છેલ્લી એફ.ડી. (નવલિકા)

છેલ્લી એફ.ડી.

ઘર આખું માણસોથી ચિક્કાર ભરેલું છે.પગ મુકે તેટલી પણ જગ્યા નથી.શાંતિએ પોતાનું સામ્રાજ્ય સ્થાપેલું છે.ક્યાંક ક્યાંક રડવાના ડુસકા સંભળાય છે.તો કોઈ વળી ડુસકા ને શાંત પાડે છે.એક જાજરમાન વ્યક્તિ બેડ પર સુતો છે,નામ છે એમનું કૌશિક રાય. તેમના માથા બાજુ તેમનો એકનો એક પુત્ર કૌશલ ઉભો છે પત્ની ઉર્મિલા પણ તેમનો હાથ પકડી ને પગ બાજુ બેઠેલી છે.કેટલીએ ચિંતાની રેખાઓ તેમના ચહેરા પર દેખાતી હતી.આવા સમયે કોને ચિંતા ના હોય !પતિ મરણ પથારીએ છે ..છેલ્લા શ્વાસો લઇ રહ્યા છે. ને દીકરો હજી કમાતો નથી.

પણ વાહ ! કૌશીક રાય ના મુખ પર એક પણ ચિંતાની રેખા નથી. છેલ્લી ઘડીઓમાં એ પત્ની સામે તો ઘડી પુત્ર સામે જોઈ રહ્યા છે.મરવાનો જાણે કોઈ ગમ ના હોય તેમ શાંતિથી છેલ્લા શ્વાસો ને પણ આરામ આપી રહ્યા છે. પણ એકવાતનો ગમ એમને જરુર સતાવી રહ્યો છે, કે પોતાનો એકનો એક પુત્ર હજી લાઇફમાં સેટ થયો નહોતો.વટ થી મૃત્યુ ને ‘ચલ થા આગળ ’ એમ કહેવાનો વસવસો રહી ગયો,જે મનમાં ખુંચતો હતો.તો વળી પત્ની બાજુ જુએ છે તો છાતી ગર્વથી ફૂલી જાય છે.ઉર્મિલા જેવી પત્ની પામી ને પોતે ધન્ય બની ગયો છે.આજ આવી મરણ ની છેલી ઘડી એ પણ શાંતિથી આહકારા પણ ના ભરતો પોતે કેટલો બિન્દાસ છે !જીવન ધન્ય બની ગયું માની ને મૃત્યુ નું સ્વાગત કરવાની રાહ જોઈ રહ્યા છે.

તેઓ ખુશ હતા કારણ કે બેંકના લોકર માં એફ.ડી.અકબંધ હતી જે પુત્ર ને પોતાના મરણ પછી જ આપવાની નક્કી કરેલું.  રખે ને પુત્ર કૌશલ પોતાની હાજરી માં એને વેડફી નાખે ! જીવન આખું અદબ ને માનભેર નોકરી કરેલી છે કોઈ નું મેણુંટોણું સાંભળ્યું નથી કે કોઈનું અપમાન કરેલું નથી. કોઈ ને દુખ આપ્યું નથી કે કોઈના નિશાસા લીધા નથી.ભલું થજો મન નું કે આજ સુધી પોતાના નિર્ણયો,પોતાની અડગતા કે પોતાના જીવન બહુમુલ્યો ને સાર્થક કરવા મન પણ અડગ રહ્યું.પોતાના સ્કોપમાં આવતું હર એક કરી છૂટવા મથી રહેલા. જેના પરિણામ સ્વરૂપે આજ પોતાનું ઘર સ્વજનોથી ચિક્કાર ભરેલું છે. જેમાં એકલા પાડોશી કે સગાઓ જ નથી પણ ઓફીસ વાળા ને ઓફીસ ને રીલેટેડ માણસો પણ છે.

