર સાથે હોત ! એમ વિચારી રહ્યો.
એકે હાથથી હવા માં કંઈક લખતો હોય તેમ કર્યું કે એક નાનું બગી જેવું દેખાતું વાહન આવ્યું.તેમાં ચડવા ઈશારો થયો કે તે પણ તેમની સાથે ચડી ગયો.જેવા બધા બેસી ગયા કે બાગી જમીનથી પાંચ ફૂટ જેટલું ઉડી ને મહેલમાં કેમ કરી ઘુસી ગઈ,કલ્પી ના શક્યો ! જો કે હવે મોન્ટુ એ બધું વિચારવાનું બાજુ પર મુકીને જે થાય તે માણી ને જાણી લેવામાં રસ દાખવ્યો.ચાર પાચ સ્ત્રીઓ જેવી દેખાતી અને સાત આઠ પુરુષો જેવા અંદર દેખાયા ને તેમની સામે હાજર કર્યો હોય તેમ લાગ્યું.બધા તેને કંઈક પૂછે છે પણ કશું સમજાતું નથી. ત્યાતો ચાર બાજુ ની બારીઓ ખુલવા લાગી અને બારી બહાર જે દેખાતું હતું તે અકલ્પીનીય અને અવર્ણિય હતું. એવો ખુશ થઇ ગયો કે જુમવા લાગ્યો.
‘ મોન્ટુ ’ અવાજ આવ્યો કે તે ચારે બાજુ જોવા લાગ્યો પણ કશું ના દેખાયું. તે વધુ ખુશ થયો કારણ કોઈ તેનું જાણીતું હતું. વળી દ્વિધામાં મુકાયો,ત્યાતો બારીઓ બધી હવામાં ઉંચકાઈ ને દરવાજા નીચે જમીનમાં ઉતારી ગયા અને હોલનો આકાર એક કમળની પાંદડી જેવો થઇ ગયો.ને ચારે બાજુ ફુવારા થવા લાગ્યા.ને કોઈ આવતું હોય તેવું અવાજ આવ્યો કે મોન્ટુ આતુરતાથી બધે જોઈ રહ્યો, તેને બહુ વાર રાહ ના જોવી પડી. ત્યાતો એન્જલ દેખાઈ.
‘ મોન્ટુ કેવી રહી તારી યાત્રા ? ’
‘ અરે આંટી ખુબ સારી રહી, થ્રિલ સ્કેરી,સસ્પેન્સ અને જોવાલાયક, પણ એ કહો તમે અહી હતા તો પછી મને તમેજ કેમ સાથે ના લઇ આવ્યા? ’
‘ તો તને વચ્ચે જે નજર જોયા તે જોવા મળેત,બોલ ? ’
‘ હમ………..થેંક યુ વેરી મચ આંટી. ’
‘ ખુશ કે નહિ , પણ જો હજી તે જોયું તે અંશ છે ને પ્રોમિસ મુજબ તને સવાર પહેલા મૂકી આવવાનો છે. ’
‘ ના મારે નથી જવું હજી જોવાની ઈચ્છા છે. ’
‘ મને ખબર જ હતી, મનુષ્ય નો સ્વભાવ લોભ !! ’ ને તે હસવા લાગી.
‘ એય મોન્ટુ ઉઠ, સ્કુલે નથી જવું ?  ’ તેની મમ્મીની બુમ પડી કે મોન્ટુ જાગી ગયો ને સ્કુલે જવાની તૈયારીમાં ડૂબી ગયો.
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

3 Responses to ચાલ મારી સાથે ! (બાળવાર્તા)

  1. અમિત પટેલ કહે છે:

    દર વખતે ખરાખરીના સમયે જ કોઇ જગાડી દે છે !!! 🙂

  2. Ritesh Mokasana કહે છે:

    ખરેખર વાર્તા બનાવતા પહેલા વિચારેલુ કે કંઈક નવું બતાવું પણ વાર્તાને વચ્ચેથી ટૂંકાવતા મને પણ અફસોસ થયો તો.દરેકની કલ્પનાઓ સીમિત હોય છે.ફરી વાર વાર્તા ને વિસ્તારેલ છે.આશા રાખુંકે વાચક મિત્રો તેને આવકારે.અમિતભાઈ થેંક યુ તમારી કોમેન્ટ બદલ.

  3. Dipal US કહે છે:

    Intresting !! one awkard and an eaxample of different kid story. never read like this kind theme…keep it up !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s