હેમ નું હેમ ! (નવલિકા)

હેમ નું હેમ !

યુનિફોર્મ માંથી મુક્તિ મળી છે, તેથી કોલેજમાં નવા આવેલા છોકરાઓ રોજ નવા નવા ને ફેશનેબલ કપડા પહેરી ને આવે છે. નહિ કોઈ સ્કુલબેગનો ભાર !ચહેરા પર મુશ્કાન અને હસી ખુશીમાં કયારે કોલેજનો સમય પૂરો થઇ જાય છે તેજ ખબર નથી પડતી.સાલું બે મહિના નો વેકેશનનો સમય જાય,બારમાં ઘોરણમાંથી કોલેજમાં આવે કે વિદ્યાર્થીઓ ના ઢાંચાઓ બદલાઈ જાય છે. બે મહિના તો ખભે વજનદાર બેગ ભરાવેલી હોય ને હોમવર્ક કે એકજામની ચિંતામાં સ્કુલથી ઘરે ને ઘરે થી સ્કુલ !ના ગેમ રમાય કે ના વધુ મુવી જોવાય ! જયારે કોલેજમાં આવતા તો બધા રૂપરંગ અને હાલહવાલ બદલાઈ જાય છે.વર્તણુક પણ વધુ બદલાઈ જાય છે. જાણે પહેલા બકરી પિંજરામાં હતી તે છૂટીને વાઘ થઈને બહાર આવે !ના હોમવર્ક,ના કોઈ લેકચરની ચિંતા અને જયારે ભણવાની ઈચ્છા ના હોય ત્યારે નો મુડ સ્ટ્રાઇક ! ખરી વાત છે કોલેજની લાઈફ અને સ્કુલની લાઇફમાં આભ જમીનનું અંતર છે.આવીજ એક કોલેજમાં ધીરે ધીરે બધા પોતાનું ભવિષ્ય ઘડવા માટે આવી રહ્યા છે. કોઈ સાયકલ, કોઈ બાઈક તો વળી કોઈ કાર પણ લઈને કોલેજ આવે છે. જેવી જેની શક્તિ તેવો માભો !
 ‘ નવો ફટકો આવ્યો લાગે છે.’ કોઈ એક બોલ્યો.
‘ જુઓ તમને ત્રણેય ને કહી દઉં છું મારી કંપની તમને જોઈતી હોય તો એલફેલ શબ્દો બોલવા નહિ.’
‘ અરે મહાશય આપણે હવે સ્કુલમાં નથી ’
‘ મને ખબર છે તે વળી કોલેજમાં આવી ને તું બહુ મોટી ધાડ મારવાનો છે. એક વાર કહ્યું કે મને વલ્ગારિટી પસંદ નથી.’
‘ માય લા , આતો ખરું છે ’
‘ હા,  સો ટચ, મિત્રો આપણે નાના શહેરોમાંથી અહીં અમદાવાદમાં ભણવા આવ્યા છીએ, ને તમને એવું બધું ગમતું હોય તો તમે બીજી કોઈ કંપની ખોળી લો, મને કોઈ વાંધો નથી.’ મોઢું મચકોડતા વિનય બોલ્યો.
‘ અમને ખ્યાલ છે કે તારું નામ વિનય છે તો પછી તારે વિનયી રહેવું પડે રાઇટ ’ કહી ને ત્રણે હસવા લાગ્યા.
‘ જુઓ એવું નથી પણ ખબર નહિ મને નથી ગમતું. વાતો કરવા માટે ઘણી વાનગી છે.’ કહીને વિનય શાંત થઇ ગયો.આમ તો ચારેય શાંત થઇ ગયા, કારણ કે પેલી છોકરી  તેમના તરફ આવી રહી હતી.
‘ માર્યા વિનય, લાગે છે તે સાંભળી ગઈ ’
‘ ચુપ આવવા દે પછી બધી વાત ’  ને તેઓ તેની સામે જોઈ રહ્યા. પણ તે તો બીજી બાજુ ફંટાઈ ગઈ. પણ એક આછી મહેક નો વાયરો ચારેયના નાકને મસ્ત બનાવતો ગયો.