પણ ઉર્મીલાબેન આખરે એક સ્ત્રી છે ..પોતાના પતિ એ જીવનભર પડખે ઉભા રહી ને સુખદુઃખમાં સાથ આપેલો છે. ક્યાંક જવાનું હોય ત્યારે તૈયાર થઇ ને સુખ બતાવવા કહેતી કે ‘ જુઓ આ ડ્રેસ કેવો લાગે છે કે બદલી નાખું ? ’

ને વળી કોઈ ગમ સતાવે ત્યારે રડવા માટે તેમનો જ ખભો વાપરતી ને આંસુઓ થકી ક્યારેક ખભા પર ગંગા વહેતી હોય તો પણ કદી એમાં ડૂબ્યા નથી પણ મને બે હાથે જાલી ને આશ્વાસન આપીને તારેલી છે, જ્યાં સુધી મને હસતી ના કરે ત્યાં સુધી પોતે પણ મારા ગમમાં રડી ને હસતા રહેતા. તે હવે આંસુઓ રોકી શકતા નથી ને ધીમા ડુસકા સાથે તેઓ રડી પડ્યા.બે હાથે ચેહરો છુપાવી લીધો  તે નહોતા ચાહતા કે તેના આંસુ પોતાના પતિ મરતી વેળાએ જુએ.

‘ ઊર્મિ, હું જાણું છું કે મારા વગર તું રહી શકીશ , પણ તારી અડગતા પર મને માન છે, પ્રોમિસ કર કે મારા ગયા બાદ પણ તારી આંખોમાં હું સદાય છવાયેલો રહું..! ’

‘ તમને આંખોમાં કાજળ સાથે આંજી દીધા છે એમ જટ  દઈને નહિ ભૂંસાય ’

‘ હા, પણ એમાં આંસુઓ આવે એટલે તો મારી છબી વિલાઈ ના જાય ? ’

‘ ખરી વાત છે પણ હું પત્ની ની સાથે એક નારી પણ છું, નારી ની સંવેદનાઓ ને કેમ અવગણી શકું ? ’

‘ તારી વાત ખરી છે ઉર્મિલા..ઠીક છે વહેવા દે પુર ને પછી ફરી વાર એને છલકાવા નથી દેવો ! ’

ઘરમાં ગમગીની છવાઈ ગઈ, સૌ કોઈ બેચેન હતા, મનમાં ઘેરી ઉદાસી ને વસવસા સાથે ટોળે વળીને ઉભા છે.

હવે કૌશિક રાયને થયું કે મૃત્યુ સમીપ છે ,સમય વહી જશે ને પુત્ર ને અન્યાય ના થાય તેનું પણ ધ્યાન રાખવું રહ્યું. આથી તેને નજીક બોલાવ્યો.

‘ બેટા કૌશલ ..અહી નજીક આવ ને મારી બાજુમાં બેસ ’ હાથ પકડીને પોતાની બાજુ બોલાવ્યો.

‘ જી ડેડી….’ એટલું બોલીને અદબ વાળી બેસી રહ્યો. તે પણ પોતાના ડેડી ને ખોઈ  બેસવાના ગમમાં હતો.

‘ જો બેટા કૌશલ હું માનું છે કે હું એક સારો અધિકારી હતો ને માનભેર નોકરી કરી છે. તને હું વધુ તો કઈ નથી કહેતો પણ ઘર ને બધું જે કઈ છે એ બધું ફર્નીચર ને આ ઘર વખરી તારા માટે મુકતો જાઉં છે . ને સૌથી વધુ તો તારા માટે તારી મોમ ને મુકતો જાઉં છું,તારા પર એ કેટલી લાગણી રાખે છે એ મારે તને બતાવવાની જુરુર નથી. સ્પેશિયલ વાત તો એ છે કે બેન્કના લોકર માં એફ.ડી. પડી છે. જે જોઈ લેજે ..’

‘ ડેડી … ‘ ને તે ગળે લગાડી ને ખુબ રોઈ પડ્યો.

