હેમ નું હેમ ! (નવલિકા) – 2

                                                                                    હેમ નું હેમ ! (નવલિકા) – 2
‘ ઠીક છે તો હું નીકળું ? ‘
‘ તને તો રોકવા વાળો હું કોણ પણ જતા જતા એટલું જાણતી જા કે, કયારે પણ વિનય ની જરૂર પડે તો બેધડક પોકારજે હું દોડ્યો આવીશ. ને જરા પણ મારા વિષે ના વિચારીશ કે તારા લીધે હું હતાશ થઈશ કે દુખી ! હા મારા દિલને મનાવતા થોડો સમય લાગશે ને જરૂર હું તેને માનવી લઈશ. અને મને આટલો ટાઇમ આપવા બદલ તારો ઋણી છું ને એ ઋણ તું ગમે ત્યારે માંગી શકે છે. ’
‘ વિનય માફ કરજે,પણ હવે પછી જયારે પણ આપણે મળીયે તો એકબીજા અંજાન  થઈને મળીશું ઓકે ?? ’
‘ ચોક્કસ,ખાતરી આપું છું કે આજ પછી તને ફરિયાદ કરવાનો ચાન્સ નહિ આપું.મારા તરફથી નિશ્ચિંત રહેજે.’ વિનય બોલ્યો ત્યારે તેનો ચહેરો ફૂલ ની જેમ મહેકતો હતો.સપનાએ જોયું કે વિનય હતાશ તો જરૂર થયો હશે પણ એમાં તેનો કોઈ વાંક નહોતો કે નહોતી તે જવાબદાર!બંને પાર્કમાં થી બહાર આવ્યા ત્યારે સૂર્ય પોતાના ઘરે જવા ઉતાવળો હોય તેમ નીચે ઉતારી ગયો ને અંધારાને જાણે મોકલી રહ્યો હોય ! વિનય ઘરે આવ્યો દિલ થોડું નારાજ હતું ને મન હતાશ, પણ આ પરિસ્થિતિ તો કદાચિત ગણિત હતી. પણ જે ધરેલ વસ્તુ ના પાસા અવળા પડે એટલે નવી યોજના ઘડો કે પડતી મુકો તેવી વડીલોની સલાહ માની ને વિનય ધીરે ધીરે દિલને કાબુમાં લઇ લેશે તેમ વિચાર્યું.
બીજાદીવસે તે કોલેજ ના ગયો એટલા માટે નહિ કે સપને ના પડી ને પોતે ભાંગી પડ્યો હોય ,ના એટલા માટે નહિ પણ પોતાના મિત્રો વધુ પડતી અપેક્ષાઓ રાખીને બેઠા હશે તેમને માનવાવા થોડા મુશ્કેલ હતા.
છતાં કોલેજ ગયા વગર છૂટકો નહોતો ઘરે પપ્પા પોતાના પર આશ રાખીને બેઠા છે જેમને પોતે કોઈ પણ ભોગે નિરાશ નહિ કરે તેવુતો નક્કી કરીને આવેલો છે.જીવન જીવતા જીવતા ઘણા ચડાવ ઉતાર આવવાના છે તેની પૂર્વ તૈયારી થી પોતે થોડો ઘણોપણ વાકેફ છે ! હજી તો પોતે જીવન જીવાવની ચાલુ કર્યું છે ને એમાં પહેલા ચરણે જ કંટક નડ્યો તેનું દુખ નથી।  પોતે સારી રીતે જાણતો કે જે રસ્તો આગળ જઈને એક વેરાન જંગલ માં પણ ફેરવાય. જેવો તે કોલેજ ગયો કે તેના મિત્રો તેની રાહ જોઇને બેઠા હતા.
‘ કેમ રે ! કાલે નહિ આવેલો ? ’
‘ કશું નહિ તબિયત લથડેલી, ચાલો આજે હું થોડો લેઇટ છું લેકચર ચાલુ થઇ જશે. ’
‘ બચ્ચુ એમ કઈ થોડું જવાશે પહેલા એ કહે કે મુલાકાત કેવી રહી ? ’
‘ જાને જહાન જાને તમન્ના જાને જાના ! ’ બીજાએ વાતમાં રંગ પૂર્યો.