તે સપના હતી.કોલેજમાં નવી નહોતી પણ તેઓ ચારેય કોલેજ માટે નવા હતા.વિનય જરા પણ હલ્યા વગર એમ જ ઉભો રહ્યો. નાસિકમાંથી જે મહેક પસાર થઇ તેને માણી રહ્યો.ચારેય ક્લાસ બાજુ જવા વળ્યા ત્યાજ લેકચર ચાલુ થવાનો એલાર્મ વાગ્યો કે જડપથી તેઓ ક્લાસમાં ઘુસી ગયા.આમજ અવાર નવાર વિનય સપના ને જોઈ રહ્યો છે.ઘણી વાર તેના દિલમાં આરતીનો ઘંટારવ થાય છે. પણ તેને ધ્યાન માં લેતો નથી. જેવો એ સપના ને જુએ ત્યાં દિલને શાતા વળતી અનુભવે છે.કોઈ વાર તે કોલેજ ના આવી હોય ત્યારે દિલ બેચેની અનુભવે છે.ને આ બધી વાત તેના ચારેય દોસ્તારોથી છુપી ના રહી શકી.
‘ આજે મહાશય ઉદાસ કેમ ? ’
‘ ઉદાસ અને હું ??  ’
‘ બિલકુલ…અરીસામાં જઈને જો…તારી આંખો કોઈને ખોળી રહી હોય તેમ લાગે છે. ’
‘ ખરો પકડ્યો મને, સાચી વાત છે હું એક મિત્રની રાહ જોઈ રહ્યો છું. તેની પાસેથી થોડું લીટરેચર લેવાનું છે.’
‘ સાબાશ મેરે યાર, અદલા બદલી સુધી મામલો પહોંચી ગયો છે?? ’  એકે કટાક્ષમાં કહ્યું.
‘ કંઈક ફોડ પાડીને કહે, કેવાની અદલા બદલી ?? ’
‘ એજ કે તું કોઈના પ્યારમાં પાગલ છે, જો જે બહુ કાલો ના બનતો અને રાખે યાદ રહે કે મિત્રો જ હમેશા સાથ આપે છે. ’
‘ તમારી યારી ને હું કદી ભૂલી શકું તેમ નથી, શરુઆતા ના દિવસોમાં તમે લોકોએ મારા નેચરને અનુસરીને વલ્ગારીટીને ભૂલીને મારો સહવાસ છોડ્યો નથી.તો હું પણ તમારી પાસે જુઠું નહિ બોલું.’
‘ સરસ તો સાચું હોય તે કહે ’
‘ સાચી વાત એ છે કે મારું દિલ કોઈને જંખે છે કોઈ ની પાછળ બેતાબ છે. કોઈ ની વાત સાંભળવા ઉત્સુક છે. પોતાની વાત તેને કહેવા ઉત્સુક છે.’ 
‘ મતલબ “ પ્રેમરોગ ” ..હા હાહા.’ ને તે હસવા લાગ્યો.
‘ હોઈ શકે પણ તને ખબર છે એકતરફી પ્રેમ પાગલપણાની નિશાની છે. ’
‘ જાણી શકીએ કોણ છે તારા સપના ની રાણી ? ’ બેતાબીથી એકે પૂછ્યું.
‘ તમે મારા અંગત મિત્રો છો એકદિવસ તમને જરૂર કહીશ ને તમને ખબર પણ પડી જશે.’  પાછો વળી મનમાં બોલ્યો કે સપના જ મારા સપનાની રાણી છે.
હા તેને સપના પર પ્રેમ થઇ ગયો હતો.પણ એકતરફી !ઘણી વાર તેને સપનાનું અવલોકન કરેલું પણ સપના તો જાણે કઈ જાણતી ના હોય તેમ પોતાની સામે પણ જોતી નથી. હા ક્યારેક સામ સામે જોવાઈ જાય તો સ્માઈલ આપતી. જે એક સામાન્ય સ્માઈલ હતી. જે તે બધાને આપતી.
ખરી વાત હતી. સપના પણ એક મહત્વાકાંક્ષી છોકરી છે.સ્વમાની અને શાંત ! વિનય એકતરફી તેને ચાહે કે ગમાડે તે એક નિર્વીવાદિત વાત છે અને સાહજિક વાતને લઇ ને ગમો અણગમો કઈ રીતે દર્શાવી શકાય !વિનય પણ હવે તો પ્યારને જીરવી શકતો નથી. કેટલાયે દિવસથી દિલને શાતા આપી રહ્યો હતો મન ને મનાવી રહ્યો છે.પણ હવે દિલ બેકરાર થઇ ગયું છે ને મન મુંજાય છે.પહેલી વાર વિનયે જીંદગીમાં હતાશા અનુભવી.મેથ્સ નો ગમે તેવો અઘરો દાખલો તે રમતા રમતા સોલ્વ કરી નાખે.પણ આ કોઈ મેથ્સ નથી કે કોયડા ઉકેલી નાખે. દિલ સામે તે હારી ગયો ને હતાશ પણ થયો.વધુ વિકટ પરિસ્થિતિ આવી પડી, કોને જઇ કહેવું ? ને મનમાં મિત્રોનો સહારો લેવાનું નક્કી કરીને સુઈ ગયો. 
