આવરે વરસાદ આવ ! (કાવ્ય)

આવરે વરસાદ આવ !
ખેડૂતો જુએ તારી વાટ
મીટ  માંડી બેઠા    ખાટ ……………….આવરે વરસાદ આવ !
વાદળા તો રુમઝુમ દોડે
વીજળી ગર્જે આભને તોડે…………… આવરે વરસાદ આવ !
નદી અને નાળા છલકાય
ઢોર  ને   ઢાંખર  તણાય………………..આવરે વરસાદ આવ !
મોલ જુલે     મારા    ખેતરે
મારા બળદ જોડાય જોતરે……………આવરે વરસાદ આવ !
પાકના એ ઢગ જાજા
આવજે ફરી મેઘરાજા …………………..આવરે વરસાદ આવ !

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.