‘ હસો ને મજા ઉડાવો મારી ’ 
‘ અરે તારો ચહેરો કેમ વિલાયેલો માલુમ પડે છે ? ને આ તારી આંખો જાણે વેરણ રણમાં તબકતા બે ગોળા ! ’
‘ તમે ચાહો છું કે હું હસું ને રોજ જેવો મજાકિયો બની જાઉં ? ’
‘ કેમ નહિ….બિલકુલ…શું વાત છે કહે ’ ત્રણે તેની આગળની વાત જાણવા જાણે આતુર બની ગયા.
‘તમે લોકો મારા અંગત મિત્રો છો ને  અંગત નો મતલબ મારે તમને સમજાવવાની જરૂર નથી યારો.વિશ્વાસ આપો કે ફરી તમે મને સપના વિષે કદી નહિ પૂછો.પ્રોમિસ કરો. ’  ને વિનયનો અવાજ જાણે દયા યાચના કરતો માલુમ પડ્યો.
ત્રણે મિત્રોએ આજ પહેલી વાર વિનયને આવી હાલતમાં જોયો ને તેઓ જાણી ગયા કે હવે જો તેઓ મશ્કરી કે મજાક કરે તો તેઓ દોસ્ત નહિ પણ દુશ્મન થી પણ કજાત ગણાય! ત્રણે સાથે ‘ પ્રોમિસ ’ યાર કહી એ વિનય ને ગળે લગાડી લીધો.વિનય પણ ઘણો વિવશ થઇ ગયો ને ગળે ડૂમો બાજી ગયો.સાથોસાથ ખુશ પણ થયો કે તેને મિત્રો મળ્યા છે તે તાળી મિત્રો નથી પણ સુખ દુખ માં સાથ આપે તેવા છે.બે પળ મૌન છવાઈ ગયું. કોઈ પણ એક હરફ ઉચ્ચારી ના શક્યું. સુર્ય પણ જાણે સહન ના કરી શક્યો કે વાદળો ની આડાશ લઇ ને સંતાઈ ગયો.
‘ચાલો આજે નો મુડ સ્ટ્રાઇક, મારા તરફથી મુવીને મેન્દુવડા. ’ એકે કહ્યું કારણ કોઈને કહેવાની જરૂર નથી. બધા સારી પેઠે જાણી ગયા કે જો સપનાએ મચક આપી હોત તો વિનય નીચી મુંડી એ ના આવ્યો હોત પણ જુમતો હોત ને આવીને તરત ક્લાસમાં જવાની વાત ના કરેત પણ પોતેજ મુવી જોવા જવાની વાત કરેત.બધા કોલેજ બહાર નીકળી ગયા.
સમય ધીરે થી પસાર થાય કે જડપથી પણ સંજોગો અને પરિસ્થિતિ, સમયની વ્યાખ્યા બદલી નાખે છે. આવી જ હાલત કંઈક વિનય ની હતી.રોજ કોલેજ જવાનું ને સાથોસાથ સપનાને પણ જોવાની.દિલ એને ચાહે ને મન એને રોકે !દિલ ને તે નથી વાળી શક્યો કે નથી તો મનોમંથન ને અંતે જીતી શક્યો.એક હારેલ યોધ્ધાની જેમ મુક વદને બેસીને પોતાની આશ ને પામવા મથી રહે કે છોડે તેજ સમજાતું નથી. દિલને ના વાળી શક્યો કે ના મનાવી શક્યો. જે રાત્રે સપના સાથેની ડેટિંગ નક્કી કરી ત્યારે ખુબ સપના વિષે સપના જોયા ને હવા માં જુલતો રહ્યો પણ હવા ના એક જોકાએ નીચે પટકીને બધા અહેસાસ કરાવી દીધા.દરિયાનું એક મોજું આવ્યું કે તેનો સપનાનો મહેલ એક પળમાં રેતમાં ભળી ગયો ને કોઈ નિશાન ના છોડ્યા! કોને જઈ કહેવી હાલત ને,કોની પાસે જઈ ગાવા ગીતો આ રાગના ! પણ એમ તે હાર સ્વીકારવા તૈયાર નહોતો.ને આમ જ પોતે નિરાશ વદને બીજાને પણ નિરાશ્રીત કરવા નથી માંગતો.પોતાના એ આદર્શોને વળગીને બધાને બતાવી દેવા માંગતો કે વિનય એ આખરે વિનય જ છે જે એક સપનામાં વિલાઈ નથી ગયો.પણ પોતાના આદર્શોને વળગી રહીને પોતાનું એક આગવું સ્થાન બનાવશે.