ને બીજા દિવસે તેને સપના ને જોઇને ઉભી રાખી ‘ સપના એક વાત  કહેવી હતી ’
‘ એકજ વાત છે ’ ડઘાઈને તે ઉભી રહી ગઈ ને કહ્યું.
‘ અત્યારે તો એકજ વાત છે ’ અદબ વાળતા બોલ્યો.
‘ કહે કોઈ વાંધો નહિ ’
પણ વિનય તો ચુપ થઇ ગયો ને શાંત બનીને સપના સામે જોઈ રહ્યો.
‘ ઓહ,વાત પૂરી થઇ ગઈ ? ’
‘ ના બાકી છે ‘  વિનય જાણે એકદમ વિનયી થઇ રહ્યો.
‘ સપના મારી સાથે ડેટિંગ કરીશ ?? ’
‘ ડેટિંગ ???????? ’ એકદમ ડઘાઈને તેણે પૂછ્યું.
‘ હા સપના , અગર તને વાંધો ના હોય તો ! ’
થોડું વિચારી ને તે બોલી ‘ કાલે જવાબ આપું તો કેમ ? ’
‘ કોઈ વાંધો નહિ ‘ કહેતા તો વિનય એવો જડપથી ગયો કે સપનાનો પ્રત્યાભાવ પણ જોવા ના ઉભો રહ્યો. ઉલટાનો ‘હસી તો ફસી ’ માનીને દોડવા લાગ્યો.તો સપના ઘરે આવી તો વિચારવા લાગી કે વિનય કદી પોતાને બોલાવતો પણ નથી તો આજે કેમ તે ઉદાસ ને વિહ્વળ દેખાતો હતો. લેક્ચર કે ક્લાસની વાત માટે ડેટિંગ શું કામ ? તેની ઘણી મિત્રો ડેટિંગ કરતી. ડેટિંગ માં લોકો શું કરતા હશે તે વિચારેલું નહિ ને તેને જરૂર પણ નહોતી લાગતી.વિનય ને પોતાની સાથે શું વાત કરવી હશે ? વિનય આમ તો સારો છોકરો છે, તેની છાપ વિષે કોઈ સંદેહ નથી.તો શું કરવું ? શું જવાબ આપવો ??
રાત્રે વિનય બેચેન બનીને સુઈ ગયો,મન ને દિલ સાથે ઘમસાણ યુદ્ધ થયું.ને અંતે બીજા દિવસે દિલની જીત થઇ , સપના એ રવિવારે યુનિવર્સિટીના કેમ્પમાં મળવા બોલાવ્યો. ને બંને શીડ્યુલ મુજબ મળ્યા.થોડી પળો તો એમને એમજ વહી ગઈ. આથી સપના બોલી ‘ બે વસ્તુ કહી દઉં, વાહિયાત વાત અને મજાક ની વાત મને ગમતી નથી, જો એવીજ વાત કહેવાની હોય તો જેવી આવી તેવી ચાલી જાઉં ‘
‘ વિશ્વાસ આપું છુકે એવી કોઈ વાત નહિ કહું. ’
‘ સરસ , હવે કહે કે મારી સાથે ડેટિંગ માં આવવાનું કારણ ? ’
‘ સપના મને ખરાબ રીતે ના જોઇશ.ને યાદ રહે કે કોલેજમાં કોઈને નહિ કહેતી કે આપણે અહી મળ્યા છીએ ’
‘ જો વિનય એમ બીને ડેટિંગ કેમ કરે છે , તું તો છોકરો છે હું છોકરી થઈને બિન્દાસ છું. ’
‘ મને ખયાલ છે પણ બધા ના સ્વભાવ સરખા નથી હોતા ને મારા લીધે તારી કોઈ પણ બદનામી હું સહન કરવા તૈયાર નથી.’
‘ સારી મનોભાવના છે, પણ હવે કહે કે મારે જ બધું બોલવું પડશે. ’
‘ સપના હું માનું છું કે મારે તને આવી રીતે ડેટિંગ પર બોલાવવાની જરૂર નહોતી.પણ શું કરું મારું દિલ ને મન બેય મારા વશની બહાર છે. ’
‘ એ તારી સમસ્યા છે કે વિવશતા મને નથી ખબર પણ મારે એના માટે કઈ કરવાનું છે ? ’
‘ સપના મને તારા સાથની જરૂર છે ’
‘ કેવાનો સાથ? કોઈ એન્યુલ ફંક્શન ની તૈયારી અત્યારથી કરી રહ્યો છે.? ’