‘ રડ નહિ બેટા, આજ સુધી ના મારા સુખી જીવનમાં તું પણ મારું એક પરિબળ હતો. આભાર તારો ને તારી મોમ નો કે મને આ ઉંચાઈ એ પહોંચવામાં મદદ કરી. ક્યારેક મેં તારા પર હાથ ઉપાડેલો છે ને ક્યારેક ગુસ્સે પણ થયો હઈશ , બેટા મને માફ કરી દેજે…’ ને બે જળના બિંદુ કૌશલ રાયની આંખના ખૂણામાં ઘસી આવ્યા. કૌશલના હાથ ને મોઢે લગાડ્યો ને બીજો હાથ ઉર્મિલાના હાથ સાથે ની પકડ મજબુત કરે છે.

‘ ડેડી …તમે મોમ ની કોઈ ચિંતા ના કરશો ..ને મારી…..’ વાક્ય એના ગાળામાં જ અટવાઈ ગયું.

‘ નહિ …ને બે તીણી ચીસે વાતાવરણ ની અભેદ્ય શાંતિ ને ચીરી નાખી.કૌશલ રાય નો આત્મા શરીર છોડી ને વિલીન થઇ ગયો.

‘ ઉર્મિલા બેન રડો નહિ, પરિસ્થિતિ ને પામી ને શાતા રાખો, કૌશલ રાય જેવા મહાન વ્યક્તિ ને આપણે અપમાન નથી કરવું…જુઓ બે સેકંડ પહેલા પણ કેવા સ્થિરતાથી વાત કરતા હતા.આ જાજરમાન વ્યક્તિના મોત ને પણ વધાવી લઈએ.’બધા ઉર્મિલા બેન તથા પુત્ર કૌશલ ને બીજા રૂમમાં લઇ ગયા.વડીલ ને સગા સ્નેહીઓ કૌશલ રાયના શરીર ને અનંત યાત્રાએ લઇ જવા માટે ની તૈયારીઓ કરવા લાગ્યા.

કુદરતો ક્રમ નિરાળો છે ..કાળક્રમે ગમતી કે પ્રેમ જતનની ચીજ ગુમાયા નો અફસોસ ભૂંસાઈ જાય છે. આંસુ પણ એ આપે છે ને હસાવી પણ નાખે છે.દુખની ડુબકીઓમાં ગરકાવ કરીને સુખના ડુંગર પર પણ એજ ચડાવે છે.સમય અને સ્થિતિ વહી જાય છે ને આપણે એને અનુસરીને આપણી દૈનિક ક્રિયાઓ, મૂલ્યાંકન, વિતરણ,અનુમાન,આવેગ,અને લાગણીઓના તાણાવાણામાં રચ્યા પચ્યા રહીએ છીએ. કૌશલ રાય નું જીવન અને મોત બધાએ ઉચ્ચ ગજાનું માન્યું. ધીરે ધીરે ઘરમાં સામાન્ય જીવન થઇ ગયું છે. મરણ પાછળની બધી વિધિઓ સંપૂર્ણ થઇ ગઈ છે. ઉર્મિલા બેન કે કૌશલ પણ હવે પતિ અને પિતાની ગેરહાજરી ને પચાવતા શીખી ગયા છે.હા,છતાંય દિવસમાં ઘણી વાર એમની ઉણપ અનુભવતા હતા.

