અખંડ સૌભાગ્યવતી (નવલિકા )

                                                            અખંડ સૌભાગ્યવતી
ફર ફર વરસતો વરસાદ થંભી ગયો છે.જાડનાં પાન પરથી ટપકતા ટીપા નો અવાજ વાતાવરણની શાંતિને ચીરે છે.નેવામાંથી પણ પાણીના ટીપા ટપકે છે , બધા ટપકતા ટીપા ઓ નો અવાજ જાણે એક કોરસ ગીત ગાતા હોય !ક્યાંકથી દેડકાનો ડ્રાઉં ડ્રાઉ અવાજ આવે છે.તો વળી તમરા પણ જાણે વરસાદને વધાવતા ગાઈ રહ્યા છે. પણ પવન હજી જરાયે શાંત નથી. જાડને હલાવી નાખે છે. ને એક બિહામણો અવાજ પેદા કરે છે. વન ની વનરાઈઓ પણ જુમે છે. વેલીઓ પણ થડ ને વળગીને પાછી અથડાય છે.પક્ષીઓ પોતાની પાંખને  કોરી કરવા હલાવે એટલે પાંખનો ફફડાટ પણ સંભળાય છે. છતાં વાતાવરણ એકદમ ખુશનુમા જણાતું હતું. રાત્રીનો બીજો પ્રહર ચાલી રહ્યો હતો.ને પશુ પક્ષીઓ પોત પોતાના માળામાં ,દરમાં કે બખોલમાં ભરાઈ ગયા હતા.શાણા મનુષ્યો પણ ઘરમાં ભરાઈ ને સુખી નીંદર માણી રહ્યા હતા, કારણ કે આજ ધરાઇ ને વરસાદ આવ્યો હતો.
આવા શાંત વાવારણમાં સુકાન અને વેલીતા બંને જાગી રહ્યા છે. તેમના માટે કદાચ આ રાત્રી પ્રણય રાત્રી બની ગઈ હતી. બંને શાંત છે પણ અંદર નો માહોલ કદાચ ધીરે ધીરે ડહોળાઈ રહ્યો હતો. આંખો ઊંડાઈ માપવા લાગી ગઈ છે. અંદરની પરિમીતીને માપી ને કોઈ અજબ ભાષાને વાંચવા મથી  રહી છે. સુકાને ધીરે થી વેલીતાની આંખ પર આવેલી વાળની લટને દુર કરી. સુકાનના હાથનો સ્પર્શ તેને ગમ્યો, હાથને એમજ ગાલ પર રહેવા દીધો.આથી સુકાન પણ પોતાની આવડત ને કામે લગાડી રહ્યો. અધર થી અધર ની મુલાકાત લંબાઈ રહી છે.દિલ પણ થોડું વધારે ધબકી રહ્યું આથી વેલીતા સુકાનને વેલ જેમ જાડના થડ ને વળગે તેમ વળગી ગઈ.  અધરો થી અધરો વચ્ચેનું અંતર ઘટી ગયું. ને બંનેના ગરમ ગરમ શ્વાસો અથડાયા. આજ તો લાગ હતો , આજ તો તક હતી ને આજ, તક જડપી લેવા સુકાન તત્પર હતો.કોઈ પણ હિસાબે આજ પોતે તકને જવા નહિ દે એમ માની તેને પહેલ કરવામાં જ શાણપણ માન્યું.
‘  વેલી, હું માનું છું કે તને મારા પર પ્રેમ છે તે અગણિત છે.ને તું મારી પત્ની છે તેનો મને અપાર ગર્વે છે. ’
‘ જેનો સ્વામી સુકાન હોય તેને વળી ભલા ડર કોનો ને વાત કેવી ! ’
‘ મારી વેલીતા, તારી આવી લોભામણી વાતો એ તો મારા પર કબજો કરેલ છે. ’
‘ તો મારી વાતો તને લોભાવે છે સુકુ? ’
‘ બિલકુલ, કેમ તને કોઈ સંશય છે ’
‘ જરા પણ મારા મનમાં સંશય હોત તો તને એટલી વળગીને ના રહેત, ને રખે યાદ રહે કે કદી આવો મનને મુંજવતો પ્રશ્ન ના કરીશ પ્લીઝ ’
‘ તારો મારા પરનો વિશ્વાસ જ કદાચ એ વાતનો સાક્ષી છે વેલીતા પણ ઘણી વાર વિશ્વાસને વળગી રહેવાથી નુકસાનો પણ થતા હોય છે.રખે યાદ રહે! ’
‘ મને તો એટલુજ યાદ છે કે સુકાન મારો પતિ છે ને વેલીતા એના શરીર ને વળગી ને ચાલતો એક ભાગ છે. ’
સુકાન ના દિલ મહીં  જે તોફાન ઉઠેલું તે હજી શાંત પડ્યું નથી. તેને જે વાત વેલીતાને કરવી છે તે એટલી આશાન નથી કે કહી શકે ! તે વાત નહિ પણ પ્રસ્તાવ હતો. ને વાત ને પ્રસ્તાવ માં ઘણો ફરક હતો. તે બરાબર જાણતો હતો કે વાત કર્યા પછી વેલીતા કેવું વિચારશે કે તેના કેવા પ્રત્યાઘાત હશે ! છતાં સુકાને નક્કી કરી લીધું કે ગમે તેમ પણ આજ વેલીતા ને વાત તો કરવી  જ રહી.