સમય પસાર થઇ ગયો.જે લોકો તેની સાથે પરેડ કરી તે જીવીને જાણી ગયા જે પરેડ ના પાળી શક્યા તે પાછળ રહી ને અફસોસ કરતા રહ્યા.બધા વિદ્યાર્થીઓ આજે કોન્વોકેસન ફંક્શન માં આવ્યા છે.બધાના ચહેરા આજે પીત્તળ ની જેમ ચમકતા હતા.ખુશી અમાપ હતી કારણ ત્રણ વર્ષની મહેનતનું ફળ આજે તેઓ ચાખી રહ્યા હતા.ડીગ્રી મળી જશે ને પછી મન ચાહી રાહ મળી જશે તે આશા એ જુમવાની સાથે નવા ચંગમાં પણ રચી રહ્યા છે.ચારે મિત્રો પણ આજે ખુબ ખુશ છે પણ સાથો સાથ થોડા ઉદાસ પણ છે. જુદાઈની પળો ને સહેવી તે કઠીન છે.
‘ વિનય આજ સુધી અમે તને કશું નથી બોલ્યા કે નથી કશું પૂછ્યું પણ કાલે તો આપણા બધાના રાહ ફંટાઈ જશે. મેળાનું માજન જેમ વન વન નું થઇ જાય તેમ આપણે પણ વિખરાયે છૂટકો. ’
‘ તારી વાત સાચી છે યાર પણ આપને કઈ હંમેશ માટે થોડા દુર થઈએ છીએ ને હા આપણી મિત્રતા ને જાળવવા ગમે ત્યાં હોઈએ પણ એકબીજાને મળતા જરૂર રહીશું. ઓકે  ??? ’ વિનાયે કહ્યું ને બધાએ સાથ પુરાવ્યો. ‘ ઓકે ’.સપના પણ આ ભીડમાં દેખાતી હતી કાલે એ પણ અદ્રશ્ય થઇ જશે. વિનયથી આજે પહેલી વાર એક નીશાસો નખાઈ ગયો.
તેને એક પળ વિચાર કર્યો કે સપના ને મળું ને તરત વિચાર ને દુર જોજનો ફેંકી દીધો ને બધા મિત્રો ને ગળે લગાડી ને ધીરે ધીરે આગળ વધ્યો.મન એકદમ હાવભાવ વિહીન છે.મનના તરંગો શાંત થઈને શીથીલ થઇ ગયા છે.કોઈ પણ ભાવ જાગતો નથી કોઈ હામ ની ઉતાવળ નથી.કદાચ તેના પગલાઓ પણ ધીરી ગતિએ રાહત આપતા ચાલી રહ્યા છે. ને અચાનક તેના પગ થોભી ગયા ‘વિનય ’
‘   હં  ’ કરીને તે ઉભો રહી ગયો.પણ તે અવાક થઇ ગયો કારણ કે સપના તેની સામે ઉભી હતી.એ પણ જરા પણ થોથવાયા વગર !
‘ મને ફોલો કર ચુપચાપ’ ને તે ધીરેથી આગળ વધી અને વિનય તેની પાછળ ચાલવા લાગ્યો.એક જાડ નીચે જઈને સપના ઉભી રહી.
‘ મને ખ્યાલ છે કે હવે આપણે નહિ મળીયે.તે તારી પ્રોમિસ પાળી છે તે બદલ તારી આભારી છું ને બની શકે તો મને માફ કરી દેજે’ એટલું બોલતા તો બે-ચાર જળબિંદુ સપનાની આંખમાં ઘસી આવ્યા.
‘  આ શું સપના ?? તારી આંખો.. ’
‘  હા વિનય તે હરખના છે , મારા આંસુઓ ને ના જોઇશ તે એક સ્ત્રીની લાગણીનો અંતરિયાળ રસ છે, સાહજીકતાને તો અંતે સ્વીકારવીજ રહી.એટલા માટે નહિ કે તારાથી હું ખુશ છું પણ તારાથી નારાજ પણ નથી.એક મિત્ર તરીકે હું તને સદા યાદ રાખીશ વિનય ’ કહીને તેને વિનય નો હાથ પકડ્યો. હાથથી દાહ લાગ્યો કે દવા જેવો લાગ્યો ! કશી ખબર ના પડી પણ બરફ ઠંડોય દજાડે છે !