‘ ના આઈ મીન , મારા દિલ ને તારા સાથની જરૂર છે ’ થોડો ફોડ પડે તમે તે બોલ્યો. ને એટલું બોલતા તો પોતાના બાર વાગી ગયા હોય તેમ મહેસુસ થયું.
‘ શું ?? ……તને ખબર છે તું શું બોલી રહ્યો છે ?? ’
‘ હા, મને ખબર છે કે એકતરફી પ્યાર કરવો તબિયતને હાનીકારક છે.પણ શું કરું મારા તંત્રો નું રીમોટ મારા હાથમાં  નથી. ’
‘ તને એક વાત કહી દઉં કે મારા દિલમાં આજ સુધી વિનય કે વિનયનો કોઈ પણ પ્રકારનો ખ્યાલ આવ્યો હોય ! મારા દિલ માં હજી સુધી કોઈએ જગ્યા બનાવી નથી.ને દિલ સાથે દિલ નો સંગમ એ કોઈ મુવી નથી કે બે જણ અથડાય ને નજરો ચોપડા એકઠા કરતા મળે ને મળી જાય ! કે નથી તો કોઈ ગુંડાથી બચાવીને થઇ જાય ! પ્લીઝ વિનય મહેરબાની કરીને દિલને વાળી લે ’
‘ કાશ તેને વાળી શક્યો હોત પણ દિલના દુખાવે તો તને અહી બોલાવી છે ને તેના થકી કોઈ પણ અપમાન કે માર ની તૈયારી સાથે આવ્યો છું. દિલમાં ચાલતા ઘમસાણ હવે અસહ્ય છે.ને તેનો ઇલાઝ ફક્ત તારી પાસે છે. ’
‘ વાહ રે ! કેટલું આસાન બોલી ગયો, વિનય હું માનું છું કે નામ પ્રમાણે તારામાં ગુણ છે. તારા મારા તરફી પ્રેમ ની કદર એક જાટકે તો કેમ કરી શકાય ! તને ખયાલ છે, મેં તો આજ સુધી પ્રેમ થકીના કોઈ સ્પંદન અનુભવ્યા નથી, કે નથી તો પ્રેમ થકી થતા અહેસાસ ની લાગણી ! કોરી સ્લેટ પર કેમ કરી લખી શકું ?? ’
‘ સપના, મને આટલો વિવેકી માનવા માટે તારો આભાર. અને હાં, બળજબરી કે મજબૂરી માં હુંયે માનતો નથી. ’
‘ સારી વાત છે પણ એમ સરળતાથી હું ઈમ્પ્રેસ્સ થઇ જાઉં તેવી ઇનોસંસ નથી કે નથી વધુ પડતી ઈમોસ્નલ ! તારા એટલા સરળ સ્વભાવને હું સલામ કરું છું પણ મારા જીવન ને હોડ પર ના મૂકી શકુ. ’
‘ ખરી વાત છે. મુકાય પણ નહિ ને કદાચ મારી વાત તને ઠેશ પહોંચાડે તેવી છે

                                                                     ………………..ક્રમશ)              હેમ નું હેમ ! (નવલિકા) – 2

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

4 Responses to હેમ નું હેમ ! (નવલિકા)

 1. રમણ પટેલ કહે છે:

  હવે તો આ નવલિકાના શેષ ભાગની રાહ જોઈ રહ્યો છું..કોઈ સસ્પેન્સ્તો નથી ને ??

  • riteshmokasana કહે છે:

   આભાર , આપની પ્રતીક્ષા નો અંત ! રીફર કરો મારો બ્લોગ અને માણો આખી વાર્તા. મારી નવલકથા માં નો આ સંક્ષેપ છે.આશા રાખુંકે બધાને ગમે.

 2. બકુલ ઉપાધ્યાય કહે છે:

  Begining looks interesting ..i hope for rest part of this story.Thank you very much for always sharing such kind and informative stories.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s