ફટ રે ભૂંડા !

                                                                ફટ રે ભૂંડા !

ટપક ટપક ..ઝાડના પાંદડાઓ માંથી પાણીના ટીપા ટપકે છે.આકાશ કાળું ડીબાંગ થઇ ગયું છે. વાદળો ની વણઝાર ચકરાવે ચડી છે. સુરજ દાદા તો કેટલાય દિવસથી દેખાયા ના હોય તેમ આકાશ પણ કાળું ભમ્મર દેખાય છે. ચાંદા ને ઉગવા નો અવકાશ નથી તો તેજ આપવા ક્યાંથી મળે ! પવન હવે થોડો મંદ થઈને ફૂંકાતો માલુમ પડ્યો.ઝાડની ડાળો પણ જાણે થાકી ગઈ હોય તમે ઢીલી થઈને લળી પડી છે. પક્ષીઓ ની હાજરી છે કે કેમ ! ક્યાંય થી કોઈ પક્ષીનો અવાજ નથી આવતો. કોયલ, ચાતક કે મોર બધા મૂંગા બની ને આવનારી પળોની ચિંતા માં કે કોણ જાણે બધા શાંત છે.હા..દુર ક્યાંક  તમરાનો જીણો અવાજ વાતાવરણની શાંતિને ચીરે છે.અજવાળા વગર પણ થોડું દેખાય છે ..તે પણ હવે ભાસિત માલુમ પડતું હતું .કયાંક જીણા જીણા હીબકા નો અવાજ આવતો હોય તેમ જણાયું. ચાલો એના પર પ્રકાશ ફેંકીએ.

ટાઢથી થર થર ધ્રુજતી એક બાળકી નો એ અવાજ હતો. બેય હાથને સંકોડી ને ગળા નો સાથ આપીને બેઠી છે.હાથને હુંફ આપવા મોઢાને નીચું ઢાળી દીધું છે.દસ વરસથી પણ ઓછી ઉંમરની માલુમ પડતી હતી.ફ્રોક એનું વરસાદથી ભીંજાઈ ગયું હતું.ને આજુબાજુમાં કોઈ પણ માલુમ પડતું નથી. આંખો એની સુજી ગુઈ છે. ગળામાંથી આવતો અવાજ પણ જાણે કંટાળી ગયેલો  લાગતો હતો. કોણ જાણે એ ક્યારનીયે રડતી હશે ! કોઈ ધ્યાન રાખવા વાળું નથી કે નથી તો છાનું રાખવા વાળું. શું કરવું તેજ વિચારી શક્તિ નહોતી..ક્યાંથી વિચારી શકે ? અરે રે  કેવું હતું નહોતું થઇ ગયું !!! તેનું મગજ ચકર વકર ફરવા લાગ્યું ને બેભાન થઈને પડી ગઈ.

‘ બા, તમે ગરમ કપડાની થોડી ખરીદી કરી લો તો વધુ સારું.’

‘ બેટા એકતો સ્વેટર છે કેટલા જોઈએ ને, હજી ગયા વર્ષેજ લીધું છે. ’

‘ બા, તમારે ચાર ધામની યાત્રાએ જવાનું છે ત્યાની ઠંડી તમે સહન ના કરી શકો ને વારંવાર તમને શરદી થઇ જાય છે. ’

‘ ચારધામની જાત્રાએ …? ’

‘ હા , કેમ વળી નવાઈ લાગે એવું શું છે. ? ’

‘ જાત્રાએ જવાની વાત મારી ચાલે છે ને મને જ ખબર નથી .. ’

‘ બા, આગળ કશું ના બોલો જુઓ આ વર્ષે મને પ્રમોસન મળ્યું છે ને તમે ૬ સેન્ચુરી પૂરી કરી છે તો ..બસ..’

‘ બેટા ….’

‘ હું તમને બરાબર જાણું છું ..વિધિની કસમ છે તમને જો હા ના કહી છે તો…ને મને ખ્યાલ છે કે જયારે તમે હા ના કરો એટલે ’

‘ બેટા એક શરતે જઈશ. ’

‘ શરત …ઠીક છે…બોલો ’ ને સમય અવાચક થઈને માં સામે જોઈ રહ્યો.

‘ એજ કે હું એકલી નથી જવાની..આપણે સૌ સાથે જઈએ ’

‘ અરે બા , તમને તો ખબર છે કે મારી ઓફિસમાં ..’

