આખા વિશ્વ માં બ્લોગે તંબુ તાણ્યા રે લોલ (કાવ્ય )

(ઢાળ : એ કે લાલ દરવાજે તંબુ  ……)

આખા વિશ્વ માં બ્લોગે તંબુ તાણ્યા રે લોલ

‘ નેટ-ગુર્જરી  ’ ને વાટે મારી સખી ઘુમવા ચાલી
નિત નવું સાહિત્ય મહી ખોળે ને વાંચવા ચાલી
મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે …….આખા વિશ્વ માં……

‘ ચન્દ્રપુકાર ’ ને ‘ ગદ્યસુર ’ સાથે વળી ‘ પદ્ય સુર ’
‘ નીરવની નજરે ’ ને ‘ વિનોદવિહાર ’ વળી અસર
મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે …..આખા વિશ્વ માં……

‘ પટેલ પરિવાર ’ સાથે મિત્રો સાંભળો ‘ આતાવાણી ’
‘ નાઈલ ને કિનારે ’ વહી ને થાઓ ‘ ગુજરાત પ્રતિભા પરિચય’
મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે ……આખા વિશ્વ માં……
   
‘ નીરવ રવે ’  છતાં મહી અવાજ સાહિત્ય નો સોલ્લીડ
‘ વાંચન યાત્રા ’ સાથે ‘ સ્વરાંજલી ’ માણો ‘ હોબી વિશ્વમાં ’
મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે ……આખા વિશ્વ માં……

સાહિત્ય જંગ મંડાયો ‘ કુરુક્ષેત્ર ’ ને ‘મારો બગીચો ’  માહી
‘ સાહિત્યરસ થાળ ’ વાનગીઓ માણો, ને હસો ‘ હાસ્ય દરબાર’
મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે ……આખા વિશ્વ માં……

‘ મનરંગી ’  થઇ વિહરો, જુઓ ખોલી ‘ દાદીમાની પોટલી ’
હોય  ‘ અધ્યારુનું જગત ’ કે કોઈની ‘ અભિવ્યક્તિ ’  જેટલી  
મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે ……આખા વિશ્વ માં……

‘ ભજનામૃતવાણી ’ કે ‘ સાહિત્યરસ થાળ ’  એકજ  ‘ વિવેકપંથ ’
ખોલી ‘ મારી બારી’ કે પામો ‘  વિવિધરંગો ’,  ‘ મોદીની વાતું’  માં
મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે ……આખા વિશ્વ માં……

મુખવાસ :
મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા..જય ગુજરાત….જય હિન્દ 

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

6 Responses to આખા વિશ્વ માં બ્લોગે તંબુ તાણ્યા રે લોલ (કાવ્ય )

 1. chandravadan કહે છે:

  ચન્દ્રપુકાર ’ ને ‘ ગદ્યસુર ’ સાથે વળી ‘ પદ્ય સુર ’
  ‘ નીરવની નજરે ’ ને ‘ વિનોદવિહાર ’ વળી અસર
  મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે …..આખા વિશ્વ માં……
  Ritesh,
  A Kavya Post on your Blog.
  In that you had mentioned of so many Blogs..of which I was so happy to read the name of my Blog Chandrapukar.
  Thanks !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to my Blog !

 2. vkvora Atheist Rationalist કહે છે:

  વાહ વાહ !!!!! મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે …….આખા વિશ્વ માં……

 3. હિમ્મતલાલ કહે છે:

  બહુ સરસ કાવ્ય રચના કરી છે
  પ્રતિભાવ આપ્શોતો નવું નવું શીખ્શોરે લોલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s