ફરી એકવાર સુકાન મન સાથે વાર્તાલાપ માં લાગ્યો ને થોડી પળો મૌન છવાઈ ગયું. વેલીતા તો થડ સાથેની પકડને મજબુત કરતી આહો ભરી રહી ને આવનારી પળોને વિનવી રહી કે પોતાના માટે કોઈ સંકટ ના ઉભું કરે. આજ પહેલી વાર સુકાન ની આંખમાં કોઈ નવો તેજ નો લિસોટો  દેખાયો. ને તેની વાતમાં થોડો ભેદ જણાયો !શું આજની વાતને પોતાને વધાવવાની રહેશે કે વીંધવાની ?પણ ઇન્તજાર કર્યા વગર કોઈ ઉદ્ધાર નહોતો ને તેને પણ આજ ખબર નહિ કોઈ જુગુપ્સા નહોતી કે જટ દઈને સુકુનને પૂછી લે.
તો આ બાજુ સુકાન પણ ઘડી દ્વિધા તો ઘડી મનને મક્કમ પણ કરતો હતો.આવનારી પળો તેના જીવનમાં કોઈ તારાજી તો નહિ સર્જે ને એજ એક સંશયથી ગભરાતો હતો.છતાં પણ તે કેમ કરી ને ટાળે તે પણ વિચારી રહ્યો. આથી ફરી મનની લગામ ને પક્કડ કરી ને બોલ્યો, – વેલીતા મારા દિલમાં ઘણા દિવસથી એક તોફાન ચાલે છે ’
‘ ઘણા દિવસથી…?????  અરે ! સુકાન, લાગે છે કે મારા પ્યારમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે..રે, ભગવાન મને સદબુદ્ધિ આપ. ’ એક ઊંડો નિશાસો નાખતા તે બોલી. 
‘વેલીતા પ્લીઝ આવું બોલીને તારા વિશ્વાસ ને આમ પાંગળો ના બનાવ ને થોડી ધીરપ ને નજીક આવવા દઈને મારી વાત બરાબર સાંભળ.તારો મારા પર એટલો અસીમ પ્યાર છે કે જેથી મારો તારા પરનો અધિકાર પણ એટલોજ વધુ મજબુત છે. કદાચ તને એવું તો નથી કે હું તને… ’
‘ પ્લીઝ સુકાન આગળ ના બોલીશ પણ જે કહેવાનું છે તેજ કહે _
‘ મારે પણ કહેવું છે વેલી, પણ એમ જટ દઈને બોલી શક્યો હોત તો આટલું કહેવામાં આટલી પળો વેડફેત નહિ ! ’
‘ મને કહે હું તને મદદ કરું , બોલ મારા સુકુ  ’
‘તારી મદદ વિના એક પણ ડગ નથી ભરી શકાય તેમ વેલીતા ’
‘ તો ચલ આપણે સાથે ચાલીયે ને સાથે વિરમીએ ’
‘ એમ વાત વિરમી જતી હોત તો કદાચ એટલી તકલીફ ને પામીને આમ ચુપ થઇ જાત , રે ! વકળ , કાશ હું તારા જેટલો અગ્રધીરક હોત ! ’
‘તું પણ બનીજા સુકાન અને આમ મનને મુંજવ્યા વગર એને મુક્ત કરી ને વિહરવા દે ! ’
‘ હું પણ એજ ઈચ્છું કે એ મુક્ત થઇ વિહરે , કોણ જાણે કેમ મારી જીહ્વા ને આજ આડબંધ નડી રહ્યા છે કે જે દિશાએ જવું છે તેને બદલે અટકી જાય છે ’
‘ સુકાન તને ખબર છે મારી જિંદગીની આ નાકામ પળો મને વિહ્વળ બનાવી ને એક લાચારી ને વિવશતાને ઓઢવા મજબુર કરી રહી છે. જટ કહે કોઈ મારા લાયક આદેશ કે અહવાન ! ’
‘ વેલીતા ચાલ થઇ જા સાબદી ને કાન ને સતેજ કરી દે ને દિલને બંધ ’
‘ દિલને શું કામ બંધ ??? ’
‘ એટલ કે મારા દિલને સલામત રાખીદે ’
‘ કહે હવે , અત્યાર સુધી જાણવાની જિજ્ઞાસાને મેં રોકી રાખી હતી. પણ કહે  હવેતો હું પણ બેબાકળી થઇ ગઈ છું. ’
‘ સારું હવે ફક્ત મને સાંભળ  ’
‘ ચોક્કસ  ’ ને વેલીતા બેય હાથને ટેકવીને સુકાન ની સામે બેસી ગઈ આંખમાં એક અધીરપને સમાવીને
‘ આપણા લગ્નને આ આઠમું વર્ષ જાય છે. કોઈને પણ ઈર્ષ્યા આવે તેવો આપણો સંસાર સુખથી ચાલે છે. બંને વચ્ચેનાં પ્યારની કેમિસ્ટ્રી પણ કેમિકલ લોચા વગરની છે.મને ખ્યાલ છે કે દરેક સ્ત્રીને લગ્ન પછી બેજ સ્વપ્નો લઈને સુખમાં રાચતી હોય છે.