કૌશલના મનમાં એક કાંટો ડંખી રહ્યો હતો.પિતાજીની મોટા હોદ્દાની રુએ આજ સુધી ઘરમાં કઈ હતું નહિ..અન્ય કારકુનના જેવું લાગતું ઘર તેના મનમાં અનેક પ્રશ્નો જન્માવતું.પણ મોમ ને તે કહી શકતો નહિ.મિત્રો પાસે દિલ ખોલી શકતો નહિ.તો વળી કોઈ સગા પાસે તો કેમ કરી ને હૈયું ખોલવું ? અચાનક એને ડેડીના છેલ્લા શ્વાસ વખતના શબ્દો યાદ આવ્યા ‘જો બેટા કૌશલ હું માનું છે કે હું એક સારો અધિકારી હતો ને માનભેર નોકરી કરી છે.તને હું વધુ તો કઈ નથી કહેતો પણ ઘર ને બધું જે કઈ છે એ બધું ફર્નીચર ને આ ઘર વખરી તારા માટે મુકતો જાઉં છે .ને સૌથી વધુ તો તારા માટે તારી મોમ ને મુકતો જાઉં છું ને તારા પર એ કેટલી લાગણી રાખે છે એ મારે તને બતાવવાની જુરુર નથી. સ્પેશિયલ વાત તો એ છે કે બેન્કના લોકર માં એફ.ડી. પડી છે. જે જોઈ લેજે ..’ એફ.ડી. …ને તેને દાંત સાથે જીભ ને ચકર વકર ફેરવી.દોડતો ને મોમ ના રૂમમાં ગયો.

‘ મોમ , ખરાબ ના લગાડ તો એક વાત પૂછું ? ’

‘ મોમ જ એને કહવાય કે જેને કદી પુત્ર નું ખરાબ ના લાગે ..પૂછ કૌશલ.’

‘ બેંક ના લોકર માં મારું પણ નામ એડ કરી દઈએ તો કેમ ?, હવે તો હું નાબાલિગ નથી રાઇટ ? ’

‘ ચોક્કસ ..કાલે અથવા આવતા સોમવારે જઈ આવીશુ, ઓકે ..? ’

‘ યુ આર સો સ્વીટ મોમ ..’ ને ગાલ પર વ્હાલ વરસાવતો કૌશલ ઝૂમી ઉઠ્યો.

હવે તો બેન્કનું લોકર પણ પોતે ખોલી શકે તે માટે કાબેલ થઇ ગયો હતો.જઈને બેન્ક માંની એફ.ડી. જોવા એ  તલપાપડ હતો.એકદિવસ તક નો લાભ જડપી ને તે બેંકમાં ઉપડી ગયો.સહી કરી ને લોકરની ચાવી લઈને ઉત્સુકતાથી લોકર રૂમમાં ગયો ..લોકર ખોલ્યું. અંદર મોમના ઘરેણા હતા થોડા જુના સિક્કા ને ચાંદીની મૂર્તિઓ હતી સાથે એક ચાંદીનો શિલ્ડ પણ હતો તેના પર જીણા અક્ષરે કઈ લખેલું હતું પણ એની અધીરપ અત્યારે એફ.ડી.માંજ હતી.લોકર ના છેલ્લા ભાગમાં એક નાનું બોક્સ દેખાયું,ખોલ્યું ..એમાંથી એક કવર મળ્યું.પાછું કવર બોક્સમાં મૂકી ને તે એફ.ડી. ખોલવા લાગ્યો ..ઘણી મહેનત ને અંતે તેને કશું ના મળ્યું એટલે હતાશ થયો ને થોડો ડેડી પર ખિન્ન પણ થયો.બે વાર લોકર ને તપાસ્યું પણ કોઈ એફ.ડી મળી નહિ .છતાં મનમાં તેને થયુકે ડેડી કદી જુઠું ના બોલે ને એય મરતી વેળા ??

વળી તેને થયું કે ઠીક છે ,ચલ પેલું કવર તો વાંચી જોઉં ..ને તેણે કવર ખોલ્યું. તેની આંખો કવર માં ખૂંચી ગઈ..

“ આજ હું ખુબ ખુશ છું દિકરા કૌશલ..પણ મને વિશ્વાસ હતો કે તું તારી ધીરજ નહિ ગુમાવે,તારા પર મને ગર્વે છે બેટા !