બાય કહીને સપના વિલીન થઇ ગઈ. જાણે સાચી સપના ખરું સ્વપ્ન બની ગઈ. મોસમ ની વણઝાર બદલાય છે. કાળક્રમે હેમ , શિશિર વસન્ત અને વર્ષા બદલાય છે. બધા પોતપોતાનું રુખ ને જોમ બતાવે છે.સપના હવે જોબ કરવા લાગી છે ને જોબ કરતા એક યુવાન સાથે આંખ મળી જતા તેની સાથે પરણી ગઈ છે.પણ પતિની જોબ બીજા શહેરમાં ટ્રાન્સફર થતા હવે તે અમદાવાદ છોડી ને બીજે રહેવા જતી રહી છે.વિનય પણ હવે જોબ પર લાગી ગયો છે.
સપના પતિને પામીને ખુબ ખુશ છે.પતિના સહવાસથી અને પમરાટ ના સ્પંદન થકી ના આનંદનો અતિરેક ક્યારેક તેનું જીવન સફળ હોવાનો દાવો કરાવવા ટેકો આપે છે.પતિની બાહોમાં ખોવાઈ ને સપના પોતે સપનામાં રાચી રહી.ત્યારે માનતી કે વ્રતો થકીના પૂજન ને વડીલોના આશિષથી આજ તે ઘણું બધું એકસાથે પામી છે.પોતાની પર મહેરબાની છે કે પોતાને ખુબ પ્યાર કરતો ને હર એક પળ સાથ આપતો કહ્યાગરો પતિ મળ્યો છે.કોઈને પણ ઈર્ષ્યા આવે એવું જીવન તે અને પતિ વિતાવી રહ્યા છે.
મનુષ્ય જીવન એવું છે કે સુખ અને દુખની પરિસીમા આંકીને રેખાઓ લંબાવે છે ને ટૂંકાવે છે.સુખ માં સાહ્યબી સારી લાગે છે અને દુઃખમાં દિવસો કારમાં લાગે છે.સફળતા નો અહં બતાવવા બેતાબ હોય તેજ નિષ્ફળતાને સ્વીકાર્યા વગર બીજા ને કહી ને દુખી થાય છે. આમજ સપનાની સુખી દુનિયાને કોઈની નજર લાગી ગઈ.પતિ ને જીવલેણ અકસ્માત  નડ્યો.બાઈક લઈને જોબ પર જતા એક ટ્રક વાળાએ ટક્કર મારતા સ્થળ પરજ હેમરેજ થતા માર્યો ગયો.દુખના પહાડ એકસાથે તૂટી પડ્યા.ત્રણ કે ચાર વર્ષ ના ટૂંકા ગાળાનું બંનેનું સુખી જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું.સપના એટલી બધી તૂટી ગઈ કે રૂમની બહાર પણ ના નીકળતી.ને એટલો બધો વસવસો કરતી કે ભગવાન પણ કંટાળી જાય તેટલી ફરિયાદ કરવા લાગી.આથી તેના મમ્મી આવીને તેને અમદાવાદ તેડી ગયા.
અમદાવાદ આવીને પણ સપનાની હાલત એવીજ છે નથી તો ઘરની બહાર નીકળતી કે ન તો કોઈ ની સાથે વાત કરતી.પરાણે ખાય છે ને પરાણે પીએ છે.માંડ માંડ દિવસ પસાર થાય છે ત્યાં રાત ને પસાર કરવાની ચિંતા આવી પડે છે.તેની હાલત જોઇને તેની મમ્મી અને પપ્પા પણ પરેશાન છે.તેને મુવી જોવા કે પાર્કમાં લઇ જાય છે.ખરીદી કરવા શોપિંગ મોલમાં લઇ જાય છે પણ ઘણી આનાકાની એ તે તૈયાર થાય ત્યારે એક જીવતી લાશની માફક દોરાય છે.
એકદિવસ મોલમાં તેની એક મિત્ર મળી ગઈ.તેની હાલત જોઇને દિંગ થઇ ગઈ.કેવી હસમુખી ને ચુલબુલી સપના આજે આટલી ઉદાસ ને શાંત ! આજ સપના એકલી હોત તો તે રડી પડેત પણ પૂરી વાકેફ્તાથી તે કંટ્રોલમાં રહી.એકબાજુ જઈને તે તેની મમ્મી ને કહે આવું કેમ??ત્યારે મમ્મી એ આખી એની કરુણ જીવન ની વીતી કહી ત્યારે તો મોલ ના જુંમરો પણ રડી પડ્યા.તેને યાદ આવ્યું કે જયારે અમદાવાદ છોડી ને પોતે ગયેલી ત્યારે કેટલી ખુશ થઈને ગયેલી.