એક,સારો વર ને બે માતા બનવાની, માં માં કહી ને દોડાવતા છોકરા. તારા દિલની અંદર તે સંઘરેલા તારા ડુસકા મારાથી છુપા નથી. વેલી પણ ધન્ય છે તને કે આજ સુધી તે મને કદી એના વિષે ફરિયાદ તો ઠીક પણ જણાવા પણ નથી દીધું. આપણે ઘણી દવા કરી ને કદી ભૂત ભૂવામાં ના માનનારા એવાય અખતરા કરી જોયા. પણ પરિણામ શૂન્ય !!!! _ થોડી પળો તે અટક્યો ને ફરી બોલ્યો – હું જાણું છું કે મારામાં ખામી છે, અગર મારું વીરત્વ સજોડ હોત તો આમ વિચારને અવકાશ ના મળેત ! હા, કાયમ હું તારો ઋણી  રહ્યો કે તારા મ્હોમાંથી એ વિશેનો એક પણ હરફ બહાર  આવ્યો હોય. આથી જ તો હું એક વાતને બાદ કરતા બધી રીતે  ખુબ સુખી માનતો. સદાય તારા ચહેરા ને આમ સ્મિત સાથેનો અને દિવસો ને આનંદમય ને આંગણું હર્યું ભર્યું રહે ! ’
‘ કહી દીધું સુકાન ? ’
‘ ના, હજી મુખ્ય વાત તો બાકી છે. આજ બે વાત કહી ને તને જાટકો અપાઈ જશે પણ માફ કરજે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી..લોકો પત્ની ને અખંડ સૌભાગ્યવતી ના આશિષ આપે છે મારે પણ તારી પાસેથી એ વરદાન દેવાનો અધિકાર જોઈએ છે.વેલીતા હું માનું છું કે હું જે વાત કે પ્રસ્તાવ મુકવા જઈ રહ્યું છું તે એકદમ વાહિયાત ને ધિક્કારને લાયક છે પણ હું મજબુર છું મારા મન આગળ… ’
‘ સુકાન મહેરબાની કરીને વાત પૂરી કર મારી તો બધી હામતૂટી ગઈ છે મારું મનોબળ પણ ભાંગતું હોય તેમ લાગે છે. મારા પર મહેરબાની કર મારા સુકુ. ’ ને તે કરગરવા લાગી.
‘ હા વેલીતા હું એજ કહેવા જઈ રહ્યો છું. મારે પણ તને અખંડ સૌભાગ્યવતી ના આશિષ આપવા છે તારો સેંથો સુનો ના રહે એના માટે ’
‘ મારો સેંથો સુનો નથી સુકાન રાય ! ’
‘ હું પણ એજ ચાહું છું કે એ સુનો ના રહે મારા મૃત્યુ પછી પણ ! ’
‘ કેવી ગાંડા  જેવી વાત કરે છે સુકાન ??? ’
‘ વેલીતા ઝેરના ઘૂંટડા ભર્યા સિવાય કોઈ આરો નથી. મને માફ કરજે હું તારો ગુનેગાર છું.આજ સુધી મેં તને વાત નથી કહી પણ હવે સમય પાકી ગયો હતો ને સમય ને નાથવામાં હું ઢીલો પડ્યો છું મારી વેલી ’
‘ નહિ સુકાન તારી પાસેથી મનોબળ મજબુત બનાવવાનું શીખી છું. આમ ઢીલો ના બન અને તારા જેવા પતિને પામીને હું તો ભવસાગર પાર ઉતરી ગઈ છું. મારા સુકાન પર મને એટલો વિશ્વાવસ છે કે કોઈ વાત તારી મારાથી અજાણી નથી. કહે કેમ આજે આવી વાત કરી ને મારા દિલને સંતાપ આપ છે ? ’
‘ દિલ ને સંતાપ નહી પણ રાહત આપું છું.માનું છું કે અત્યારે હું સ્વાર્થી જ છું. ’
‘  મારા બધા સ્વાર્થ તારા હજો , જા દિલ ને મુક્ત કરીને વિહરવા દે ! ’
‘ એટલું બોલી દેવું સહેલું છે ડાર્લિંગ, હજી દિલ પર પત્થર રાખીલે, આંચકો તો હવે આવશે ! ’
‘ હે ભગવાન જટ સવાર પાડી દે, સમય ને આગળ સરકાવી મારા પર દયા કર! ’
‘ મારી વેલીતા, ઘણી વાર જીવન ની કડવાશને પણ અનાયાશે ચાખવી પડે છે. ’
‘ કહે સુકાન, જટ કહી દે નહિ તો…. ’ તે આગળ બોલી ના શકી.
‘ વેલી મને બ્લડ કેન્સર છે ને કદાચ આપણો સાથ હવે ક્ષણિક છે છેલી ઘડીઓ ગણતો એક અનાથ તારો પતિ તારી પાસે માફી માંગે છે, ના જાણે ભગવાન મને આ સજા આપી રહ્યો છે કે તને મુક્તિ! ના ના ,એવું કશું નથી કદાચ ભગવાન ની આ ઘેરી સંકટવિચરણ હોય !કે પછી મારા આજ સુધીના એકપત્ની વ્રતાનું  ફળ ! તું જ કહે વેલીતા મારે તને આજ કહેવા જેવું હતું કે કેમ ? ’ ને સુકાને પોતાના અધરને વેલીતા ના અધરો સાથે ચાંપ્યા પણ તે ચોંકી ગયો.
‘ વેલીતા……………………. ’
એક કારમો ચિત્કાર હવામાં ભળી ગયો.પાણીના બે બિંદુઓ જાડનાંપર્ણો પરથી પડ્યા કે સવારના કિરણો સુકાન અને વેલીતા ને શ્રધાંજલિ આપીરહ્યા.
 