આજ પર્યંત હું સદાય છાતી ટટાર કરી ને જીવ્યો છું.અણ હક્કનું લીધું નથી ને કોઈને આપ્યું નથી. મારું નામ તો કૌશિક છે પણ લોકોએ મને કૌશિક રાય બનાવ્યો. જે તારા માટે ગર્વની વાત છે ! તારા અને મોમના સ્વપ્નો સાકાર કરવા મારી નોકરીની મૂડી ને મેં કદી વ્હાલી નથી કરી.આપણે સૌ હેતપ્રીત અને સદાય ખુશનુમા રહી જીવ્યા ને આપણું જીવન સમય ને પણ ઈર્ષ્ય થાય તેવું વીત્યું એ આપણા સદનસીબ..પ્રમાણિકતા ને મેં કદી છોડી નથી ને નીતિના મુલ્યો ને વળગી રહીને નોકરી કરી છે. ઘણી વાર થતું કે મારા રીટાયરમેન્ટ પછી તમારૂ શું ? ને કદાચ મારું મૃત્યુ વહેલું પણ થાય તો કેવું ?? ઘણી વાર ઈચ્છા થતી કે રૂપિયા બચાવીને થોડી થાપણ બનાવું જે પાછલી જીન્દગીમાં કામ આવે !થોડી એફ.ડી. કરું. પણ કાશ !

કૌશલ બેટા મારી પ્રમાણિકતા,નીતિમત્તા અને મનની સમતુલતા એ મારી એફ.ડી. છે. જરૂર પડ્યે એને વટાવીને તું વાપરી શકે છે.

હું ઈચ્છું કે લોકો કૌશલ ને પણ એક દિવસ કૌશલ રાય કહી ને બોલાવે.એજ મારો ધ્યેય છે ને એજ મારી પરિકલ્પના છે! રડી ને આંખમાં ઝાંખપ ના લાવીશ..દ્રષ્ટિ ને તેજ બનાવી જીણું જોવાની કોશિશ કરીશ તો તારે મારી એફ.ડી. પણ નહિ વાપરવી પડે ! સદાય તારી અને મોમ ની હાજરી કઠશે , પણ ચિંતા નહિ કરતો જે દુખ દેતો  તેજ સુખ અર્પતો !

હવે કાગળ પણ પૂરો થવા માં છે ને વાત પણ !

– સદા આશિષ આપતા તારા ડેડી….ગુડ બાય …જય શ્રી કૃષ્ણ…..”

આંખમાં થી પાણીની ધાર વહી રહી છે બે વાર પત્ર ને વાંચી ગયો ને છાતી સાથે પત્ર ને ચાંપતો લોકર ને બંધ કરી ને ઘરે આવ્યો ત્યારે તેનું મન પ્રફ્ફુલિત હતું..બારીમાંથી એક પતંગિયું આવીને તેના ગાલ પર રમતું આગળ વધ્યું કે ” ઓહ લવલી ….” ને તે ઝૂમવા લાગ્યો.

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

8 Responses to છેલ્લી એફ.ડી. (નવલિકા)

 1. રૂપેન પટેલ કહે છે:

  સરસ વાર્તા માણવા મળી.

 2. Raj Purohit કહે છે:

  So superb worth to read it again …really and reality of life’s moto and idol . thanks for sharing such good short novels…kindly share more ..

 3. Aavani Paramar કહે છે:

  Wah aane kahevay ek adarsh bap ane tena sanskar !!! really touchy and interesting ..khub maja aavi Riteshji.

  • riteshmokasana કહે છે:

   આવા પ્રતિભાવોની હૂંફથી આ બ્લોગ ઉઝળો છે. દરેક વાચકો નિયમિત મારું લખાણ માણે ને અવાર નવાર મુલાકાત લેતા રહેશો. ખુભ આભાર આપના શબ્દો બદલ.

 4. durgesh oza કહે છે:

  સરસ લાગણીસભર વાર્તા. સાચી મૂડી એ સારો સ્વભાવ..પેલીભૌતિક દોલત કોઈ પણ પ્રકારે ગુમાવવાનો નો ડર ખરો,,જયારે સારા સ્વભાવની મૂડી આજીવન એફ.ડી. તરીકે પોતાને ,બીજાને,ને જીવન પછી પણ બીજાને કામ લાગે..અભિનંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s