પુનઃમિલન

                                                      પુનઃમિલન

થાડ……..તમાચા ના જોરદાર અવાજ થી કોર્ટ રૂમ માં સ્તબ્ધતા છવાઈ ગઈ. પીન ડ્રોપ સાયલન્સ !!!!!

‘બે વરસ થી કેશ ચાલે છે પણ કોઈ મચક નથી આપતું’ ને તેઓ તાડૂક્યા.

વકીલ જોરાવરે અસીલ શ્રી મુસ્કાનને એક તમાચો માર્યો ને હાજર તમામ લોકો વકીલ સામે જોઈજ રહ્યા. પિંજર કઠેડા માં ઉભો ઉભો મુસ્કાન જરા નીચું મોઢું કરી ને પ્રત્યાભાવ ની રાહ જોઈ રહ્યો.

“ વકીલ સાહેબ તમને તમીજ જેવું કઈ છે કે નહિ ? મુસ્કાન મારા પતિ છે ને તમારી હિંમત કેમ ચાલી કે તમાચો મારી શકો ? “

 “ ઓહ……મુસ્કાન તમારો પતિ છે…..”

 “ શટ અપ …હવે કંઈ પણ આગળ બોલ્યા તો ..” ને તે દોડી ને મુસ્કાન પાસે પહોંચી ગઈ. “

 “ સોરી મુસ્કાન ..વધારે તો જોરથી નથી વાગ્યું ને ? પણ આપણી ચાલ કારગત નીવડી છે , સોરી દિત્રા “

દિત્રા ને મુસ્કાન હાથ પકડી ને કોર્ટ રૂમ ની બહાર નીકળી ગયા ને કોર્ટ માં હાજર બધા , બંને ને જોઈ રહ્યા ને જજ સાહેબ તો દિગ્મૂઢ બની ગયા હાથમાં હથોડી સ્થિર થઇ ગઈ.

છેલ્લા બે વરસથી મુસ્કાન અને દિત્રા ના છૂટાછેડા નો કેશ કોઈ પણ કાળે ઉકેલાતો નહોતો.કોઈને કોઈ બહાના ને કારણો મુદત પર મુદત વિતાવી ને બે વરસ પસાર થઇ ગયા. વકીલ જોરાવર આજ રાહત નો કોટ ખભે ભેરવી ને બંને ને જતા જોઈ રહ્યા.

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

3 Responses to પુનઃમિલન

  1. અજય ગાંધી કહે છે:

    ‘નાનો પણ રાઈનો દાણો’ કહેવત ને સાર્થક કરતી ખુબજ નાની પણ અસરકારક વાર્તા છે…

  2. aataawaani કહે છે:

    રીતેશ ભાઈ બહુ સરસ વાર્તા હતી ..
    છુટા છેડાના કેસનો 2 વરસથી અંત આવતો નો’તો એ; એકજ સપાટે અંત આવી ગયો .
    વાર્તાની ગોઠવણ સરસ હતી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s