‘સપના તું ??? ’ એકદમ ડઘાઈ જઈને રાકેશે પૂછ્યું. પણ સપના તો કશું ના બોલી,એટલે રાકેશ કશું બોલ્યા વગર જતો રહ્યો પણ એટલું જરૂર જાણીને ગયો કે સપનાના જીવન માં કોઈ જંજાવત આવ્યો લાગે છે.કેવા નસીબ ! વિનય પણ અમદાવામાં પ્રમોસન લઈને શિફ્ટ થયો હતો.રાકેશે તરત જ વિનયને વાત કરી કે તેને આજ સપના ને જોયેલી તે પણ એકદમ લાચાર ને વિવશ હાલતમાં.
આજ સુધી વિનયે આગને રાખ નીચે સંઘરી રાખેલી તે સળવળી ઉઠી.આગના ખોટારા ધગધગી ઉઠયા.તેનો જીવ ઉંચો નીચો થઇ ઉઠયો.આખી રાત ઊંઘી ના શક્યો.આથી તેને ગમે તેમ કરીને રાકેશને સપનાના ઘરે જઈને બધું જાણી લેવા મનાવ્યો.રાકેશ થોડા દિવસ પછી જાણી લાવ્યો કે સપના તો વિધવા થઇ ગઈ છે.જાણીને વિનય એટલો નર્વસ થઇ ગયો કે બે પળ તો બોલી પણ ના શક્યો. કદાચ રાકેશ પોતાની પાસે ના હોતતો એટલું રડી પડેત કે વાદળો પણ શરમાત! પોતાના પ્યારની આટલી આકરી કિંમત ?? 
‘ સપના, આમજ ઉદાસ રહીને ક્યાં સુધી મનને કોચવે રાખીશ ? હું તારી મમ્મી છું ને સારી રીતે જાણું છું,તારી પીડા ને તારી વેદનાને.પણ વિધિના વિધાન આગળ વામણા છીએ બેટી.કેટલા દિવસથી તું બરાબર ખાતી નથી રાત્રે મોડે સુધી ઊંઘતી નથી.આવું કયાં સુધી ચાલશે બેટા ? ’ તેની મમ્મી પણ તેના દુખમાં ભાગ ભજવતા હતા. તેને હુંફ આપીને મુડમાં લાવવા ટ્રાય કરતા હતા.
‘ જ્યાં સુધી આ તન માં જીવ હશે ત્યાં સુધી ’
‘ ઓ ગોડ, આ બાળકીને શાંતિ આપ….માય ગોડ  ..હું શું કરું ?? ’ તેની મમ્મી પણ બિચારી હતાશા માં ડૂબ્યા સિવાય કશું કરી શકતી નહોતી. ડોરબેલ રણકી કે તેની મમ્મી ઉભી થઇ ને રૂમ બહાર ગઈ ને દરવાજો ખોલ્યો તો રાકેશ આવ્યો હતો.
‘ ખરા ટાઇમે તું આવ્યો બેટા, સમજાવ ને સપનાને જોને કેવી ચિંતા માં ને ચિંતામાં… ’
‘ તમે અહીજ રહો હું એકલો જઈશ ને સમજાવીશ. ’
‘ સારું , પણ કોફી રૂમમાં મોકલવું કે અંકલ આવે એટલે બંને સાથે પીશો ? ’
‘ સાથે પીશું બધા ’ ને તે લીવીંગ રૂમ વટાવીને ઉપર સપનાના રૂમ આગળ આવીને ઉભો રહ્યો.ધીમેથી બે ટકોરા માર્યા.
‘ મેં આઈ કમ ઇન સપના ? ’
સપના ઉપર મોઢું કરીને જોયું ને ખાલી હકારમાં માથું હલાવી રાકેશને અંદર બોલાવ્યો.ને વળી જાણે બોસ નો હુકમ પાળતી હોય તમે નીચું જોઈ ગઈ.
‘ તને પસંદ ના હોય તો હું નીચે જ બેસું ’ છતાં કોઈ પ્રત્યુત્તર ના મળતા રાકેશ ઉભો રહ્યો ને સપના ની દશાનું અવલોકન કરવા લાગ્યો.