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

8 Responses to અખંડ સૌભાગ્યવતી (નવલિકા )

 1. મનન મહેતા કહે છે:

  શરૂઆતના રોમાન્સ સફરને એકદમ કરુણતામાં લાવી ને વધુ ગહન બનાવી છે. નવલિકા ને માણી. વધુ હજી વાંચવા ચોક્કસ આવીશ.

  • riteshmokasana કહે છે:

   શ્રીમાન મનન મહેતા , ખુબ આભાર મારા બ્લોગની મુલાકાત લેવા બદલ ,મારી નવલિકા
   ‘ માણી લઉં હું આજ ને ‘ચોક્કસ વાંચશો. આશા રાખું કે તમને જરૂર ગમશે.અવાર નવાર આવીને મારા બ્લોગ ને પાવન કરતા રહેશો.

 2. Pragnaji કહે છે:

  ખુબ આભાર મારા બ્લોગની મુલાકાત લેવા બદલ shabdonusarjan ,

 3. દિવેચા મનોજ કહે છે:

  પહેલી વાર તમારા બ્લોગ પર નજર મારી , પણ પહેલી નવલિકા વાંચી ને ખુબ ગમી. સમય લઈને બ્લોગ નો ખૂણે ખૂણો ફરી વળીશ. થેંક યુ રીતેશભાઈ.

 4. raginipuri કહે છે:

  A gujarati friend read out the post, beautiful thoughts indeed! It takes both partners to come together to lay a happy foundation to their relationship.

  Please do read and rate my holiday plans written for the yatra.com contest. 😀

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s