‘ હા ભાઈ હુંજ તો નવરી કે બધું ..’

‘ બસ બા..આજે હું બોસ જોડે વાત કરી લઉં ને સમજો કે આવતા અઠવાડીએ બધા નીકળી જઈશું…હવે ખુશ..’

‘ હા ખુશ…ખુબજ ખુશ…’ ને સમય ને વહાલથી ટાપલી મારતા બા નું સ્મિત ચારે બાજુ ફેલાઈ ગયું.

વાત પાકી થઇ ગઈ પણ ઘડી ને થોડી ચિંતા થવા લાગી.કારણ પુત્રી વિધિ હજી ઘણી નાની હતી.

‘ કહું છું ..વિધિ હજી નાની નથી ..? ’ પત્ની ઘડી એ પતિને કહ્યું

‘ છે પણ બા ને ચારધામની જાત્રા પૂરી કરાવવાનું મારું સ્વપ્ન છે માટે થોડો ભોગ પણ આપીએ ..’

‘ થોડો જ ..???  ’

‘ હા થોડો જ ..બહુ ચિંતા કરવાનું કારણ નથી દરેક જગ્યા એ ભાડે ઘોડા મળી રહે છે. હું સમજી શકું છું તારી ચિંતાને! ’

આમજ બધા ચારધામની યાત્રાએ જવા નીકળી ગયા.હરદ્વારથી યાત્રા શરુ થઇ ને ઋષિકેશ કનખલ ..દરેક જગ્યા ના મંદિરો ને મઠો ના દર્શન કરતા એક એક ધામની યાત્રા કરે છે.બા ની ખુશી ની કોઈ સીમા નથી. કયારેક મહિલા મંડળ ભરાય ને યાત્રા ની વાત આવે એટલે બા બિચારા કહેતા કે સમય ના પિતા બહુ વહેલી ઉમરે પોતાને એકલી છોડી ને અંનત ની યાત્રાએ ઉપાડી ગયેલા ને સમય કયારે મોટો થાય ને ક્યારે એની પાસે ચારધામ ની યાત્રા થાય એટલા પૈસા ભેગા થાય !મનમાં ઘણી જવાની ઈચ્છા પણ કદી સમય ને જવાનું કહેતા નહિ., પણ સમય એમાનો જ પુત્ર હતો. પોતાના બા નું ધ્યાન રાખતો, પત્નીને લાગણી બતાવતો ને પુત્રી વિધિ ને વ્હાલ આપતો સમય પણ યાત્રા નો લાભ લઇ ને સદભાગી માને છે.તો કોઈ ડોશીમાં કે કાકા વિધિ માટે કહેતા કે

‘ વિધિ તું ઘણી ભાગ્યશાળી છે, આટલી ઉંમરમાં ચારધામની જાત્રા કરી રહી છે. ’

તો વિધિ તો હજી ઘણી નાની હતી એને કઈ ગતાગમ નહોતી કે ચારધામની યાત્રાએ પોતાનું જીવન ધન્ય બની રહ્યું છે.બસ એતો બધા સાથે બધાનો વ્હાલ મેળવતી કાલુ કાલુ બોલ્યે જાય છે ને હસ્તી-રમતી જાય છે.કયારે બધા ધામોના દર્શન થઇ ગયા તે ખબર પણ ના પડી.સુખના દિવસો પસાર થતા વાર નથી લાગતી.આજે છેલ્લો દિવસ હતો ને કેદારનાથના દર્શન કરી ને સંઘ પાછો પોતાના શહેરમાં આવી જશે.

‘ સૌ સંઘ વાસીઓ …આપણે પંદર દિવસથી સાથે દર્શન કે ભેગા ફરીએ છીએ .કાલે તો વન વન પંખી ની જેમ વેરાઈ જશું..અગર બધાને પ્રસ્તાવ મંજુર હોય તો આજે બધા હોલમાં કીર્તન ગીત સંગીત કે અંતાક્ષરી જે ગમે તે કરીશું. ’

‘ પ્રસ્તાવ કઈ ખોટો નથી ..મારી તો તૈયારી છે ’ કોઈ બીજાએ સાદ પુરાવ્યો કે પ્રસ્તાવ મંજુર થઇ ગયો.બધા પોતપોતાનો સમાન ગોઠવી ને જમવા માટે પરિસરમાં આવી ગયા.છેલ્લો દિવસ હતો એટલે ભોજન પણ આજે બધાનું મનગમતું હતું. બધાએ ગમ્મત ને ગણ માં ભોજન પૂરું કર્યું ને હોલમાં આવી ગયા.