‘ રાકેશ મારી બેહાલ દશાને ના જોઇશ. કહે કઈ કામ હતું મારૂં ? પણ અભાગી જીવ ખુદ પોતાને ધિક્કારે છે ત્યાં બીજાને તો વળી શું મદદ કરી શકવાનો ’
‘ સપના એવું બોલીને મને શરમમાં ના નાખીશ.હિંમત એક એવું હથિયાર છે જે આવી સ્થિતિમાં કામ લાગે છે એવું હું વિનય પાસેથી શીખ્યો છું. ’
વિનય નું નામ આવ્યું કે ચેતન વિહીન કાયા સળવળી ને આંખોમાં થોડું ચેતન જળક્યું.જે રાકેશથી અજાણ ના રહ્યું. આથી તે હવે જાણી જોઇને વિનય ને વાત વાતમાં ઘસડી લાવવા મક્કમ થયો.
‘ રાકેશ, હું માનું છું કે મારે આવું વર્તન નહિ કરવું જોઈએ પણ મારી હાલત એવી છે કે મારી જગ્યા એ કોઈ પણ હોય શું કરું કહે હું તો ભાંગી પડી છું ને કઈ સમજાતું નથી શું કરું? ’ ને તે રડી પડી.
‘ સપના પ્લીઝ , રડ નહિ, વિનય કાયમ કહેતો કે રડીને આંશુઓ બગાડવા નહિ જોઈએ પણ એને સાચવીને રાખવા જોઈએ. ’
‘ વિનય એટલે તું કોલેજ વાળો તારાઓ મિત્ર તો નહિ ! ’ આંસુ ને સાફ કર્યા વગર તે બોલી.
‘ હા એજ તો, તને ખબર છે પાછો અહીં શિફ્ટ થઇ ગયો છે….. ’ ને તે સપના સામે જોવા લાગ્યો કે વિનય ની વાત કરતા તેની આંખમાં ચમક ઉપસે છે કે કેમ ! પણ કોઈ ફેર ના વર્તાયો, પણ હા વિનય નું નામ પડતા થોડો તો ફેર જરૂર પડે છે તેની હુંફ લઈને રાકેશ નીકળી ગયો. વિનય ને બધી વાત કહી પણ વિનય મજબુર હતો.કશું તો કરી શકે તેમ નહોતો.પણ એય રાકેશ હતો..વળી પાછો સપના પાસે પહોંચી ગયો. ‘ સપના એક વાત કહું , આજ મેં તારી વાત વિનય ને કરી તો એકદમ ભાંગી પડેલો ને ખુબ અફસોસ કરતો હતો.ને કહેતો હતો કે ફરી હું તને મળું તો આશ્વાશન આપું.ને તેને ખાસ કહ્યું છે કે ચિંતા એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. ’
‘ ખરી વાત છે એની પણ, ઘાયલની ગત ઘાયલ જાણે…મને પણ આમ લાશ જેમ રહેવામાં મજા નથી આવતી પણ મારી પરાષિત પળોની જીંદગી મને આમ કરવા મજબુર કરે છે…….એક વાત પૂછું, વિનય ની જીંદગી તો સારી છે ને ? તે, તેનું કુટુંબ આઈ મીન બધા ?? ’
‘ બધા, માને તે એકલો જ છે. પણ લાગે છે તે ખુશ તો નથી જ ’
‘ એકલો મતલબ………….? ’
‘ હા એકલો તેને હજી લગ્ન નથી કર્યા.તેના સગાઓથી લઈને અમે પણ બહુ મનાવેલો પણ તે પોતાના નિર્ણય પર અડગ છે. ’
‘માય ગોડ… ’ એક લાંબો આહકારો નાખી ને સપના અવળું ફરી ગઈ. રાકેશ પણ ત્યાંથી ખસી ગયો તે જાણી જોઇને સપના ને જણાવવા માંગતો હતો કે વિનય હજી કુંવારોજ છે.ઘણું દુખ થયું તેને.ઘણો વલોપાત કર્યો.ને એટલી નિરાશ થઇ ગઈ કે પોતાની સાથે આવું કેમ બને છે ? વાહ રે ! વિનય, પોતે તેનો પ્યાર ના સ્વીકાર્યો તેની આટલી મોટી સજા ! 
પણ વિનય એવું માનતો કે પોતાના દિલમાં સપનાનો પ્યાર હતો જે એટલા વર્ષો પછી ભૂલ્યો નથી.ને ત્યાર બાદ બધાના લાખ ધમપછાડા છતાં, તેને કોઈ છોકરી ના ગમાડી તે ના જ ગમાડી !
એકવાર હિંમત કરીને વિનય,સપનાના ઘરે પહોંચી ગયો. ને તેની મમ્મ્મી પણ તેનાથી પ્રભાવિત થઇ ગઈ. ને પછી તો રોજબ રોજ જવા લાગ્યો.કોઈ ને કોઈ બહાનું કે કઈ ને કઈ કામ કરી આપવાના બહાને અવાર નવાર આવવા લાગ્યો.ને તેની મમ્મી ને કહ્યું કે સપનાના સદમા નો એક ઉપાય છે કે તે જોબ કરવા લાગી જાય. વાત તેમના ગળે ઉતરી ગઈ.
‘ સપના બેટા એક પ્રપોજલ છે, અગર તને ઠીક લાગે તો ’
‘ કહે મમ્મી , હું માનું છે કે મારું વર્તન કોઈને પણ કંટાળો આપે તેવું છે. ’
‘ એવું નથી બેટા પણ હું તારી મમ્મી છું ને તારી હાલત મારાથી જોવાતી નથી એટલે જો તને ઠીક લાગે તો જોબ કરવા લાગ. ’ ને ઘણા વાર્તાલાપ અને મનાવટ ને અંતે સપના તૈયાર થઇ.આથી તેમને વિનય ને વાત કરી,તેના પતિને વાત કરી ને બધાની મહેનતના પરિણામે એક ઓફિસમાં સપનાને જોબ મળી ગઈ.ને પહેલી તારીખ ની રાહ જોવા લાગી.પહેલી તારીખે બધું નક્કી કરી નાખ્યું.પહેલી તારીખે વિનય પોતાની કર લઈને આવશે ને સપનાને તેની ઓફીસ સુધી છોડી આવશે તેવું નક્કી થયું.સપના ખુશ નથી પણ બધા સાથે સહમત છે.સપના માટે ખાસ્સી ઇન્તેજારી બાદ પહેલી તારીખ આવી.સપના તૈયાર થઇ ગઈ છે ને વિનય ની રાહ જોઈ રહી છે. વિનય સાથે જવા રાજી નથી પણ કોણ જાણે કેમ વિનય સાથે જવા તેને હા પડી દીધી ! હજીય તેને સમજાતું નહોતું.
તેને માન્યું કે જરૂર વિનય પ્યાર વાળી વાત ખોલશે ને પોતે આજ પહેલી વાર તેના પ્યાર ને નાસીપાસ કરેલો તેનોઅફ્સોસ કરી રહી.પણ હવે તો સમય બહુ પાછળ ધકેલાઈ ગયો હતો.પણ જે થાય તે પણ પોતે મજબૂરીનું આવરણ ઓઢી ને કારમાં બેસશે તેમાં કોઈ સંશય નહોતો.આજ પહેલી વાર પતિના મરણ બાદ રાહ જોઈ રહી ! બારીમાંથી નીચે જોયું પણ કોઈ કાર દેખાતી નથી. નવ ને બદલે નવે ને વીસ મિનીટ થઇ ગઈ છે. આખર કંટાળીને તેને મમ્મીને પૂછ્યું  ‘ મમ્મી ફોન કરી ને પૂછી લે ને, નહિ તો હું ડ્રેસ ચેન્જ કરી લઉં. ’
‘ બેટી,તને તો અહીના ટ્રાફિક ની ખબર છે, થોડું મોડું પણ થઇ જાય ને આજ પહેલો દિવસ છે એટલે મોડા પડવાની બીક ના રાખીશ. ’
‘ ઠીક છે હું ઉપર બેઠી છું તે આવે એટલે કહે જે …… ’ કહી ને તે રોષમાં જ ચાલી ગઈ.