કોઈએ કીર્તન કે લોકગીત ગાયા…કોઈ વળી ધૂન પણ બોલી ગયું…ને નવા લોકોને ગમે તે માટે અંતાક્ષરી પણ રમાઈ.વિધિ રમીને થાકી ગઈ હતી..

‘ મમ્મા ..હું ઊંઘી જાઉં ..ઠીક છે ..ત્યાં સામે બાથરૂમ છે ..પછી સુઈ જા.’

‘સારું ’ કહી ને તે નીકળી ગઈ. બહાર તો વરસાદે પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું હતું.ધોધમાર પાડવા લાગ્યો. હોટલ  નો હોલ પેક હોઈ ખાસ કઈ માલુમ ના પડ્યું પણ બારી માંથી પાણીના રેલા દેખાય !

‘ અરે વરસાદ આવતો લાગે છે ’

‘ હા…પણ અહી ક્યાં વરસાદની નવાઈ છે ’ ને વળી બધા પાછા એક્મય બની ગયા.

બીજી પળ એવી આવી કે કોઈ કશું વિચારે કે કરે…ધબ્બ ….આખો હોલ એક ઢગલો થઇ ગયો.ને હોલની અંદરના ને પરિસરના બધા માણસો દટાઈ ગયા. આખી ઘટના બની ત્યારે છેલ્લે કોઈ ડોશીના એટલા જ શબ્દો ઢગલામાંથી બહાર આવ્યા કે ..’ ફટ રે ભૂંડા ..’

પણ વિધિ બાથરૂમમાં ગઈ જે થોડું બહાર ની બાજુ હોઈ તે બચી ગઈં.પણ હવે શું ???

પોતાના પ્યારા બા..પોતાની મમ્મા ને પોતાના પપ્પા ..બધા તો પોતાને ચારધામ યાત્રા ના છેલ્લ્લા ધામમાં એકલી મૂકી ને અંનત ની યાત્રા એ નીકળી ગયા છે. કોઈ તો દેખાતું નથી …કોઈ તો નહિ…

‘ ચાલો ચાલો આ બાળકી ની લાશ ને લઇ લો. ’

( કેદારનાથના કુદરત પ્રકોપ-કરૂણ  પ્રકરણ ……. સર્વે યાત્રિકો જે અનંત વાટે ગયા છે તેમને શ્રધાંજલિ)

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

5 Responses to ફટ રે ભૂંડા !

 1. jjkishor કહે છે:

  તાજા જ અનુભવોની સંવેદના ! ચારે ધામે કેટકેટલાંને ‘સ્વ–ધામ’ પહોંચાડ્યાં !! મારી પણ કંઈક આવી જ સ્થિતિ હતી…જુઓ : http://jjkishor.wordpress.com/2013/07/12/kavitadan-81/

  મેં તમારા બ્લોગને વેગુયાદી “વેગુ સમર્થકોમાં” મૂકી દીધો છે….આભાર. – જુગલકિશોર.

  • riteshmokasana કહે છે:

   ખુબજ આભાર..તમારા જેવા દિગ્ગજોની કોમેન્ટ મારા માટે ટોનિક સમાન છે. મને વેગું સમર્થક ના લીસ્ટમાં સામેલ કરવા બદલ આભાર.
   આપનું કાવ્ય વાંચ્યું, બધો ચિતાર દર્શાવતું ને હ્ર્દયદ્રાવક છે..ઘણું ગમ્યું…આભાર

 2. mdgandhi21, U.S.A. કહે છે:

  શરૂઆતમાં અતિ સુંદર લાગતી વાર્તા, અંતમા કેટલી બધી કરૂણ બની જાય છે…આવા તો બીચારા કેટલાય કુટુંબો અદ્ર્ષ્ય થઈ ગયા હશે…..????

  • riteshmokasana કહે છે:

   આ નવલિકા કેદારનાથ ના કુદરત પ્રકોપ ને અનુસરીને લખેલી છે, ખરી વાત છે કેટલાયે લોકો અદ્રશ્ય બનીને કાયમ માટે અદ્રશ્ય થઇ ગયા હોય ! વિધિની કરુણતા આગળ હર એક માણસ વામણો છે. અભાર ને મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ તથા કોમેન્ટ બદલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s