ઘણી વાર થઇ પણ વિનય નો નથી ફોન કે નથી કોઈ સંદેશ.આથી કંટાળીને તે ડ્રેસ ચેન્જ કરીને રાબેતા મુજબ નર્વસ થઇ ને રૂમ બંધ કરીને બેડ પર પડી.ને વિચારવા લાગી કે પોતે કેટલી અભાગી છે! લાચારીની બધી સીમાઓ વટાવાઇ ગઈ છે.ને ત્યાજ નીચે રાકેશનો અવાજ આવ્યો। ચિંતાસભર અવાજ જાણી ને તે સફાળી ઉભી થઇ ગઈ.જે શબ્દો તેને સાંભળ્યા એકદમ બેડ પર ઢગલો થઈને ઢળી પડી. તેની નજર સામે વિનય નું આખું ચિત્રપટ ફરી વળ્યું. આથી તે નવી દિશામાં ફંટાતી  હોય તેમ લાગ્યું.
જયારે ભાનમાં આવી ત્યારે પોતે ઘરમાં એકલી છે, તે બધી હિંમત એક કરીને નીચે આવી.રસોડામાં ગઈ અને એક ડીશ કાઢી. તેમાં થોડું કંકુ ,અબીલ ગુલાલ નાખ્યા ને દરવાજો બંધ પણ કર્યા વગર બહાર નીકળી ગઈ.આજ પોતાના પગલાને અનુસરી રહી.ઘણા દિવસ પછી તેના ડગર પોતાના ઘરથી નજીક મંદિરમાં ગયા.આંખમાં ફરિયાદનો રોષ લઈને તે ભગવાન પાસે ગઈ.ધીરેથી દીવો કર્યો, અબીલ ગુલાલ ના અભિષેક કરીને ભગવાન સનમુખ ઉભી રહી ગઈ. ‘ ભગવાન, આજ સુધી હું બધું સહન કરતી આવી છું , અમારા સુખી સંસારમાં આગ લાગી ગઈ..મને પ્રાણથી વધુ પ્યાર કરવાવાળો મારો પતિ છીનવાઈ ગયો.ને આજ મને જાન થી પણ પ્યાર કરવા વાળા વિનય ને અકસ્માતમાં ભોગ લીધો..તેનો ગુનો એટલો જ હતો ને કે મને એકતરફી પ્યાર કરતો હતો…? હં …..આજ સુધી મારા પ્યાર ના છાંયે તે જીવી રહ્યો હતો…તો શા માટે તેને આટલો અન્યાય ??ભગવાન તેને બચાવી લે…તે મને મદદ કરવા આવતો હતો ને મદદ કરવા વાળાને બક્સીશ ને બદલે આવો હળાહળ અન્યાય ??ને એક્ભવમાં મારે બે ભવ નથી કરવા મારા ભગવાન.બે વાર વિધવા થતી મને રોકી લે, એક વાર અકસ્માતમાં પતિ ખોયો ને બીજા અસ્કમાતમાં વિનય ને ખોવા નથી માંગતી. ચાહે તો મારું જીવન એને આપી દે. ’
‘ એવું કરવાની જરૂર નથી બેટી વિનયે આંખ ખોલી છે , ચાલ ઘરે. ’
‘ ઘરે નહિ હોસ્પીટલે ’ ને તે ચપ્પલ પણ પહેર્યા વગર આગળ થઇ ગઈ. દુર થી અવાજ આવતો હતો અંતે તો હેમ નું હેમ હોયે.
                                                                           (મારી નવલકથા હેમ નું હેમ નો સંક્ષેપ)       
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

4 Responses to હેમ નું હેમ ! (નવલિકા) – 2

 1. બકુલ ઉપાધ્યાય કહે છે:

  What a love story ! its quite seems different than other’s . thank you very much for not keep me waiting !

 2. Raman Patel કહે છે:

  વાહ ! ખરેખર અદભુત ! નવા પ્રકારની લાગણીને કંડારતી પ્રેમ કથા ! તમારી નવલકથા વાંચવા માટે કોઈ ટીપ ??? વાંચવા મળે તો ઘણો ઉત્સુક છું. કૃપા કરી જણાવશો.

  • riteshmokasana કહે છે:

   રમણ ભાઈ,આપ નો ખુબ આભાર, આપ વાચકો થકી હું ઉઝળો છું ને આપના પ્રતિભાવ,વધુ લખવા પ્રેરણા આપે છે.સોરી મારી એકપણ નવલકથા પબ્લીશ નથી થઇ.બધી પેપર પરજ છે.ઉત્સુકતા દાખવવા બદલ આભાર. આપ કોઈ વાચકના ઓળખાણમાં માં કોઈ પબ્લીશર હોય તો અવશ્ય જણાવશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s